- Sports
- IPL 2024: GTએ મોહમ્મદ શમી અને MIએ મદુશંકાની જગ્યાએ આ ખેલાડીઓને લીધા
IPL 2024: GTએ મોહમ્મદ શમી અને MIએ મદુશંકાની જગ્યાએ આ ખેલાડીઓને લીધા

ગુજરાત ટાઈટન્સ (GT)એ ધાકડ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે. ઇજાના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં નહીં રમી શકે. ગુજરાતે મોહમ્મદ શમીની જગ્યાએ કેરળના સંદીપ વારિયરને ટીમમાં સામેલ કર્યો છે. તેણે IPLમાં કુલ 5 મેચ રમી છે. તે IPLમાં છેલ્લી વખત વર્ષ 2021માં મેદાન પર ઉતર્યો હતો. શમીએ IPL 2023માં 28 વિકેટ લઈને પર્પલ કેપ પોતાના નામે કરી હતી. તો મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ ઇજાગ્રસ્ત દિલશાન મદુશંકાની જગ્યાએ દક્ષિણ આફ્રિકાના 17 વર્ષીય પેસર ક્વેના મફાકાને ટીમ સાથે જોડ્યો છે.
શ્રીલંકન ફાસ્ટ બોલર મદુશંકા બાંગ્લાદેશ સામેની સીરિઝમાં ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. IPLની 17મી સીઝનની શરૂઆત 22 માર્ચથી શરૂ થવા જઇ રહી છે. IPLએ બુધવારે નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, ગુજરાત ટાઈટન્સે શમીના રિપ્લેસમેન્ટના રૂપમાં 32 વર્ષીય ફાસ્ટ બોલર સંદીપ વારિયરને જોડ્યો છે. શમીએ હાલમાં જ એડીની સફળતાપૂર્વક સર્જરી કરાવી છે અને રિકવર થઈ રહ્યો છે. સંદીપ વારિયર 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝ પર ગુજરાતની ટીમમાં સામેલ થયો છે.
? UPDATE ?@gujarat_titans name Sandeep Warrier as replacement for Mohd. Shami; @mipaltan add Kwena Maphaka to squad for the injured Dilshan Madushanka.
— IndianPremierLeague (@IPL) March 20, 2024
Details ? #TATAIPLhttps://t.co/hz4mEzdVNb
બીજી તરફ મદુશંકા ઇજાગ્રસ્ત થવાના કારણે આગામી સીઝનથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ આફ્રિકન ફાસ્ટ બોલર માફાકા 50 લાખ રૂપિયામાં મુંબઇનો હિસ્સો બનશે. ઉલ્લેખનીય છે કે, મફાકાને અંડર-19 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 21 વિકેટ લીધી હતી. તેને 2 વખત 5-5 વિકેટ લીધી હતી અને એક વખત 6 વિકેટ પોતાના નામે કરી હતી.
ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ શમી છેલ્લી વખત વન-ડે વર્લ્ડ કપ 2023માં મેદાનમાં ઉતર્યો હતો. તેણે વર્લ્ડ કપમાં ધારદાર બોલિંગ કરતા 7 મેચમાં 24 વિકેટ લીધી હતી. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર રહ્યો. તે પેન કિલર લઈને ભારત માટે મેચ રમ્યો હતો. શમી ઇજાથી સારો થવા માટે જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયે લંડન ગયો હતો. ડૉક્ટરોએ પહેલા ઇન્જેક્શનથી ટ્રીટમેન્ટ કરી. શમીને જ્યારે ઇન્જેક્શનથી ફાયદો ન થયો તો સર્જરી કરાવવી પડી.
શમીને ફિટ થતા ઘણો સમય લાગશે. તે T20 વર્લ્ડ કપ 2024થી પણ બહાર થઈ ગયો છે, જેનું આયોજન વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકાની સંયુક્ત મેજબાનીમાં જૂનમાં આયોજિત થવાનો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે થોડા દિવસ અગાઉ તેની પુષ્ટિ કરી હતી. મોહમ્મદ શમી બાંગ્લાદેશ વિરુદ્ધ ઘરેલુ ટેસ્ટ સીરિઝમાં ભારત માટે રમી શકે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સીરિઝ આ વર્ષે સપ્ટેમ્બરમાં આયોજિત થવાની છે.