- Sports
- MIએ રોહિતની કેપ્ટન્સી છીનવી તો ચહલે કરી દીધું એવું કામ કે હેરાન થઈ ગયા ફેન્સ
MIએ રોહિતની કેપ્ટન્સી છીનવી તો ચહલે કરી દીધું એવું કામ કે હેરાન થઈ ગયા ફેન્સ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને તેના માટે આજે ઓક્શન થવા જઈ રહ્યું છે. એવામાં 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ IPLની આગામી સીઝન અગાઉ પોતાનો કેપ્ટન બદલવાની જાહેરાત કરી છે. આ ફ્રેન્ચાઇઝીએ ધાકડ ઓપનર રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને ટીમની કેપ્ટન્સીની જવાબદારી સોંપી છે. આ દરમિયાન સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે સોમવારે કંઈક એવું કરી દીધું, જેની ચર્ચા થવા લાગી છે.
ભારતીય ટીમના અનુભવી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પોતાના X (અગાઉ ટ્વીટર) અકાઉન્ટનો પ્રોફાઇલ ફોટો બદલી દીધો છે. 33 વર્ષીય યુઝવેન્દ્ર ચાહલે પોતાની નવા પ્રોફાઇલ પિક્ચર ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્મા સાથે લગાવ્યું છે. આ તસવીરમાં બંને ખેલાડી ભારતીય જર્સીમાં એક સાથે મેદાનમાં નજરે પડી રહ્યા છે. ‘હિટમેન’ આ તસવીરમાં યુઝવેન્દ્ર ચહલને ગળે લગાવતો નજરે પડી રહ્યો છે. એટલું જ નહીં યુઝવેન્દ્ર ચહલના બેકગ્રાઉન્ડ પ્રોફાઇલમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પણ તેની સાથે જોઈ શકાય છે.
New Twitter/X profile picture of Yuzvendra Chahal.
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 18, 2023
- The bond between Yuzi and Rohit Sharma. pic.twitter.com/GFoT96GOVf
ઉલ્લેખનીય છે કે હાલમાં જ IPL ફ્રેન્ચાઇઝી મુંબઈ ઈન્ડિયન્સએ રોહિત શર્માને કેપ્ટન્સી પદમાંથી હટાવી દીધો છે. ફ્રેન્ચાઇઝીન આ નિર્ણય પર ફેન્સમાં ખૂબ ગુસ્સો છે. લોકો સતત સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે. એટલું જ નહીં, ફેન્સ સોશિયલ મીડિયા પર રોહિત શર્મા સાથે પોતાની તસવીર પણ શેર કરી રહ્યા છે. યુઝવેન્દ્ર ચહલ હાલમાં ભારતીય ટીમ સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે. તે માત્ર વન-ડે ટીમનો હિસ્સો છે.
ભારતીય ટીમ આ પ્રવાસ પર T20, વન-ડે અને ટેસ્ટ સીરિઝ રમવાની છે. જો કે, 3 મેચોની T20 સીરિઝ 1-1થી બરાબર રહી. તો હાલના સમયમાં 3 મેચોની વન-ડે સીરિઝમાં ભારતીય ટીમે 1-0ની લીડ મેળવી લીધી છે. પછી રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ટેસ્ટ સીરિઝ રમશે. જોહાનિસબર્ગમાં રમાયેલી પહેલી વન-ડે મેચમાં યુઝવેન્દ્ર ચહલને પ્લેઇંગ ઇલેવનમાં રમવાનો ચાંસ મળ્યો નહોતો. આજે બંને ટીમો વચ્ચે બીજી વન-ડે રમાશે.