- Sports
- ચેમ્પિયન્સ ટ્રોફીથી બહાર થઇ શકે છે ઇંગ્લેન્ડ, ICCનો આ નિયમ બન્યો માથાનો દુઃખાવો
ચેમ્પિયન્સ ટ્રોફીથી બહાર થઇ શકે છે ઇંગ્લેન્ડ, ICCનો આ નિયમ બન્યો માથાનો દુઃખાવો

ભારતની મેજબાનીમાં આ સમયે રમાઇ રહેલા ICC વન-ડે વર્લ્ડ કપ 2023ની અસર પાકિસ્તાનમાં થનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ જોવા મળશે. વર્લ્ડ કપમાં રમાનારી 10 ટીમોમાંથી માત્ર 8 ટીમો જ પાકિસ્તાનમાં થનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વાલિફાઇ કરશે, જેમાં મેજબાન દેશ સિવાય અન્ય 7 ટીમો સામેલ હશે. એવામાં એક તરફ જ્યાં વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પહોંચવા માટે ટીમો વચ્ચે રોમાંચક જંગ જોવા મળી રહી છે તો ટોપ-7માં પણ બન્યા રહેવાની પણ બધી ટીમો પ્રયાસ કરી રહી છે.
વર્ષ 2019ની વન-ડે વર્લ્ડ કપ વિજેતા ઇંગ્લેન્ડની ટીમ માટે આ વખત મેગા ઇવેન્ટ અત્યાર સુધી ખૂબ ખરાબ રહી છે, જેમાં ટીમે 6 મેચ રમી છે અને તેમાંથી માત્ર એકમાં જ જીત હાંસલ કરવામાં સફળ થઇ શકી છે. એવામાં લીગ મેચો સમાપ્ત થયા બાદ પાકિસ્તાન સિવાય પોઇન્ટ્સ ટેબલમાં ટોપ-7માં રહેનારી ટીમો સીધી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વાલિફાઇ કરી જશે. ICCના એક પ્રવક્તાએ ESPN ક્રિકઇન્ફોને આપેલા નિવેદનમાં જણાવ્યું કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ICCએ વર્ષ 2021માં જ પોતાના નિયમોને પૂરી રીતે સ્પષ્ટ કરી દીધા હતા. આ સમયે ટીમ પોઇન્ટ્સ ટેબલમાં 2 પોઇન્ટ્સ સાથે 10માં નંબર પર છે.
ICC આ અગાઉ ચેમ્પિયન્સ ટ્રોફી માટે 8 ટીમોના ક્વાલિફિકેશન માટે રેન્કિંગના માધ્યમથી નિર્ણય કરતી હતી, પરંતુ હવે આ નવા નિયમના માધ્યમથી ટીમો આ ટૂર્નામેન્ટ માટે ક્વાલિફાઇ કરશે. પાકિસ્તાનમાં થનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં 8 ટીમોને 4-4ના 2 ગ્રુપોમાં વહેંચી દેવામાં આવશે અને પછી તેમાં દરેક ગ્રુપમાં ટોપ-2 પર રહેનારી ટીમો સેમીફાઇનલ માટે ક્વાલિફાઇ કરી જશે. ICCના આ નવા નિયમથી એ પણ સ્પષ્ટ થઇ ગયું કે વેસ્ટ ઇન્ડીઝની ટીમ પહેલા જ ટૂર્નામેન્ટથી બહાર થઇ ચૂકી છે કેમ કે તે વર્લ્ડ કપ 2023 માટે પણ ક્વાલિફાઇ કરી શકી નહોતી. તો વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાની ટીમના પ્રદર્શનને જોતા તેના પર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ક્વાલિફાઇ કરવાનો સોનેરી અવસર જરૂર છે.
જો રવિવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે થયેલી મેચની વાત કરીએ તો ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે સીમિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 229 રન બનાવી શકી હતી. એક સમયે લાગી રહ્યું હતું કે ICC વર્લ્ડ કપમાં આ ભારતીય ટીમની પહેલી હાર બની શકે છે, પરંતુ ભારતીય ટીમના બોલરોએ ભારતીય ટીમને મેચમાં બનાવી રાખી અને 230 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ માત્ર 34.5 ઓવરમાં 129 રન પર જ ઢેર થઇ ગઇ. આ જીત સાથે જ ભારતીય ટીમ 12 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગઇ.