કોહલીના ફોર્મ પર જાણો શું કહ્યું ઓસ્ટ્રેલિયન રિકી પોન્ટિંગે

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી તેની કારકિર્દીના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. વિરાટ કોહલી ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ત્રણેય ફોર્મેટમાં નિષ્ફળ રહ્યો હતો, અને હવે તેના ટીમમાં ટકી રહેવા પર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. કપિલ દેવ જેવા દિગ્ગજ ક્રિકેટર પણ વિરાટ કોહલીને ટીમમાંથી બહાર કાઢવાની માંગ કરી ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને પણ લાગે છે કે જો ભારત ઓસ્ટ્રેલિયામાં T20 વિશ્વ કપ માટે વિરાટ કોહલીને બહાર કાઢવાનો નિર્ણય કરે તો તેના માટે પુનરાગમન કરવું મુશ્કેલ થઈ જશે.

જોકે રિકી પોન્ટિંગ વિરાટ કોહલીના સમર્થનમાં ઊભા જોવા મળ્યા હતા. 2003 અને 2007માં ઓસ્ટ્રેલિયાની બે વિશ્વ કપ જીતના માટે સુકાની કરનાર રિકી પોન્ટિંગનું કહેવું છે કે ભારતે વિરાટ કોહલીનો આત્મવિશ્વાસ વધારવા માટે તેને તક આપતા રહેવું જોઈએ. રિકી પોન્ટિંગે એક રિપોર્ટમાં કહ્યું હતું કે 'જો તમે વિરાટ કોહલીને વિશ્વ કપ ટીમમાંથી બહાર કરી નાખો છો, તો ફરી તેનું પુનરાગમન કરવું મુશ્કેલ થઈ પડશે.'

આ દરમિયાન રિકી પોન્ટિંગે મોટું નિવેદન આપતા કહ્યું કે જો હું વિરોધી ટીમનો કેપ્ટન હોત તો મને ભારતીય ટીમ સાથે રમવાનો ભય લાગતો હોત, કારણ કે સામેની ટીમમાં વિરાટ કોહલી છે. હું જાણું છું કે તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ તે ઘણીવાર થાય છે. બોલર હોય કે બેટ્સમેન, આવી પરિસ્થિતિઓ દરેકની સામે આવતી હોય છે.

તેણે એમ પણ જણાવ્યું હતું કે પસંદગીકારોએ ભારતના ઉચ્ચ ક્રમમાં વિરાટ કોહલી માટે એક સ્થાન શોધવું જોઈએ, અને T20 વિશ્વ કપ માટે ચેમ્પિયન બેટ્સમેનને પ્રોત્સાહન આપવું જોઈએ. એ પણ એ આશા સાથે કે તેને ટુર્નામેન્ટના નોકઆઉટ તબક્કા દરમિયાન પોતાનું સર્વશ્રેષ્ઠ ફોર્મ મળી રહે.

જોકે વિરાટ કોહલીને ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો પૂરેપૂરો સાથ સહકાર મળી રહ્યો છે. કેપ્ટન રોહિત શર્માનું કહેવું છે કે વિરાટ કોહલી ટીમની યોજનાનો એક ભાગ છે.

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજ ના મુહूર્તતારીખ -28-7-2025વાર - રવિવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ ચૌથ આજની રાશિ - સિંહ રાત્રિના 11:58...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન
Copyright (c) Khabarchhe All Rights Reserved.