29 વર્ષની ઉંમરમાં નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, લખી ભાવુક નોટ

વેસ્ટ ઈન્ડીઝના  બેટ્સમેન નિકોલસ પૂરને મંગળવાર, 10 જૂન 2025ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી. આ નિર્ણયથી બધા હેરાન છે, કારણ કે તેની ઉંમર માત્ર 29 વર્ષ છે. તેણે એક ભાવુક નોટ શેર કરતા તેની જાણકારી આપી. નિકોલસ પૂરને કહ્યું કે, ‘તેણે સંન્યાસ લેવા અગાઉ ખૂબ વિચાર્યું, ચિંતન કર્યું અને પછી ભારે મન સાથે આ નિર્ણય પર પહોંચ્યો કે હવે સમય આવી ગયો છે.

nicholas-pooran1
firstpost.com

 

તેણે લખ્યું કે, ‘આ રમત, જેને આપણે પ્રેમ કરીએ છીએ તેણે અમને ખૂબ ખુશી આપી છે અને આપતી રહેશે. ક્યારેય ભૂલાય નહીં તેવી યાદો અને વેસ્ટ ઈન્ડીઝના લોકોનું પ્રતિનિધિત્વ કરવાની તક. મરૂણ રંગ પહેરવો, રાષ્ટ્રગાન માટે ઉભા રહેવું અને દરેક વખત મેદાન પર પગ રાખતા જ પોતાનું 100 ટકા આપવું. મારા માટે તેનો શું અર્થ છે, તેને શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે. કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરવું મારા માટે હંમેશાં સન્માનની વાત રહેશે.'

https://www.instagram.com/p/DKsZCNgRUzQ/?utm_source=ig_web_copy_link

પૂરને પોતાના ફેન્સ માટે લખ્યું કે, ‘તમારા અતૂટ પ્રેમ બદલ આભાર. તમે મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો અને સારી પળોને ફેશન સાથે સેલિબ્રેટ કરી. પોતાના પરિવાર, મિત્રો અને સાથી ખેલાડીઓ માટે તેણે લખ્યું કે, ‘આ સફરમાં મારી સાથે ચાલવા માટે આભાર. તમારા વિશ્વાસ અને સમર્થને મને આ સફરમાં આગળ વધાર્યો. જો કે મારા કરિયરનો આ આંતરરાષ્ટ્રીય અધ્યાય બંધ થઈ ગયો છે, પરંતુ વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટ માટે મારો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય. હું ટીમની સફળતા સિવાય કંઈ ઇચ્છતો નથી.

nicholas-pooran
indiatoday.in

 

પૂરને વર્ષ 2016માં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, તેના 3 વર્ષ બાદ વર્ષ 2019માં તેણે વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું. તે વેસ્ટ ઈન્ડીઝ માટે ક્યારેય ટેસ્ટ રમ્યો નથી. તેના આંતરરાષ્ટ્રીય કરિયરમાં પૂરને 61 વન-ડે અને 106 T20 મેચ રમી હતી, જેમાં તેણે ક્રમશઃ 1983 અને 2275 રન બનાવ્યા. વન-ડે કરિયરમાં પૂરને 3 સદી અને 11 અડધી સદી ફટકારી, જ્યારે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે 13 અડધી સદી છે. 19 ડિસેમ્બર 2024ના રોજ બાંગ્લાદેશ સામેની T20 મેચ પૂરનની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ સાબિત થઈ.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.