- Sports
- સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીની થઈ વાપસી, બની ગયો વાઇસ કેપ્ટન
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીની થઈ વાપસી, બની ગયો વાઇસ કેપ્ટન
ભારતની દક્ષિણ આફ્રિકા સામેની આગામી બે મેચની IDFC ફર્સ્ટ બેંક ટેસ્ટ સીરિઝ (IDFC First Bank Test Series) માટે સિનિયર મેન્સ સિલેક્શન કમિટી (Men’s Senior Selection Committee) દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમમાં રિષભ પંતની વાપસી થઈ છે અને તે વાઇસ કેપ્ટન ફરી બની ગયો છે. બૂમરાહનો પણ સમાવેશ કરાયો છે. ફરી એકવાર મોહમ્મદ શામીને પડતો મૂકવામાં આવ્યો છે.
સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતની ટેસ્ટ ટીમ:
શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર) (વાઇસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, આકાશ દીપ.
https://twitter.com/BCCI/status/1986045305553584639
સિલેક્શન કમિટીએ રાજકોટમાં દક્ષિણ આફ્રિકા A સામે રમાનારી ત્રણ મેચની વન-ડે સીરિઝ (one-day series) માટે પણ ભારત A ટીમની જાહેરાત કરી છે.
ભારત Aની વન-ડે ટીમ:
તિલક વર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, રિયાન પરાગ, ઈશાન કિશન (વિકેટકીપર), આયુષ બદોની, નિશાંત સિંધુ, વિપ્રાજ નિગમ, માનવ સુથાર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ખલીલ અહેમદ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર).

