શું ઈજાગ્રસ્ત ક્રિસ વોક્સ ઓવલ ટેસ્ટમાં બેટિંગ કરી શકે છે? શું કહે છે ICCનો નિયમ!

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ટેસ્ટ મેચ ખૂબ જ રોમાંચક સ્થિતિમાં છે. ચોથા દિવસે રમતના અંતે, ઇંગ્લેન્ડે પોતાની બીજી ઇનિંગમાં 6 વિકેટે 339 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડની ટીમ જીતથી 35 રન દૂર છે. જ્યારે ભારતીય ટીમે આ મેચ જીતીને 5 મેચની ટેસ્ટ સીરિઝ 2-2થી બરાબર કરવી હોય તો બાકીની વિકેટો લેવી પડશે.

Chris Woakes
x.com/SinghNiranjan2

ઓવલ ટેસ્ટ મેચના પાંચમા દિવસે જોવા જેવી વાત એ છે કે જરૂર પડ્યે ઇંગ્લેન્ડનો ખેલાડી ક્રિસ વોક્સ બેટિંગ કરવા માટે ઉતરશે કે નહીં. ફાસ્ટ બોલર ક્રિસ વોક્સને રમતના પહેલા દિવસે ફિલ્ડિંગ કરતા ડાબા ખભામાં ઈજા થઈ હતી. વોક્સના ખભામાં ફ્રેક્ચરની શક્યતા છે. ઈજાગ્રસ્ત થવા અગાઉ તેણે પહેલી ઇનિંગમાં 14 ઓવર બોલિંગ કરી હતી. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ કહ્યું હતું કે ક્રિસ વોક્સ હવે આ મેચનો હિસ્સો નથી.

https://twitter.com/englandcricket/status/1952044091077722427

ત્યારબાદ ક્રિસ વોક્સ ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગમાં બેટિંગ કરવા આવ્યો નહોતો. આ કારણે, ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગ 247/9ના સ્કોર પર જ સમેટાઇ ગઈ હતી. ત્યારબાદ ક્રિસ વોક્સે ભારતની બીજી ઇનિંગમાં એક પણ ઓવર બોલિંગ કરી નહોતી. બીજી ઇનિંગમાં, મેજબાન ઇંગ્લેન્ડને સ્પષ્ટ ક્રિસ વોક્સની ખોટ વર્તાઇ. ક્રિસ વોક્સની ગેરહાજરીમાં અન્ય ફાસ્ટ બોલરો ગુસ એટકિન્સન, જોશ ટંગ અને જેમી ઓવરટનને વધુ બોલિંગ કરવી પડી હતી.

જોકે, ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં જ્યારે જો રૂટ આઉટ થયો, ત્યારે ક્રિસ વોક્સને સ્ક્રીન પર બતાવવામાં આવ્યો. ક્રિસ વોક્સ ઇંગ્લેન્ડની જર્સીમાં જોવા મળ્યો હતો. એવામાં અપેક્ષા રાખવામાં આવે છે કે જો જરૂર પડે તો વોક્સ પાંચમા દિવસે બેટિંગ કરવા આવશે. હવે સવાલ એ છે કે શું વોક્સને બીજી ઇનિંગમાં બેટિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે? તો જવાબ છે - હા.

surat
news18.com

ક્રિસ વોક્સને બેટિંગ કરતા રોકવા માટેનો કોઈ નિયમ નથી. એટલે કે, જો ઇંગ્લેન્ડને જરૂર હોય, તો ક્રિસ વોક્સ બેટિંગ કરવા આવી શકે છે. ICCના નિયમો અનુસાર, વોક્સ પાંચમી વિકેટ પડે તે અગાઉ બેટિંગ કરવા આવી શકતો નહોતો કારણ કે તે ભારતીય ટીમના બીજી ઇનિંગમાં મેદાન પર જોવા મળ્યો નહોતો. ઈંગ્લેન્ડે હવે 6 વિકેટ ગુમાવી દીધી છે, એવામાં ક્રિસ વોક્સ 9મા, 10મા કે 11મા નંબરે બેટિંગ કરવા માટે લાયક છે.

અનુભવી બેટ્સમેન જો રૂટે ક્રિસ વોક્સને લઈને અપડેટ આપ્યું છે કે જો જરૂર પડવા પર બેટિંગ કરશે. જો રૂટે ચોથા દિવસના અંત બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘તમે તેને સફેદ જર્સીમાં જોયો. ક્રિસ વોક્સ સંપૂર્ણ રીતે મેદાનમાં છે, જેમ અમે બધા છીએ. આ એક એવી સીરિઝ રહી છે જ્યાં ખેલાડીઓએ પોતાનો જીવ જોખમમાં મૂકવો પડ્યો છે.' જો રૂટે ક્રિસ વોક્સના જુસ્સાની તુલના ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત સાથે કરતા કહ્યું કે, ‘આશા છે કે વાત ત્યાં સુધી ન પહોંચે, પરંતુ ક્રિસ વોક્સે કેટલાક થ્રોડાઉન જરૂર કર્યા છે અને જો જરૂર પડી તો તે તૈયાર છે. તેણે જે ઝીલ્યૂ છે ત્યારબાદ તે ખૂબ દર્દમાં છે. આપણે આ સીરિઝમાં અન્ય ખેલાડીઓને પણ જોયા છે. કેટલાક તૂટેલા પગ સાથે રમી રહ્યા છે, કેટલાક સતત બોલનો સામનો કરી રહ્યા છે. આ બધા છતા, તે સ્પષ્ટ છે કે ખેલાડીઓ માટે તે કેટલી મહત્ત્વની છે.

તમને જણાવી દઈએ કે, ઈજાગ્રસ્ત ક્રિસ વોક્સની જગ્યાએ ઈંગ્લેન્ડ માટે બીજો કોઈ બેટ્સમેન બેટિંગ કરી નહીં શકે. ક્રિસ વોક્સને ખભામાં ઈજા થઈ છે. માથા કે આંખની ઈજા માટે જ કન્કશન સબસ્ટિટ્યૂટનો ઉપયોગ કરી શકાય છે. કન્કશન સબસ્ટિટ્યૂટનો ઉપયોગ ત્યારે જ કરી શકાય છે, જ્યારે ઈજાગ્રસ્ત ખેલાડી કન્કશન ટેસ્ટમાં નિષ્ફળ જાય. કન્કશન સબસ્ટિટ્યૂટને બેટિંગ અથવા બોલિંગ કરવાની મંજૂરી હોય છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.