- Relationship
- પહેલી વખત સેક્સ કરતા પહેલા છોકરાઓ ખાસ ધ્યાનમાં રાખે આ બાબતો
પહેલી વખત સેક્સ કરતા પહેલા છોકરાઓ ખાસ ધ્યાનમાં રાખે આ બાબતો
ટીનએજમાં કે એ પછીની તરતની ઉંમરમાં છોકરાઓ સેક્સ કરતા જ હોય છે. પરંતુ પહેલી વખત સેક્સ કરતી વખતે તેમના મનમાં અનેક શંકાકુશંકાઓ હોય છે. આ કારણે છોકરાઓને સેક્સની જેટલી ઉત્સુક્તા હોય એટલો જ તેમના મનમાં ડર પણ હોય છે. જેને કારણે પહેલી વખતનો સેક્સ તેમના માટે ડરામણો અથવા એ અનુભવ તેમના માટે કડવો સાબિત થાય છે. પરંતુ પહેલી વખત સેક્સ કરો ત્યારે એ અનુભવ લાઈફટાઈમ યાદગાર જ રહેવો જોઈએ અને એ કારણે જ અમે તમારા માટે કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ જે ટિપ્સ તમારા ફર્સ્ટ ટાઈમ સેક્સને યાદગાર બનાવી દેશે.
તમારા પાર્ટનરની નજીક આવતા તરત જ સ્પર્શવાનું કે ગુપ્તાંગોને ટચ કરવાનું શરૂ ન કરો. પહેલા થોડી રોમેન્ટિક વાત કરો, પછી હળવું ચુંબન કરો અને પછી ધીરે ધીરે હળવે હાથે બધુ ટચ કરો, જેથી ઈન્ટરકોર્સ શરૂ થાય એ પહેલાં તમારા બંનેનો એક રેપો બની જાય.
ઘણા છોકરાઓના મનમાં એવો લધુતાગ્રંથી હોય છે કે તેઓ વધુ પડતા પાતળા દેખાય છે કે તેઓ વધુ જાડા છે. અને એવા સમયે નગ્ન થશે તો વધુ વિકૃત દેખાશે! જોકે સેક્સ વખતે આવી તમામ બાબતો હાંસિયામાં ધકેલાઈ જતી હોય છે, આથી ફર્સ્ટ ટાઈમ સેક્સ પહેલાં આવા કોઈ પણ વિચારોથી દૂર રહો અને જો વિચારો આવતા હોય તો એ વિચારોને તમારા પર હાવી ન થવા દો.
બની શકે તો પાર્ટનરને તેના ડર વિશે પૂછી લો અને તેને જે બાબતોનો ડર હોય એ એક્ટ પહેલી વખતના સેક્સમાં ન કરો અથવા ધીમેધીમે કરો, જેથી પાર્ટનરને હૂંફ રહેશે અને તે બધા એક્ટમાં સપોર્ટ કરશે.
પહેલું ઈન્ટરકોર્સ બંને માટે થોડું પેઈનફૂલ રહી શકે છે, પરંતુ જો દુખાવો મહેસૂસ થાય તો પહેલી વખત ચરમસીમાએ પહોંચવું જ જોઈએ એવો કોઈ નિયમ નથી. એટલે હળવે હળવે ઈન્ટરકોર્સ શરૂ કરો અને બંને પાર્ટનર્સને સહી શકાય એટલું દર્દ થાય ત્યાં સુધી જ કરો. દર્દ વધશે એવું લાગે તો ઈન્ટરકોર્સ છોડીને ફિંગરિંગ અને માસ્ટરબેશન દ્વારા ઈજેક્ટ કરો.

