આપણું રોજિંદુ જનજીવન આડકતરી રીતે રાજકારણ ઉપર જ નિર્ભર છે

(દિનેશ અનાજવાળા)

કોઇ પણ લોકશાહી દેશની તાકાત તેનું મજબૂત લોકતંત્ર હોય છે. સરકાર લોકોથી ગભરાતી રહે તેનું નામ લોકશાહી. વર્તમાન પરિસ્થિતિમાં સરકાર નહીં, પણ લોકો સરકારથી બહુ જ ગભરાય છે. લોકોનો એ ડર જ લોકશાહીને નુકસાન પહોંચાડે છે. આજે લોકો પોતાની વાત કહેતા ડરી રહ્યા છે, સંકોચ અનુભવે છે, જાણતા અજાણતા આવા લોકો લોકશાહીને મોટું નુક્સાન પહોંચાડે છે. લોકશાહીને ધબકતી રાખવા માટે લોકો રાજકારણમાં સક્રિયપણે જોડાય, એને બરાબર સમજે એ જરૂરી છે. નહીં તો લોકશાહી લાંબા ગાળે નિર્જીવ બની જશે. આજે પરિસ્થિતિ એવી છે કે શિક્ષણમાં રાજકારણ વધુ છે. રાજકારણમાં શિક્ષણ ઓછું છે. સમયની માંગ છે કે લોકો જાગૃત બને, બંધારણીય અધિકારોને જાણે, લોકતંત્રને સમજે.

photo_2025-05-04_12-27-31

આપણને રાજકારણમાં રસ નહીં હોય તો પણ, રાજકારણને આપણામાં ખૂબ જ રસ છે. એ આપણા પરિવારને, રોજિંદા જનજીવનને, ખાસ કરીને નોકરી- ધંધા, મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ જેવા મુદ્દાઓને સીધી રીતે અસર કરે છે. રાજકારણીઓ જ પોલિસી, કાયદા ઘડીને મારું તમારું ભવિષ્ય નક્કી કરે છે. આપણું રોજિંદુ જનજીવન આડકતરી રીતે રાજકારણ ઉપર જ નિર્ભર છે. આજે સોશ્યલ મીડિયા અને AI (આર્ટિફીશ્યલ ઇન્ટેલિજન્સ) નાં જમાનામાં રાજકીય કાર્યકરો સહિત મોટાભાગના લોકોને રાજકારણ શું છે એની ખબર જ નથી, બધાં "હળદરના ગાંઠિયે ગાંધી" થઈ ગયા છે.

Related Posts

Top News

'બિહારમાં જે મતદારોના નામ કાઢી નાંખ્યા છે તેમને મફત કાનૂની મદદ ઉપલબ્ધ કરાવો' સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને નિર્દેશ

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો કે, બિહારની અંતિમ મતદાર યાદીમાંથી જે લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા છે...
National 
'બિહારમાં જે મતદારોના નામ કાઢી નાંખ્યા છે તેમને મફત કાનૂની મદદ ઉપલબ્ધ કરાવો' સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને નિર્દેશ

કમિન્સ અને હેડને IPLની ટીમે 83 કરોડની ઓફર આપી કહ્યું- ઓસ્ટ્રેલિયન ટીમ છોડી દો, પણ...

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી પેટ કમિન્સ અને ટ્રેવિસ હેડે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ છોડીને વિદેશી T20 લીગમાં ફૂલ ટાઈમ રમવાના  બદલામાં...
Sports 
કમિન્સ અને હેડને IPLની ટીમે 83 કરોડની ઓફર આપી કહ્યું- ઓસ્ટ્રેલિયન ટીમ છોડી દો, પણ...

છોકરાએ રડીને કહ્યું, પપ્પા તમે ફી ક્યારે ભરશો? અડધી ફી ન ભરી તો જમીન પર બેસી પરીક્ષા આપવી પડી

ગરીબીને કારણે કોઈ પણ બાળકને શિક્ષણથી વંચિત રાખવું જોઈએ નહીં અથવા તેની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કરવો જોઈએ....
National 
છોકરાએ રડીને કહ્યું, પપ્પા તમે ફી ક્યારે ભરશો? અડધી ફી ન ભરી તો જમીન પર બેસી પરીક્ષા આપવી પડી

શું હજારો બેરોજગાર રત્નકલાકારોને લેબગ્રોન ડાયમંડની તેજીએ બચાવી લીધા?

ડાયમંડ ઉદ્યોગાં વર્ષોની પરંપરા છે કે દિવાળીના તહેવારમાં ઉદ્યોગમા 21થી 25 દિવસનું વેકેશન રહેતું હોય છે. છેલ્લાં 3 વર્ષથી મંદી...
Business  Gujarat 
શું હજારો બેરોજગાર રત્નકલાકારોને લેબગ્રોન ડાયમંડની તેજીએ બચાવી લીધા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.