- Sports
- ‘તે નવો બૂમરાહ બને’, શાહીન આફ્રિદીએ બૂમરાહના પુત્ર માટે આપી ખાસ ભેટ, જુઓ વીડિયો
‘તે નવો બૂમરાહ બને’, શાહીન આફ્રિદીએ બૂમરાહના પુત્ર માટે આપી ખાસ ભેટ, જુઓ વીડિયો

ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન પહેલા જેવો માહોલ રહેતો હતો, હવે વસ્તુ તેનાથી વિરુદ્ધ થઈ ગઈ છે. જૂના સમયમાં મેચ અગાઉ હાઇવોલ્ટેજ મેચને લઈને માહોલ ગરમ થઈ જતો હતો. પછી તે મેચ દરમિયાન હોય કે મેચ બાદ. દરેક સમયે માહોલ ટેન્સ જ રહેતો હતો. મોટા ભાગે મેદાન પર ખેલાડીઓ વચ્ચે અરસપરસમાં લડાઈ-ઝઘડા જોવા મળતા હતા, પરંતુ હવે વર્ષ 2021 T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી અને બાબર આઝમની આગેવાનીમાં ભારત અને પાકિસ્તાનની ટીમો મેચ રમી, ત્યારથી જ દોસ્તીનો નજારો જોવા મળે છે.
હવે મેચ અગાઉ મિત્રતાના વીડિયો સામે આવે છે, તો એશિયા કપ 2023ની સુપર-4 ભારત અને પાકિસ્તાનની મેચના એક્શન બાદ શાહીન આફ્રિદી અને જસપ્રીત બૂમરાહની મિત્રતાનો એક સુંદર વીડિયો સામે આવ્યો છે. હાલમાં જ ભારતીય ટીમનો પેસર જસપ્રીત બુમરાહ પિતા બન્યો હતો. એશિયા કપની પહેલી મેચ પાકિસ્તાન વિરુદ્ધ તે ટીમનો હિસ્સો હતો. પછી નેપાળ વિરુદ્ધ તે ન રમ્યો અને ભારત પાછો આવતો રહ્યો. તેની પત્ની સંજના ગણેશને દીકરીને જન્મ આપ્યો હતો. તો હાલમાં જ પિતા બનેલા જસપ્રીત બૂમરાહને એશિયા કપ 2023 દરમિયાન પાકિસ્તાનન શાહીન આફ્રિદી પાસેથી ખાસ ગિફ્ટ મળી.
Spreading joy ?
— Pakistan Cricket (@TheRealPCB) September 10, 2023
Shaheen Afridi delivers smiles to new dad Jasprit Bumrah ???#PAKvIND | #AsiaCup2023 pic.twitter.com/Nx04tdegjX
તેનો વીડિયો પાકિસ્તાન ક્રિકેટે શેર કર્યો છે. આ મેચના પહેલા દિવસે વરસાદના કારણે પરિણામ ન આવી શક્યું અને મેચ રિઝર્વ ડે પર ગઈ. પહેલા દિવસની રમત આગામી દિવસે શિફ્ટ થયા બાદ બૂમરાહ અને શાહીન આફ્રિદીનો એક સુંદર વીડિયો સામે આવ્યો, જેને ક્રિકેટ ફેન્સે ખૂબ પસંદ પણ કર્યો. આ વીડિયોમાં શાહીન આફ્રિદી જસપ્રીત બૂમરાહને કહે છે, ભાઈ ખૂબ ખૂબ શુભેચ્છા.. શહજાદા માટે નાનકડું ગિફ્ટ.. અલ્લાહ તેને ખુશ રાખે અને તે નવો બૂમારહ બને.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની સુપર-4ની આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો. આ મેચમાં વરસાદે બાધા નાખી અને મેચ હવે રિઝર્વ ડે એટલે કે આજે રમાશે. પહેલા દિવસે પાકિસ્તાનાના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય ટીમને રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર શરૂઆત અપાવી. બંનેએ 100 બૉલ પર 121 રન જોડ્યા. રોહિત શર્માએ 56 અને શુભમન ગિલે 58 રનોની ઇનિંગ રમી. મેચમાં વરસાદ આવવા સુધી 24.1 ઓવરમાં ભારતનો સ્કોર 2 વિકેટ પર 147 હતો.