- Sports
- ગંભીરે પીચ બનાવનાર સાથે કેમ ઝઘડો કર્યો? બેટિંગ કોચે સંભળાવ્યો આખો કિસ્સો
ગંભીરે પીચ બનાવનાર સાથે કેમ ઝઘડો કર્યો? બેટિંગ કોચે સંભળાવ્યો આખો કિસ્સો
ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરની લંડનના ઓવલમાં પીચ ક્યૂરેટર સાથે તું-તું-મેં-મેંનો મામલો વધુ ગંભીર બનતો જઇ રહ્યો છે. આ ઘટના મંગળવારે ભારતના પ્રેક્ટિસ સેશન દરમિયાન બની હતી, પરંતુ હવે ભારતીય ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે આ આખી ઘટના કેવી રીતે બની અને શા માટે બહેસ થઈ તેની આખી કહાની બતાવી છે.
ભારતના બેટિંગ કોચ સિતાંશુ કોટકે કહ્યું કે, 'જ્યારે અમે પીચ જોવા ગયા હતા, ત્યારે તેણે એક વ્યક્તિને એ સંદેશ આપવા માટે મોકલ્યો કે આપણે પીચથી 2.5 મીટર દૂર રહેવું જોઈએ. એ થોડું હેરાન કરી દેનારું હતું. અમે માત્ર જોગર્સ (રબરના શૂઝ) પહેરીને હતા. સ્થિતિ થોડી અજીબ થઈ ગઈ. અમે જાણીએ છીએ કે ક્યૂરેટર્સ તેમના ચોરસ અને મેદાન પ્રત્યે થોડા વધુ સંવેદનશીલ અને સ્વામિત્વભાવ રાખનારા હોય છે.'
https://twitter.com/ANI/status/1950170367630123057
કોટકે કહ્યું કે, 'તેમણે હેડ કોચ બાબતે જે કહ્યું તે તેમનો અભિપ્રાય છે, અને હું તેના પર ટિપ્પણી કરવા માગતો નથી. રબરના સ્પાઇક્સ સાથે વિકેટ જોવામાં કંઈ ખોટું નથી. ક્યૂરેટરે સમજવું પડશે કે, તે જે લોકો સાથે વાત કરી રહ્યો છે તેઓ ખૂબ જ કુશળ અને બુદ્ધિમાન લોકો છે. જ્યારે તમે ખૂબ જ કુશળ અને બુદ્ધિમાન લોકો સાથે વાત કરો છો, જો તમે થોડા ઘમંડી લાગો છો... તો તમે રક્ષણાત્મક થઈ શકો છો, પરંતુ આખરે તે ક્રિકેટ પીચ છે, તે કોઈ જૂની વસ્તુ નથી જેને તમે સ્પર્શી ન શકો કેમ કે તે 200 વર્ષ જૂની છે અને તૂટી જશે.’
ગંભીર Vs પીચ ક્યૂરેટર: બહેસમાં શું કહેવામાં આવ્યું
ક્યૂરેટર: ‘ગાળો ન આપો, જો તમે ફરીથી ગાળો ન આપશો તો હું મેચ રેફરીને ફરિયાદ કરી દઇશ.
ગંભીર: જા અને રિપોર્ટ કર, જે કરવું હોય તે કર, અત્યારે જ નીકળી જા.
કોટક અને ક્યૂરેટર એક-બીજા સાથે વાત કરે છે (વાતો સ્પષ્ટ નથી).
ગંભીર (કોટકને): તેને કહો, તેને કહો જતો રહે, રેફરીને રિપોર્ટ કરી દે. તેની સાથે વાત ન કરો.
ક્યૂરેટર: (કંઈ સંભળાતું નથી)
ગંભીર: તું બંધ કર. અમને ન બતાવ કે શું કરવાનું છે. એ તું નક્કી નહીં કરે.
ક્યૂરેટર: (કંઈ સંભળાતું નથી)
ગંભીર: તું અમને કંઈ ન કહે. અમને બતાવવાનો તને કોઈ અધિકાર નથી. તું માત્ર એક ગ્રાઉન્ડ્સમેન છે. તારી મર્યાદામાં રહો.’
ક્યૂરેટર: (કંઈ સંભળાતું નથી)
ગંભીર: ‘તું માત્ર ગ્રાઉન્ડ્સમેન છે. કંઈ નહીં, માત્ર ગ્રાઉન્ડ્સમેન. તારી મર્યાદામાં રહે.’

