- Sports
- શ્રીલંકા વિરુદ્ધ વન-ડે સીરિઝ અગાઉ ભારતીય ટીમને લાગ્યો ઝટકો, આ ખેલાડી થયો બહાર
શ્રીલંકા વિરુદ્ધ વન-ડે સીરિઝ અગાઉ ભારતીય ટીમને લાગ્યો ઝટકો, આ ખેલાડી થયો બહાર
શ્રીલંકા વિરુદ્ધ વન-ડે સીરિઝ શરૂ થવાના બરાબર એક દિવસ અગાઉ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઇજા બાદ વાપસી કરી રહેલો ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ હવે આ વન-ડે સીરિઝથી બહાર થઇ ગયો છે. જસપ્રીત બૂમરાહને પહેલા આ સીરિઝનો હિસ્સો બનાવવામાં આવ્યો નહોતો, પરંતુ ત્યારબાદ તેને ટીમમાં સામેલ કરી લેવામાં આવ્યો. હવે ફરી એક વખત તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જસપ્રીત બૂમરાહ અત્યારે બાકી ખેલાડીઓ સાથે ગુવાહાટી પહોંચ્યો નથી, જ્યાં ભારતીય ટીમે 10 જાન્યુઆરીના રોજ પહેલી વન-ડે રમવાની છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા 3 જાન્યુઆરીના રોજ વન-ડે ટીમમાં બદલાવ કરવામાં આવ્યો હતો, ત્યારે શ્રીલંકા વિરુદ્ધ થઇ રહેલી આ સીરિઝમાં જસપ્રીત બૂમરાહને સામેલ કરવામાં આવ્યો હતો. એ દરમિયાન લાગ્યું કે તે પૂરી રીતે ફૂટ થઇ ગયો છે અને રમવા માટે તૈયાર છે, પરંતુ વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા BCCI કોઇ પણ રિસ્ક લેવા માગતુ નથી. આ જ કારણ છે કે છેલ્લી ઘડીએ જસપ્રીત બૂમરાહને સીરિઝથી બહાર કરી દેવામાં આવ્યો છે, જેથી કોઇ પણ પ્રકારની ઉતાવળ ન થાય અને તેને વાપસી માટે પૂરો સમય મળે.
પહેલા જ રિષભ પંત અકસ્માતના કારણે ઇજાગ્રસ્ત છે અને તેના વર્લ્ડ કપમાં સામેલ થવા પર પણ સંશય યથાવત છે. ઉલ્લેખનીય છે કે જસપ્રીત બૂમરાહ સપ્ટેમ્બર 2022થી ક્રિકેટ એક્શનથી દૂર છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરમાં ત્યારે T20 સીરિઝ રમાઇ હતી, જેમાં જસપ્રીત બૂમરાહે હિસ્સો લીધો હતો. ત્યારબાદ તે ઇજાના કારણે ટીમથી બહાર જ રહ્યો. જસપ્રીત બૂમરાહે એશિયા કપ, T20 વર્લ્ડ કપ 2022,આ હિસ્સો લીધો નહોતો.

વન-ડે સીરિઝ માટે બંને દેશોની ટીમ:
ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, કે.એલ. રાહુલ (વિકેટકીપર), વિરાટ કોહલી, શુભમન ગિલ, અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર, હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.
શ્રીલંકન ટીમ:
દાસુન શનાકા (કેપ્ટન), નુવાનિદુ ફર્નાંન્ડો, આવિષ્કા ફર્નાન્ડો, આશેન બંડારા, પાથુમ નિસંકા, ધનંજય ડિસિલ્વા, ચરિત અસલંકા, ચમિકા કરુણારત્ને, કુસાલ મેન્ડિસ (વિકેટકીપર), સદીરા સમરવિક્રમા (વિકેટકીપર), દિલશાન મદૂશંકા, પ્રમોદ મદૂશન, ડુનિથ વેલાલેજ, જેફરી વેન્ડરસે, કાસુન રજિથા, લાહીરૂ કુમારા અને મહિષ તીક્ષ્ણા.

