પૂર્વ પાકિસ્તાની ખેલાડીના મતે કોહલીને RCB નહીં આ IPLની ટીમ માટે રમવું જોઈએ

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 13 વર્ષ પછી ઘરેલુ ક્રિકેટ રમવા માટે મેદાન પર ઉતર્યા. તેણે આટલા વર્ષો પછી દિલ્હીમાં રેલવે સામે રણજી ટ્રોફી મેચ રમી. દિલ્હીમાં રમાયેલી આ મેચમાં, કોહલીની ટીમે એક ઇનિંગ્સ અને 19 રનથી જીત મેળવી હતી અને આ મેચ દરમિયાન, કોહલીની રમત જોવા માટે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કોહલીના કારણે, આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ થયું હતું અને તેનું લાઈવ સ્ટ્રીમિંગ પણ થયું હતું.

દિલ્હીમાં વિરાટ કોહલીની લોકપ્રિયતા જોઈને ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર બાસિત અલીએ કહ્યું કે, તેણે IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને બદલે દિલ્હી કેપિટલ્સ તરફથી રમવું જોઈએ. રણજી ટ્રોફી મેચમાં સ્ટાર બેટ્સમેન કોહલીને રમતા જોવા માટે એકત્ર થયેલી વિશાળ ભીડને ધ્યાનમાં રાખીને બાસિત અલીએ આ વાત કહી. કોહલીએ રેલવે સામે રમતા પહેલા ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બેટિંગ કોચ સંજય બાંગર પાસેથી પોતાની બેટિંગમાં રહેલી ટેકનિકલ ખામીઓને દૂર કરવા માટે તાલીમ પણ લીધી હતી. આ મેચમાં જ્યારે કોહલી 6 રન બનાવીને આઉટ થયો ત્યારે ક્રિકેટ ચાહકો સ્ટેડિયમ છોડીને ચાલ્યા ગયા હતા.

પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા બાસિત અલીએ કહ્યું કે, મેં મારા જીવનમાં બહુ ઓછા ખેલાડીઓ જોયા છે, કદાચ ફક્ત 2-3, જેમની આટલી ફેન ફોલોઈંગ હોય. હવે તે પાકિસ્તાનમાં પણ એક ટ્રેન્ડ બની ગયો છે. બધા લખી રહ્યા હતા, 'જુઓ, આને આદર કહેવાય'. બાસિત અલીએ વધુમાં કહ્યું કે, આ વ્યક્તિ (વિરાટ કોહલી) IPLમાં દિલ્હી માટે કેમ નથી રમતો, તે RCB માટે કેમ રમે છે? તે પોતાના જૂના મિત્રો અને લોકો સાથે મજા કરી રહ્યો હતો. ચાહકો ફક્ત તેમના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા હતા અને સતત 7 કલાક સુધી 'કોહલી, કોહલી'ના નારા લગાવતા રહ્યા.

અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં રમાયેલી આ મેચમાં વિરાટ કોહલીના કારણે જ ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી. આ અંગે DDCAના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 30 વર્ષના કરિયરમાં પહેલીવાર તેમણે રણજી મેચમાં આટલી મોટી ભીડ જોઈ છે અને તે ફક્ત કોહલીના કારણે જ શક્ય બન્યું છે. દરમિયાન, DDCAના પ્રમુખ રોહન જેટલીએ કોહલીના કારણે ચાહકો માટે સ્ટેડિયમમાં મફતમાં મેચ જોવાની વ્યવસ્થા કરી હતી. મેચના દિવસોમાં, કોહલીને જોવા માટે સવારે 5 વાગ્યાથી જ અરુણ જેટલી સ્ટેડિયમના દરવાજા પર કતારો જોવા મળતી હતી. જોકે, કોહલી આ મેચમાં ફક્ત એક જ ઇનિંગ રમી શક્યો અને 6 રન બનાવીને આઉટ થયો હતો.

About The Author

Related Posts

Top News

ભારત આવતા 2 જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે પસાર થયા: ભારત સરકાર

વધતા વૈશ્વિક તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) લઈને ભારત આવી રહેલા બે...
National 
ભારત આવતા 2 જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે પસાર થયા: ભારત સરકાર

શું તમે પણ વાર્ષિક FASTag ટોલ પાસ કઢાવ્યો છે, તો ભાવ વધી ગયા છે, હવે 3000 રૂપિયા નહીં પણ...

જો તમે અવારનવાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરો છો અને વાર્ષિક ટોલ પાસ બનાવી રાખ્યો છે, તો તમારે હવે ...
National 
શું તમે પણ વાર્ષિક FASTag ટોલ પાસ કઢાવ્યો છે, તો ભાવ વધી ગયા છે, હવે 3000 રૂપિયા નહીં પણ...

સલમાન આઘાના રન-આઉટ પર આટલો બધો હોબાળો કેમ? 78 વર્ષમાં થયેલા આ 4 વિવાદો આખી વાત સમજાવી દેશે

ક્યારેક, એક નાનો નિર્ણય ક્રિકેટ મેદાન પર મોટો વિવાદ બની શકે છે. શુક્રવાર, 13 માર્ચે, મીરપુર (ઢાકા)ના...
Sports 
સલમાન આઘાના રન-આઉટ પર આટલો બધો હોબાળો કેમ? 78 વર્ષમાં થયેલા આ 4 વિવાદો આખી વાત સમજાવી દેશે

વિધાનસભામાં ઉઠ્યો બાળકોના કુપોષણ અને વિધવા સહાય યોજનાનો મુદ્દો, મનીષા વકીલ-જિગ્નેશ મેવાણી સામ-સામે

ગુજરાત વિધાનસભાની બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થઈ હતી. આ દરમિયાન વિધાનસભામાં મહિલા અને બાળ વિકાસ વિભાગને લગતા પ્રશ્નો દરમિયાન કુપોષણ...
Gujarat 
વિધાનસભામાં ઉઠ્યો બાળકોના કુપોષણ અને વિધવા સહાય યોજનાનો મુદ્દો, મનીષા વકીલ-જિગ્નેશ મેવાણી સામ-સામે
Copyright (c) Khabarchhe All Rights Reserved.