- Sports
- ‘આ મારા માટે ખૂબ અંગત..’, કોહલીના સંન્યાસ પર સચિને કર્યો 12 વર્ષ જૂના ગળાના દોરાનો ઉલ્લેખ
‘આ મારા માટે ખૂબ અંગત..’, કોહલીના સંન્યાસ પર સચિને કર્યો 12 વર્ષ જૂના ગળાના દોરાનો ઉલ્લેખ

સોમવારે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. તેના નિર્ણય બાદ, ઘણા દિગ્ગજ સ્ટાર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે. આ દરમિયાન, સચિન તેંદુલકરની પોસ્ટ વાયરલ થઈ રહી છે. જ્યારે સચિન તેંદુલકર ટેસ્ટ ક્રિકેટમાંથી વિદાઇ લઈ રહ્યા હતા, ત્યારે વિરાટ કોહલીને તેમનો ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યો હતો અને સોમવારે જ્યારે કોહલીએ આ ફોર્મેટને અલવિદા કહ્યું તો માસ્ટર બ્લાસ્ટરે તેમની વચ્ચેના સંબંધને યાદ કર્યા. 12 વર્ષ અગાઉ, તેંદુલકર મુંબઈમાં પોતાની અંતિમ ટેસ્ટ રમી રહ્યા હતા, ત્યારે 24 વર્ષીય કોહલી પોતાના આદર્શ ખેલાડી પાસે આવ્યો. કોહલીએ એ સમયે ટેસ્ટ કરિયરમાં શરૂઆતના પગલું જ રાખ્યું હતું.

તેંદુલકરે કોહલીના ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ બાદ X પર પોસ્ટમાં લખ્યું કે, ‘તે મને તારા દિવંગત પિતા પાસે મળેલો દોરો ગિફ્ટમાં આપ્યો હતો. તે મારા માટે ખૂબ જ અંગત વસ્તુ હતી, પરંતુ તારી ભાવના મને સ્પર્શી ગઈ અને હું આજ સુધી તેને ભૂલી શક્યો નથી. તેમણે કહ્યું કે, ‘મારી પાસે બદલામાં આપવા માટે દોરો નથી, પરંતુ મારી પ્રશંસા અને શુભેચ્છાઓ તારી સાથે છે. તારો સાચો વારસો અસંખ્ય યુવા ક્રિકેટરોને રમતને પસંદ કરવા માટે પ્રેરિત કરવાનો છે.
https://twitter.com/sachin_rt/status/1921872348996616685
કોહલીના પિતાનું એ સમયે નિધન થઈ ગયું હતું, જ્યારે તે ખૂબ નાનો હતો. તેંદુલકર પ્રત્યે કોહલીનું સન્માન કોઈથી છુપાયેલું નથી. વર્ષ 2011ના વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બાદ મેદાનનું ચક્કર લગાવતી વખત તેમને પોતાના ખભા પર બેસાડી લીધા હતા. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે, સચિન તેંદુલકરે 21 વર્ષ સુધી આખા દેશની અપેક્ષાઓનો ભાર ઉપાડ્યો અને હવે અમારો વારો છે કે તેમને ખભા પર બેસાડીએ. તેંદુલકરે કોહલીની પ્રશંસા કરતા લખ્યું કે શું શાનદાર ટેસ્ટ કરિયર રહ્યું. તમે ભારતીય ક્રિકેટને રન કરતા ઘણું બધુ આપ્યું છે. તમે ઝનૂની ફેન્સ અને ખેલાડીઓની નવી પેઢી આપી. શુભેચ્છા.