કોંગ્રેસે ઇટાલિયાની આશા પર પાણી ફેરવી દીધું, AAP સાથે ગઠબંધન ન કરવાનું કારણ જણાવ્યું

કોંગ્રેસે શુક્રવારે મોટી જાહેરાત કરી છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કોંગ્રેસ ગુજરાતમાં વિસાવદર અને કડીની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરશે. કોંગ્રેસ પોતાના ઉમેદવારને પાર્ટીના સિમ્બોલ સાથે ઉતારશે.

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, જ્યારે બનાસકાંઠામાં પેટા ચૂંટણી થઇ હતી ત્યારે કોંગ્રેસ સાથે એવી ડીલ થઇ હતી કે બનાસકાંઠામાં AAP પોતાનો ઉમેદવાર નહીં ઉતારશે અને એ વચન અમે પાળ્યું હતું અને વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે. પરંતુ ગોપાલ ઇટાલિયાની આશા પર કોંગ્રેસ પાણી ફેરવી દીધું છે.

વિસાવદર અને કડીની પેટા ચૂંટણી માટે હજુ ચૂંટણી પંચે કોઇ તારીખ જાહેર કરી નથી, પરંતુ બધી પાર્ટીઓ તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસની જાહેરાતથી હવે આ બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ થશે.

શક્તિસિંહે ટ્વીટર પર કહ્યું હતું કે, પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે, ગુજરાતમાં બે વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે, તે બંને બેઠક પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉતારશે. ગઠબંધનનો કેટલોક ધર્મ હોય છે. રાષ્ટ્રીય સ્તરે અમારું ગઠબંધન છે અને રહેશે . આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસ પક્ષ સાથે કોઈ સંવાદ વગર ઉમેદવાર જાહેર કરી દીધેલ છે. રાજ્યકક્ષાએ અમારે નિર્ણય લેવાનો છે ત્યારે ભૂતકાળના બધા ઈતિહાસો તપાસ્યા પછી પોલિટિકલ અફેર્સ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો કે, પેટા ચૂંટણીની બંને બેઠક વિસાવદર અને કડીમાં કોંગ્રેસ એકલા હાથે ચુંટણી લડશે. હાલની પરિસ્થિતિમાં રાજ્યમાં મજબુત વિરોધપક્ષની જરૂર છે, જે ગુજરાતના હિતની વાતને ઉઠાવે. ત્યારે બંને વિધાનસભાની સીટોના મતદાતાઓને વિનંતી કરું છું કે, આપનો મત અને આશીર્વાદ કોંગ્રેસને આપી વિજય બનાવો. ૨૦૨૭ માં ગુજરાતીઓના આશીર્વાદથી કોંગ્રેસની સરકાર બનશે.

About The Author

Related Posts

Top News

લલિત મોદીએ કહ્યું- મારા કારણે IPL સફળ થઈ, BCCIને વધુ સત્તા આપી દેવાઈ છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) આજે માત્ર એક ક્રિકેટ ટૂર્નામેન્ટ નથી રહી, પરંતુ તે વિશ્વની સૌથી ધનિક રમતગમત લીગ...
Sports 
લલિત મોદીએ કહ્યું- મારા કારણે IPL સફળ થઈ, BCCIને વધુ સત્તા આપી દેવાઈ છે

8 વર્ષ પછી બજારમાં પરત ફર્યું ઈરાની ક્રૂડ ઓઇલ...ભારત માટે સસ્તા તેલનો નવો રસ્તો ખુલ્યો!

સ્વિટ્ઝર્લૅન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી વાતચીત પછી ખાડી યુદ્ધ હાલ પૂરતું અટકી ગયું છે. આ સમગ્ર કરાર દરમિયાન, ...
Business 
8 વર્ષ પછી બજારમાં પરત ફર્યું ઈરાની ક્રૂડ ઓઇલ...ભારત માટે સસ્તા તેલનો નવો રસ્તો ખુલ્યો!

દક્ષિણ કોરિયાના શેરબજારમાં કડાકો, કોસ્પી 9 ટકા ઘટ્યો, ટ્રેડિંગ બંધ કરવાની ફરજ પડી

દક્ષિણ કોરિયાનો મુખ્ય શેરબજાર સૂચકાંક, કોસ્પી, તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી ઝડપથી નીચે ગયો છે. કોસ્પી લગભગ 10 ટકા...
Business 
દક્ષિણ કોરિયાના શેરબજારમાં કડાકો, કોસ્પી 9 ટકા ઘટ્યો, ટ્રેડિંગ બંધ કરવાની ફરજ પડી

સિયાએ સોનમની જેમ જ મંગેતર કેતનને પ્રેમી સાથે મળીને પુણેના કિલ્લા પરથી ધક્કો મારી દીધો હતો

પુણેના પ્રખ્યાત લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુની વાર્તા મધ્યપ્રદેશના રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના મૃત્યુ જેવી...
National 
સિયાએ સોનમની જેમ જ મંગેતર કેતનને પ્રેમી સાથે મળીને પુણેના કિલ્લા પરથી ધક્કો મારી દીધો હતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.