- Sports
- Video: ઓવલ ટેસ્ટના બીજા દિવસે જયસ્વાલ સામે સ્પિનર ન લાવવા પડે એટલે ઈંગ્લેન્ડનો કેપ્ટન ખોટું બોલ્યો
Video: ઓવલ ટેસ્ટના બીજા દિવસે જયસ્વાલ સામે સ્પિનર ન લાવવા પડે એટલે ઈંગ્લેન્ડનો કેપ્ટન ખોટું બોલ્યો
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લંડનના ધ ઓવલ મેદાન પર રમાઈ રહેલી તેંદુલકર-એન્ડરસન ટ્રોફીની પાંચમી ટેસ્ટ રસપ્રદ બની ગઈ છે. ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 224 રન બનાવ્યા હતા, ત્યારબાદ ઇંગ્લેન્ડની ટીમ 247 રન પર સામાન્ય લીડ સાથે સમેટાઇ ગઈ હતી. ત્યારબાદ, બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવીને 75 રન બનાવી લીધા છે.
બીજા દિવસે (શુક્રવારે) એટલે કે 1 ઑગસ્ટના રોજ રમત બંધ કરવામાં આવી તો, અમ્પાયરોએ ખરાબ પ્રકાશનો સંદર્ભ આપ્યો હતો. રમત સમાપ્ત થવાના લગભગ 15 મિનિટ અગાઉ, ઓલી પોપ અને અમ્પાયર કુમાર ધર્મસેના વચ્ચે વાતચીત થઈ હતી. લાઇટ મીટર કાઢવામાં આવ્યા, જ્યાં પ્રકાશ ઓછો જોવા મળ્યો. તેના પર અમ્પાયરોએ તેમને માત્ર સ્પિન બોલિંગનો વિકલ્પ આપ્યો હતો, પરંતુ તેમણે ના પાડી દીધી હતી. સમય ઓવરટાઇમનો હતો, એટલે સ્ટમ્પની જાહેરાત કરી દેવામાં આવી.
યશસ્વી જાયસ્વાલ જે રીતે ખૂલીને અને નિર્ભયતાથી રમી રહ્યો હતો. એવામાં, પોપ યશસ્વી જાયસ્વાલ સામે પેસ આક્રમણ લાવવા માગતો હતો. તે સ્પિનરો લાવતા ડરી રહ્યો હતો. જ્યારે ઇંગ્લિશ ટીમમાં જો રૂટ, હેરી બ્રૂક અને જેકબ બેથેલ સ્પિન બોલિંગના વિકલ્પો હતા. પોપ સારી રીતે જાણતો હતો કે જો યશસ્વી સામે સ્પિનરો આવશે, તો તે નિશ્ચિત તેમની સામે ચાન્સ લેશે, ભલે બોલ આકાશ દીપના સ્લોટમાં આવે તો પણ તે કદાચ રમવાનું ન ચૂકતો, એવામાં પોપે મેદાન છોડવામાં જ પોતાની ભલાઈ સમજી.
https://twitter.com/SonySportsNetwk/status/1951370229465993641
આ દરમિયાન, જ્યારે ધર્મસેનાએ તેને કહ્યું કે, તમે માત્ર સ્પિનરો પાસે જ બોલિંગ કરાવી શકો છો, નહિતર આજની (1 ઓગસ્ટ) રમત સમાપ્ત માનવામાં આવશે. તો પોપે સ્પિનરો લાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. ઓલી પોપ આ દરમિયાન કહેતો સંભળાયો કે અમારી પાસે સ્પિનરો નથી. જોકે, બાદમાં તેણે કહ્યું કે હું મજાક કરી રહ્યો છું.
ભારતે દિવસનો અંત 52/2ની લીડ સાથે કર્યો. સાઈ સુદર્શન (11) છેલ્લી ઓવરોમાં આઉટ થઈ ગયો હતો, પરંતુ આ વિકેટ પણ પીચના અજીબ વ્યવહારને કારણે પડી ગઈ હતી, કારણ કે જે બોલ પર સાઈ આઉટ થયો હતો તે બોલ ખૂબ જ નીચો રહ્યો હતો. કેએલ રાહુલે 7 રન બનાવવા માટે 28 બોલનો સામનો કર્યો, ઘણી વખત બીટ થયો પરંતુ તે ટકી રહ્યો, જે મહત્ત્વપૂર્ણ હતું. બીજી તરફ, યશસ્વી જાયસ્વાલે આક્રમક બેટિંગ કરી. તેણે 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા સાથે 51 રન બનાવ્યા બાદ નાઈટ વોચમેન આકાશ દીપ (4) સાથે પીચ પર ટકી રહ્યો છે. આજે આ બંને બેટ્સમેન શરૂઆત કરશે. પીચનો વ્યવહાર જોતા અને બીજા દિવસે જે રીતે 16 વિકેટ પડી તેને જોતા એવું લાગી રહ્યું છે કે મેચ પાંચમા દિવસ સુધી નહીં જાય.

