- Sports
- IPL 2023માં પાકિસ્તાને ઊભી કરી અડચણ! PCBએ પોતાના શિડ્યૂલમાં કર્યો બદલાવ
IPL 2023માં પાકિસ્તાને ઊભી કરી અડચણ! PCBએ પોતાના શિડ્યૂલમાં કર્યો બદલાવ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અવારનવાર પોતાની હરકતોના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ PSLની આઠમી સિઝન પૂર્ણ થયા બાદ PCBના ચેરમેનનો કાર્યભાર સંભાળી રહેલા નઝમ સેઠીએ ડિજિટલ વ્યૂઅરશિપમાં IPLને પછાડવાનું હાસ્યાસ્પદ નિવેદન આપ્યું હતું. હવે PCBએ અચાનક કંઈક એવુ કર્યું છે જેના કારણે ક્યાંક ને ક્યાંક IPLમાં અડચણ આવી શકે છે. ન્યૂઝીલેન્ડની ટીમે પાકિસ્તાન વિરુદ્ધ એપ્રિલમાં પાંચ T20 અને પાંચ વનડે મેચોની સીરિઝ રમવાની છે. દરમિયાન IPL પણ ચાલી રહી હશે, જેની શરૂઆત 31 માર્ચથી થઈ જશે.
એવામાં ન્યૂઝીલેન્ડના ઘણા સ્ટાર ખેલાડી જે IPLમાં પણ ટીમોનો પ્રમુખ હિસ્સો છે તેમણે પોતાના દેશ માટે રમવુ પડશે અને તેઓ IPLની ટીમો સાથે મોડેથી જોડાઈ શકે છે. જોકે, હાલ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ તરફથી તેના પર કોઈ અપડેટ નથી આવ્યું. પરંતુ, સીરિઝનું શિડ્યૂલ છે તે ખૂબ જ અપડેટ છે. હવે તો વનડે અને T20 બંને સીરિઝના શિડ્યૂલમાં બદલાવ પણ કરી દેવામાં આવ્યો છે. T20 સીરિઝનું શિડ્યૂલ એક-એક દિવસ આગળ વધી ગયુ છે. પહેલા સીરિઝ 13થી 23 એપ્રિલની વચ્ચે રમાવાની હતી. પરંતુ, તે હવે 14થી 24 એપ્રિલ સુધી સીરિઝને રિશિડ્યૂલ કરવામાં આવી છે.
નવા કાર્યક્રમ અનુસાર, હવે T20 સીરિઝની પહેલી મેચ 13ના બદલે 14 એપ્રિલે રમાશે. જ્યારે છેલ્લી મેચ 23ને બદલે 24 એપ્રિલના રોજ રમાશે. તેમજ, બીજી, ત્રીજી અને ચોથી મેચ ક્રમશઃ 15, 17 અને 20 એપ્રિલે રમાશે. આ ઉપરાંત, વનડે સીરિઝના કાર્યક્રમમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. તે અનુસાર, આ સીરિઝ શરૂ અને પૂર્ણ પોતાની જૂની તારીખો પ્રમાણે જ થશે. પહેલી વનડે મેચ 26 એપ્રિલે રમાશે જ્યારે પાંચમી વનડે 7 મેના રોજ રમાશે. જ્યારે બીજી, ત્રીજી અને ચોથી વનડેની તારીખોમાં બદલાવ કરતા ક્રમશઃ 30 એપ્રિલ, 3 મે અને 5 મે ના રોજ ફાઇનલ કરવામાં આવી છે.
There has been some changes made to the schedule for New Zealand's upcoming white-ball tour of Pakistan ?https://t.co/yN70imIaUW
— ICC (@ICC) March 21, 2023
14 એપ્રિલથી 7 મે સુધી ન્યૂઝીલેન્ડને વ્હાઇટ બોલ સીરિઝ પાકિસ્તાનમાં રમાવાની છે. તેમજ, ન્યૂઝીલેન્ડના કેટલાક સ્ટાર ખેલાડી જેવાકે કેન વિલિયમસન (ગુજરાત ટાઇટન્સ), ટિમ સાઉદી (KKR), માઇકલ બ્રેસવેલ (RCB), મિચેન સેંટનર (CSK), ડેવોન કોન્વે (CSK), ફિન એલન (RCB) અને લોકી ફર્ગ્યુસન (ગુજરાત ટાઇટન્સ) પોતાના દેશ માટે રમવા માટે બાધ્ય હોઈ શકે છે. એવામાં IPL ફ્રેન્ચાઈઝીસને સીઝનમાં નુકસાન પહોંચી શકે છે.
? Revised schedule of New Zealand’s white-ball tour of Pakistan #PAKvNZ | #BackTheBoysInGreen pic.twitter.com/ypG9ml31sy
— Pakistan Cricket (@TheRealPCB) March 20, 2023
જોકે, અત્યારસુધી આ સીરિઝ માટે ન્યૂઝીલેન્ડની સ્ક્વોર્ડ પસંદ કરવામાં નથી આવી. તે પહેલા શ્રીલંકા વનડે સીરિઝ બાદ સાઉદી અને વિલિયમસનને બોર્ડ દ્વારા જલ્દી રીલિઝ કરવાની વાત કહેવામાં આવી હતી. પરંતુ, પાકિસ્તાન વિરુદ્ધ આગામી સીરિઝ પર કોઈ પણ સ્થિતિ સ્પષ્ટ નથી. હવે જોવુ એ રહેશે કે ન્યૂઝીલેન્ડ પોતાની જૂનિયર સ્ક્વોર્ડ આ સીરિઝ માટે પસંદ કરે છે કે પછી કેટલાક સીનિયર ખેલાડીઓએ IPL છોડીને આવવુ પડશે.