મહિલાઓને સેક્સ માટે ઉત્તેજિત કરતી 9 વસ્તુ

યુનિવર્સિટી ઓફ ટેક્સાસે હાલના દિવસોમાં કરેલા એક અભ્યાસ મુજબ જ્યારે શારીરિક સબંધની વાત આવે ત્યારે મહિલાઓને કઇ ચીજ ઉત્તેજિત કરે છે, તેનું તારણ કાઢવામાં આવ્યું હતું. આ સંશોધનોમાં નવ ચીજોને અલગ તારવવામાં આવી છે. જે મહિલાઓને ઉત્તેજિત કરે છે. તમે જો પત્ની કે પ્રેમિકાને રંભાના રુપમાં જોતા હો તો તમારે પણ એક ડગલું આગળ વધી મહિલાના શારીરિક તથા માનસિક સજ્જતા સાથે એકાત્મકતા સાધવી જરુરી છે. એ માટે શું કરવું જરુરી છે ? હાલમાં થયેલા અભ્યાસમાં એ વાતનો ફોડ પડાયો છે.

મહિલા સાથીને તમારી સાથે મનમેળ કરી શકે એ રીતે આકર્ષિત કરતી એ નવ ચીજો કઇ ?

1. બહેતર સંવાદઃ પાર્ટનર સાથે માનસિક ઐક્ય હોવું જરુરી છે અને એ માટે બેડરુમની બહાર બંને વચ્ચે સારો સંવાદ થતો રહેવો જોઇએ. શારીરિક સબંધમાં શું ગમે અને શું ન ગમે એ અંગે ખુલ્લા મને ચર્ચા કરવી જોઇએ.

2. પ્રશ્નોનો ઇશારો સમજોઃ જો તમારી પાર્ટનર તમારો કામકાજનો શિડ્યુલ શું છે, એમ પૂછે ત્યારે તે તમારી સાથે વાતો કરવા ઝંખે છે, એકાંત ગાળવા ઝંખે છે, એ વાત સમજી જવાની જરુર છે. તમારા શિડ્યુલમાં તેને માટે સમય છે કે કેમ એ તે જાણવા માંગતી નથી.

3. અપનાપનનો અહેસાસઃ તેમની વાત સાંભળવા અને વાત કરવાથી એક ભાવનાત્મક લગાવ પેદા થાય છે, જેનાથી તમારા દિલમાં ઇચ્છા પેદા થાય છે.

4. સેન્સ ઓફ હ્યુમરઃ જર્નલ ઓફ સાયકોલોજી મુજબ મહિલાઓ સામાન્ય પુરુષોના મુકાબલા તે પુરુષની તરફ વધુ આકર્ષિત થાય છે, જેની અંદર હ્યુમન સેન્સ ઓફ હ્યુમર છે અને તેની સાથે ડેટ પર જાય એવા 31 ટકા તક વધુ રહે છે. એ માટે પાર્ટનરની સાથે પોતાના દિવસની ડિટેઇલ શેર કરતી વેળા મજાક કરવાનું ન ભુલે.

5. વિવાદોથી દૂર રહોઃ જર્નલ ઓફ એક્સપરીમેન્ટલ સોશ્યલ સાઇકોલોજી મુજબ મહિલાઓ એ પુરુષ તરફ વધુ આકર્ષિત થાય છે, જે કોઇ પણ સંઘર્ષની સ્થિતિમાં પડતો નથી અને ચાલાકીથી એ વિવાદને ઉકેલી શકે છે.

6. અસુરક્ષિત મહેસુસ થવા ન દેઃ જયારે તમે તેના શરીરના કોઇ પણ અંગને સ્પર્શ કરો ત્.રે તેની પ્રતિક્રિયા જુઓ અને તે કયા અંગ સાથેના સ્પર્શથી વધુ ઝંકૃત થાય છે, એવું કશું ન કરે, જેથી તેમાં અસુરક્ષિત ભાવ પેદા ન થાય.

7. એથ્લેટીક્સ જેવું શરીરઃ જો તમે માનતા હોવ કે તમે જિમાં શરીર સૌશષ્ઠવથી મહિલાને આકર્ષિત કરી શકો તો તમે ખોટા છે. યુસીએલએ દ્વારા કરાયેલા એક અભ્યાસ મુજબ તારણ મળ્યું હતું કે મહિલાઓ મહદઅંશે એવાને પસંદ કરે છે કે જેને એથ્લેટીક્સ જેવું શરીર લાગે છે.

8. વફાદારીઃ જર્નલ ઓફ સેક્સ્યુઅલ મેડિસિનમાં જણાવાયું છે કે કોઇ પણ મહિલાઓ સેક્સ્યુઅલ મોટીવેટ કરવા માટે તેમના પ્રતિ વફાદાર રહેવું જરુરી છે.

9. કિંસીંગ સ્કીલઃ જર્નલ ઇવોલ્યુશ્નરી સાઇકોલોજીમાં પ્રકાશિત અભ્યાસ મુજબ મહિલા એક ખરાબ ચુંબન કરનારા સાથે આગળ વધી શકતી નથી. તમે કસદાર ચુંબન કરીને મહિલાને ઇમ્પ્રેસ કરી શકો છો.

About The Author

Related Posts

Top News

SIRના ત્રીજા તબક્કાનું સમયપત્રક જાહેર કરાયું, આ હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ થશે

દેશભરમાં મતદાર યાદીઓને વધુ પારદર્શક અને સચોટ બનાવવા માટે, ચૂંટણી પંચે આખરે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ...
National 
SIRના ત્રીજા તબક્કાનું સમયપત્રક જાહેર કરાયું, આ હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ થશે

સુપ્રીમ કોર્ટે સંજય કપૂર મિલકત વિવાદ પર પરિવારને ચેતવણી આપતા કહ્યું કે, 'આપણે ખાલી હાથે આવ્યા હતા, અને ખાલી હાથે જ જવાનું છે..'

સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે સંકળાયેલા એસ્ટેટ અને કૌટુંબિક ટ્રસ્ટ વિવાદના કિસ્સામાં, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જ્યાં...
National 
સુપ્રીમ કોર્ટે સંજય કપૂર મિલકત વિવાદ પર પરિવારને ચેતવણી આપતા કહ્યું કે, 'આપણે ખાલી હાથે આવ્યા હતા, અને ખાલી હાથે જ જવાનું છે..'

પહેલા કરી દોસ્તીની વાત, પછી શી જિનપિંગે તાઇવાન પર ટ્રમ્પને ચેતવણી આપી; US સાથેની મુલાકાતમાં ડ્રેગને કડક વલણ અપનાવ્યું

બેઇજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પીપલ ખાતે અમેરિકા અને ચીન વચ્ચેની મહત્વપૂર્ણ બેઠકમાં મિત્રતા અને તણાવ બંનેનો પરિચય થયો. ચીનના...
World 
પહેલા કરી દોસ્તીની વાત, પછી શી જિનપિંગે તાઇવાન પર ટ્રમ્પને ચેતવણી આપી; US સાથેની મુલાકાતમાં ડ્રેગને કડક વલણ અપનાવ્યું

ચૂંટણી પછીની હિંસા કેસમાં પોતાની રજૂઆત કરવા વકીલના ડ્રેસમાં મમતા બેનર્જી કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યા!

પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ CM અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી ગુરુવારે વકીલના પોશાક પહેરીને કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યા હતા, જ્યાં...
National 
ચૂંટણી પછીની હિંસા કેસમાં પોતાની રજૂઆત કરવા વકીલના ડ્રેસમાં મમતા બેનર્જી કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.