રિકી પોન્ટિંગની જગ્યાએ કોઈ બીજું હોતે તો માથું ફોડી નાખતઃ શોએબ અખ્તર

પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ એખ્તરે પોતાના કરિયર દરમિયાન બોલથી કહેર મચાવી રાખ્યો હતો. શોએબ અખ્તરની આગ જેવી બોલે ઘણા બેટ્સમેનોને હેરાન કર્યા છે. આ વચ્ચે તેણે એક જૂનો કિસ્સો યાદ કર્યો છે, જેમાં તેનો મુકાબલો ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ સાથે થયો હતો. શોએબ અખ્તરે એક ઈન્ટરવ્યુ દરમિયાન વર્ષ 1999માં પર્થના રમાયેલી મેચને યાદ કરી હતી. જ્યારે શોએબ અખ્તરે રિકી પોન્ટિંગને એક ખતરનાક બાઉન્સર બોલ નાખી હતી.

આ સીરિઝમાં પાકિસ્તાન બે મેચ હારી ચૂકી હતી તે સમયે શોએબ અખ્તરે પર્થમાં ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેનને પોતાનો નિશાનો બનાવવાનું શરૂ કરી દીધું હતું. શોએબ અખ્તરે કહ્યું હતું કે ટેસ્ટ મેચ દરમિયાન મને લાગ્યું હતું કે કોઈને દર્દ પહોંચાડીએ. આથી મેં ઘણી સ્પીડથી બોલ ફેંકવાનું શરૂ કર્યું હતું. હું જોવા ઈચ્છતો હતો કે શું રિકી પોન્ટિંગ મારી સ્પીડને ઝેલી શકશે. પૂર્વ પાકિસ્તાની બોલરે કહ્યું કે આ જ કારણ હતું કે મેં બાઉન્સર બોલ નાખવાનું શરૂ કરી દીધું જેથી હું તેને મારી પેસથી બીટ કરી શકું. શોએબ અખ્તરે આગળ કહ્યું છે કે રિકી પોન્ટિંગના બદલે જો કોઈ બીજો બેટ્સમેન હોતે તો કદાચ હું તેનું માથું પણ ફોડી ચૂક્યો હોતે કારણ કે તે બોલ એટલી સ્પીડે હતી કે કોઈના માટે પણ તેને રમવું સરળ ન હતું.

આ સ્પેલનો એક વીડિયો રિકો પોન્ટિંગ પણ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર થોડા સમય પહેલા શેર કરી ચૂક્યો છે. આ સ્પેલનો વીડિયો ટ્વીટ કરીને રિકી પોન્ટિંગે લખ્યું છે-શોએર અખ્તરનો આ સ્પેલ અત્યાર સુદીનો સૌથી ખતરનાક સ્પેલ હતો, જેને હું રમ્યો છું. 

Related Posts

Top News

ક્ષત્રિય સમાજનો ઇતિહાસ કહેવામાં ભાજપ નેતા વિવાદમાં સપડાયા

લોકસભા 2024ની ચૂંટણી પહેલા પરષોત્તમ રૂપાલાના રાજકોટમાં ક્ષત્રિય સમાજ વિશેના નિવેદને કારણે ભારે ભડકો થયો હતો. હવે ભાજપ નેતા જયરાજસિંહ...
Gujarat 
ક્ષત્રિય સમાજનો ઇતિહાસ કહેવામાં ભાજપ નેતા વિવાદમાં સપડાયા

દિલ્હી-NCRના તમામ રખડતા કૂતરાંઓને શેલ્ટર હોમમાં મોકલો: સુપ્રીમ કોર્ટ

રખડતા કૂતરાંઓનો સમસ્યાનો સામનો કરી રહેલા દિલ્હીવાસીઓ માટે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યુ કે, 8 સપ્તાહની અંદર...
National 
દિલ્હી-NCRના તમામ રખડતા કૂતરાંઓને શેલ્ટર હોમમાં મોકલો: સુપ્રીમ કોર્ટ

પાટીદારોની ચીમકી, બિન અનામતના હોદ્દા ભરો નહીં તો આંદોલન કરીશું

ગુજરાતમાં જ્યારે પાટીદાર અનામ આંદોલન પછી સરકારે પાટીદારોની માંગણી સ્વીકારી તે સમયે આર્થિક રીતે નબળા વર્ગો માટે EWSની જાહેરાત...
Gujarat 
પાટીદારોની ચીમકી, બિન અનામતના હોદ્દા ભરો નહીં તો આંદોલન કરીશું

પાટીદારો 100 કાર લઇને આવી શકતા હોય તો આપણે રબારી સમાજ...

સૌરાષ્ટ્રના વલ્લભીપુરમાં 7 ઓગસ્ટના દિવસે એક ખેડુતને માર મારવાની ઘટના પછી સુરતથી પાટીદાર સમાજના લોકો 100થી વધુ કાર લઇને વલ્લભીપુરના...
Gujarat 
પાટીદારો 100 કાર લઇને આવી શકતા હોય તો આપણે રબારી સમાજ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.