- Sports
- એશિયા કપ અગાઉ રોહિત ફેમિલી સાથે તિરૂપતિ બાલાજી મંદિર પહોંચ્યો, જુઓ વીડિયો
એશિયા કપ અગાઉ રોહિત ફેમિલી સાથે તિરૂપતિ બાલાજી મંદિર પહોંચ્યો, જુઓ વીડિયો
એશિયા કપની શરૂઆત 30 ઑગસ્ટથી થઈ રહી છે. જો કે, ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 2 સપ્ટેમ્બરથી કરશે. ભારત અને પાકિસ્તાનની ટીમો 2 સપ્ટેમ્બરના રોજ સામસામે થશે. તો આ ટૂર્નામેન્ટ અગાઉ ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા પોતાના પરિવાર સાથે તિરૂપતિ બાલાજી મંદિર પહોંચ્યો હતો. આ દરમિયાન ભારતીય કેપ્ટન સાથે પત્ની રીતિકા સજદેહ અને દીકરી પણ નજરે પડી. સોશિયલ મીડિયા પર રોહિત શર્માનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

એ સિવાય યુઝર્સ કમેન્ટ્સ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રોહિત શર્માને જોવા માટે ફેન્સ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ગત દિવસોમાં વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા સાથે ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરે પહોંચ્યો હતો. હવે રોહિત શર્મા તિરૂપતિ બાલાજી મંદિર પહોંચીને આશીર્વાદ લીધા છે. તો આ દરમિયાન ભારતીય ટીમનો નિયમિત કેપ્ટન રોહિત શર્માએ યુવા બેટ્સમેન તિલક વર્માને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી.
Rohit Sharma & his family visited Tirupathi Balaji Temple.pic.twitter.com/2HRFACIzdJ
— Johns. (@CricCrazyJohns) August 13, 2023
Rohit Sharma & his family at Tirupathi Balaji Temple ahead of Asia Cup.
— Johns. (@CricCrazyJohns) August 13, 2023
- Beautiful pictures. pic.twitter.com/5NcZuN8xhh
રોહિત શર્માએ કહ્યું કે, હું તિલક વર્માને છેલ્લા લગભગ 2 વર્ષથી જોઉં છું, તે શાનદાર ખેલાડી છે, ખાસ કરીને આ ખેલાડીમાં રન બનાવવાની ભૂખ છે, જે એક ક્રિકેટર તરીકે ખૂબ જ જરૂરી છે. તિલક વર્મા જે ઉંમરમાં છે, તે તેનાથી ઘણો બધો પરિપક્વ છે. તે પોતાની બેટિંગને સારી રીતે જાણે છે. ભારતીય કેપ્ટન કહે છે કે જ્યારે મેં તિલક વર્મા સાથે વાત કરી તો એ સમયે સમજી ગયો કે આ ખેલાડીને પોતાની બેટિંગ સ્કિલ્સ ખબર છે. આ ખેલાડી સારી રીતે જાણે છે કે સમયની નજાકત શું છે? ક્યારે કયા પ્રકારે રમવાનું છે.
The Craze Of Rohit Sharma Is Unmatchable ? #RohitSharma?pic.twitter.com/SdEw2weU83
— ????? ?????? ??????? (@LoyleRohitFan45) August 13, 2023
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે છે અને રોહિતી શર્મા અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી આ T20 ટીમના હિસ્સો નથી. વેસ્ટ ઇન્ડીઝ સામેની 5 મેચોની T20 સીરિઝમાં શરૂઆતી 2 મેચમાં હાર મળ્યા બાદ ભારતીય ટીમે શાનદાર વાપસી કરી છે. અત્યારે બંને ટીમો 2-2 થી સીરિઝમાં બરાબરી પર ઊભી છે અને આજે છેલ્લી મેચ છે. આજે જે પણ મેચ જીતશે તે આ સીરિઝ પર કબજો કરી કેશે. વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ બાદ ભારતીય ટીમ 3 T20 મેચોની સીરિઝ માટે આયરલેન્ડ જશે. રોહિત અને વિરાટ કોહલી સહિત ભારતીય ટીમના સીનિયર ખેલાડીઓને એશિયા કપ અને વન-ડે વર્લ્ડ કપ અગાઉ આરામ આપવામાં આવ્યો છે.

