શુભમન ગિલ: ટીમથી અલગ થઇ ગયો ટીમ ઇન્ડિયાનો આ સ્ટાર? GTની ટ્વીટે હલચલ મચાવી

ગુજરાત ટાઇટન્સે (GT) તેમની પ્રથમ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022નું ટાઇટલ જીત્યું હતું. યુવા ઓપનર શુભમન ગિલે પણ ગુજરાત ટાઇટન્સ (GT)ની ટાઈટલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શુભમન ગિલે ફાઇનલ મેચમાં પણ ઉપયોગી ઇનિંગ રમી હતી. હવે ગુજરાત ટાઇટન્સે (GT) શુભમન ગિલ વિશે એક એવું ટ્વિટ કર્યું છે, જેનાથી ચાહકો ચોંકી ગયા છે.

ગુજરાત ટાઇટન્સ (GT) દ્વારા કરવામાં આવેલા ટ્વીટ મુજબ, શુભમન ગીલે ફ્રેન્ચાઇઝીનો સાથ છોડી દીધો છે. જોકે ફ્રેન્ચાઈઝીનું આ ટ્વીટ ટીખળનો એક ભાગ હોઈ શકે છે. ગુજરાત ટાઇટન્સે (GT) ગિલને ટેગ કરીને લખ્યું, 'તમારી આ સફર યાદગાર રહી. આવનારા ભવિષ્ય માટે આપને શુભકામનાઓ.'

શુભમન ગિલે પણ ફ્રેન્ચાઇઝીના આ ટ્વીટને રીટ્વીટ કર્યું અને જવાબમાં હાર્ટ ઇમોજી પોસ્ટ કરી.

ગુજરાત ટાઇટન્સ (GT)ના આ ટ્વીટથી ક્રિકેટ ચાહકો પરેશાન અને આશ્ચર્યમાં પડી ગયા છે. ચાહકો એવું પણ માને છે કે, આ બધું સોશિયલ મીડિયા પ્રૅન્ક અથવા જાહેરાતનો ભાગ હોઈ શકે છે. એક યુઝરે કમેન્ટ કરી કે, 'આ બધું માત્ર કહેવા માટે છે કે 'એકાઉન્ટ હેક થયું'.

શુભમન ગિલે તેની IPL કારકિર્દીના પ્રથમ થોડા વર્ષો કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે વિતાવ્યા હતા. IPL 2022ની હરાજી પહેલા, શુભમન ગિલને નવી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સ (GT) દ્વારા રૂ. 8 કરોડમાં સાઇન કરવામાં આવ્યો હતો. IPL 2022માં તેણે 16 મેચમાં 132.33ના સ્ટ્રાઈક રેટથી 483 રન બનાવ્યા હતા. આ દરમિયાન, તેણે ચાર અડધી સદી ફટકારી, જેમાં તેની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ T20 સ્કોર 96 રનનો સમાવેશ થાય છે. રાજસ્થાન રોયલ્સ સામેની ફાઈનલ મેચમાં ગીલે 43 બોલનો સામનો કરીને કુલ 45 રન બનાવ્યા હતા.

શુભમન ગિલ તાજેતરના સમયમાં ODI ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં છે. શુભમન ગિલે વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ કારણે બંનેને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' માટે પણ પસંદ કરવામાં આવ્યા હતા. શુભમન ગિલ ભારત માટે અત્યાર સુધીમાં 11 ટેસ્ટ અને 9 વન-ડે રમી ચૂક્યો છે. ટેસ્ટ મેચોમાં શુભમન ગીલે 30.47ની એવરેજથી 579 રન બનાવ્યા છે, જેમાં ચાર અડધી સદી સામેલ છે. જ્યારે, શુભમન ગીલના નામે વન-ડે ઈન્ટરનેશનલમાં 71.28ની એવરેજથી 499 રન નોંધાયેલા છે. શુભમન ગિલે વન-ડે ઈન્ટરનેશનલમાં 1 સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે.

About The Author

Top News

કોંગ્રેસ સાંસદ શશી થરૂરના કાફલા પર હુમલો, ગનમેનને બહાર નીકળવું પડ્યું

કેરળ ચૂંટણીને લઈને રાજકીય વિવાદ ફાટી નીકળ્યો છે. આ દરમિયાન, મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેરળના વંડૂરમાં કોંગ્રેસના સાંસદના...
National 
કોંગ્રેસ સાંસદ શશી થરૂરના કાફલા પર હુમલો, ગનમેનને બહાર નીકળવું પડ્યું

ગુજરાતના ભાજપના પૂર્વ ધારાસભ્યએ લેટર લખ્યો- હિન્દુ પરિવારોને વિસ્તાર ખાલી કરવા દબાણ થઈ રહ્યું છે

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રહેણાંક વિવાદને લઈને તણાવભર્યું વાતાવરણ ઉભું થયું છે. રાયખડ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા હિંદુ પરિવારો દ્વારા હેરાનગતિની...
Gujarat 
ગુજરાતના ભાજપના પૂર્વ ધારાસભ્યએ લેટર લખ્યો- હિન્દુ પરિવારોને વિસ્તાર ખાલી કરવા દબાણ થઈ રહ્યું છે

પૂર્વ DGPનો મોટો આરોપ, બિહારમાં એક IPS અધિકારીએ અપહરણનો ધંધો શરૂ કરાવ્યો હતો

ખાખીનો કડક પોશાક ત્યજીને આધ્યાત્મિકતા અને ભક્તિના કોમળ પિતામ્બરમાં લપેટાયેલા ગુપ્તેશ્વર પાંડેનું વર્તમાન સ્વરૂપ કોઈ એક તપસ્વીનું પુનરાગમન જેવું લાગે...
National 
પૂર્વ DGPનો મોટો આરોપ,  બિહારમાં એક IPS અધિકારીએ અપહરણનો ધંધો શરૂ કરાવ્યો હતો

ડાકોરમાં ગોમતી ઘાટ પર મૂર્તિ વેચનાર ફેરિયાને ઈનકમ ટેક્સ વિભાગે 19.84 કરોડની નોટિસ ફટકારી

ડાકોરમાં સરકારી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ગોમતી ઘાટ પર પ્લાસ્ટિકની નાની મૂર્તિઓ વેચી ગુજરાન ચલાવતા ચિરાગ ભૈયાને ઇનકમ...
Gujarat 
ડાકોરમાં ગોમતી ઘાટ પર મૂર્તિ વેચનાર ફેરિયાને ઈનકમ ટેક્સ વિભાગે 19.84 કરોડની નોટિસ ફટકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.