ધોનીની કેપ્ટન્સીવાળી CSKને લાગ્યો ઝટકો, IPLની આગામી સીઝનથી બહાર થયો આ ખેલાડી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની સીઝન અગાઉ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને મોટો ઝટકો લાગ્યો છે. બેન સ્ટોક્સ IPL 2024નો હિસ્સો નહીં હોય. ચેન્નાઈ સુપર કિંગ્સ મેનેજમેન્ટે સત્તાવાર રૂપે આ વાતની પુષ્ટિ કરી દીધી છે. ગત દિવસોમાં બેન સ્ટોક્સ વર્લ્ડ કપ દરમિયાન મેદાન પર દેખાયો હતો. જો કે, આ દિગ્ગજ ઓલરાઉન્ડરે વન-ડે ફોર્મેટને અલવિદા કહી દીધું હતું, પરંતુ વર્લ્ડ કપ માટે પોતાના નિર્ણયથી યુટર્ન લઈ લીધું હતું. આ પ્રકારે બેન સ્ટોક્સ વર્લ્ડ કપમાં રમ્યો.

ગત દિવસોમાં મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચેન્નાઈ સુપર કિંગ્સ બેન સ્ટૉક્સને રીલિઝ કરી દેશે. ઉલ્લેખનીય છે કે, IPL ઓક્શન 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સે બેન સ્ટૉક્સને 16.25 કરોડ રૂપિયામાં ખરીદીને પોતાની સાથે જોડ્યો હતો. તે IPL 2023ની સીઝન માટે માત્ર 2 જ મેચ રમી શક્યો હતો અને એક જ ઓવર નાખી હતી. એ તેના જમણા પગના ઘૂંટણની ઇજાના કારણે હતું, જેથી તેણે વિશેષજ્ઞ બેટ્સમેન તરીકે ટૂર્નામેન્ટની શરૂઆત કરી હતી.

ઘૂંટણની ઇજા લાંબા સમયથી બનેલી હતી, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડના ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન વધી ગઈ હતી. ત્યારે ચેન્નાઇ સુપર કિંગ્સના કોચ સ્ટીવન ફ્લેમિંગે કહ્યું હતું કે, તેઓ તેને બોલિંગ કરાવવા અગાઉ 100 ટકા તૈયાર થવાની રાહ જોશે. એમ માનવામાં આવી રહ્યું હતું કે બેન સ્ટોક્સ આખી સીઝન ઉપલબ્ધ નહીં રહે. આ કારણે તેને રીલિઝ કરી દેવામાં આવશે, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટે બેન સ્ટોક્સ પર ભરોસો વ્યક્ત કર્યો છે.

નોંધનીય છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચોની સીરિઝ રમાશે. આ સીરિઝની પહેલી મેચ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાશે. ત્યારબાદ સીરિઝની મેચ વિશાખાપટ્ટનમ, રાજકોટ, રાંચી અને ધર્મશાળામાં રમાશે. બેન સ્ટોકસે વર્લ્ડ કપ દરમિયાન કહ્યું હતું કે, મને આશા છે કે ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ અગાઉ ફિટ થઈ જઈશ. વર્લ્ડ કપ બાદ મારી સર્જરી થશે, પરંતુ ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ સુધીમાં ઉપલબ્ધ થઈ જઈશ. ઉલ્લેખનીય છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની પહેલી મેચ જાન્યુઆરીના અંતમાં રમાશે.

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-05-2025 દિવસ: રવિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. તમે કેટલીક નવી વ્યવસાયિક યોજનાઓ અમલમાં મૂકશો, પરંતુ તમારે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.