- Politics
- 100 વીઘાનો મહેલ, થાઈલેન્ડ-નેધરલેન્ડના ફૂલો અને ત્રણ હેલિપેડ... પૂર્વ CMના પૌત્રોની સગાઈમાં કરોડો ખર્...
100 વીઘાનો મહેલ, થાઈલેન્ડ-નેધરલેન્ડના ફૂલો અને ત્રણ હેલિપેડ... પૂર્વ CMના પૌત્રોની સગાઈમાં કરોડો ખર્ચાયા
ઉત્તર પ્રદેશ સરકારમાં પ્રાથમિક શિક્ષણ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) સંદીપ સિંહ અને તેમના નાના ભાઈ સૌરભ સિંહ વર્માનો તિલક અને સગાઈ સમારોહ આ શનિવારે (14 નવેમ્બર) અલીગઢના તાલાનગરી વિસ્તારમાં યોજાવા જઈ રહ્યો છે. તપૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના આ બે પૌત્રોની સાથે થનારી આ સગાઈ માટે સેન્ટ ફિદેલિસ સ્કૂલની નજીક 100 વીઘા જમીન પર રાજસ્થાની શૈલીનો એક ભવ્ય મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. સંદીપ સિંહ તેમની શાળાની મિત્ર મેઘના ચૌધરી સાથે, જ્યારે સૌરભ સિંહ વર્મા અંતરા ત્યાગી સાથે સગાઈ કરશે. આ શાહી આયોજનમાં લગભગ એક લાખ મહેમાનો અને ઘણાં દિગ્ગજ રાજકીય નેતાઓ હાજર રહેવાની અપેક્ષા છે.
આ ભવ્ય આયોજન સ્થળને સજાવવા માટે વિદેશથી ખાસ ફૂલો મંગાવવામાં આવ્યા છે. રાજસ્થાની શૈલીમાં તૈયાર કરવામાં આવેલા વિશાળ મંડપને થાઈલેન્ડના ઓર્કિડ અને નેધરલેન્ડના ટ્યૂલિપ જેવા ફૂલોથી શણગારવામાં આવી રહ્યો છે. આ સમારોહ માટે ત્રણ અલગ-અલગ પ્રકારના નિમંત્રણ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. અંદાજે 80,000 થી 1,00,000 મહેમાનોની દાવત માટે સાત રસોડા અને બે વિશાળ મંડપ બનાવવામાં આવ્યા છે, જ્યાં 50-60 પ્રકારની વાનગીઓની વિવિધતા પીરસવામાં આવશે. VVIP, VIP અને સામાન્ય મહેમાનો માટે પ્રવેશ, પાર્કિંગ અને ભોજનની અલગ-અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ હાઈ-પ્રોફાઈલ સમારોહમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, કેન્દ્ર સરકારના વિવિધ મંત્રીઓ અને ઉત્તર પ્રદેશના ઘણા મોટા રાજકીય હસ્તીઓ હાજર રહે તેવી શક્યતા છે. VVIP મહેમાનોની મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને, સ્થળ પર ત્રણ હેલિપેડ બનાવવામાં આવ્યા છે અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સેંકડો પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તો, અવરજવર સરળ રહે તે સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક ડાયવર્ઝન લાગૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સ્થાનિક વહીવટીતંત્રઓ કાર્યક્રમના સ્થળની આસપાસ આવેલી કેટલીક શાળાઓમાં 14 નવેમ્બરના રોજ રજા જાહેર કરવાનો નિર્ણય લીધો છે.
અલીગઢમાં સગાઈ થયા બાદ, લગ્નના મુખ્ય કાર્યક્રમ દેશની રાજધાની દિલ્હીમાં યોજાશે. લગ્ન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક ટોચના નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. 26 નવેમ્બરના રોજ, દિલ્હીની 'ધ લીલા' હોટેલના ગ્રાન્ડ બોલરૂમમાં ભોજન સમારંભ અને સેહરાબંધીની વિધિ યોજાશે. ત્યારબાદ, જાન જવાહરલાલ નેહરુ (JLN) સ્ટેડિયમના ગેટ નંબર 1 પર પહોંચશે, જ્યાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર વરમાળા અને ફેરા સંપન્ન થશે. બીજા દિવસે, 27 નવેમ્બર 2026ના રોજ, નવી દિલ્હીના ધ ઝોરા JLN સ્ટેડિયમમાંમાં એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે.

