- Travel
- ભારતમાં પણ છે આ જગ્યાઓએ ન્યૂડ બીચ
ભારતમાં પણ છે આ જગ્યાઓએ ન્યૂડ બીચ
વિદેશોમાં ન્યૂડ બીચનો કોન્સેપ્ટ અત્યંત સામાન્ય છે, જ્યાં લોકો જાહેરમાં નગ્ન અવસ્થામાં ફરે અને સમુદ્રનો આનંદ લે એ સામાન્ય બાબત છે. પરંતુ ભારતમાં ન્યૂડિટી કાયદાકીય રીતે ગેરકાનૂની છે. આથી ભારતને ત્રણ દિશામાં સમુદ્રો હોવા છતાં ક્યાંય સત્તાવાર ન્યૂડ બીચ તમને જોવા નહીં મળે. જોકે તોય ભારતમાં ચાર-પાંચ બીચ એવા છે, જ્યાં લોકો બેરોકટોક ન્યૂડ ફરે છે અને સમુદ્રની મજા લે છે.

આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે લક્ષ્યદ્બિપના અગાતી આઈલેન્ડ બીચનું. આ બીચ એક નાનકડો આયલેન્ડ છે અને પ્રાકૃતિક રીતે અત્યંત સુંદર છે. આ બીચ માટે એવું કહેવાય છે કે ત્યાં જતા પ્રવાસીઓ ન્યૂડ હરવાફરવાનું પસંદ કરે છે.

ગોવાનો ઓઝરાન બીચ પણ આ બાબત માટે અત્યંત ચર્ચામાં રહે છે. કહેવાય છે કે ગોવાના મોટાભાગના ટુરિસ્ટ્સને આ બીચ વિશે જાણકારી નથી હોતી. અને જેમને જાણકારી હોય છે તેઓ ઓઝરાન બીચ શોધી નથી શકતા. પરંતુ આ બીચ પર વિદેશીઓ સંપૂર્ણ નગ્ન થઈને ફરતા હોય છે.

ગોકર્ણાનો ઓમ બીચ આમ તો ઓમ જેવા આકારને કારણે ઓમ બીચ તરીકે ઓળખાય છે. આ બીચ પર લોકો નગ્ન પાર્ટીઝ કરે છે. આ બાબતને લઈને આ બીચ ઘણીવાર સમાચારમાં પણ આવે છે.

કેરળનો મરારી બીચ પ્રાકૃતિક સૌંદર્યની દૃષ્ટિએ અત્યંત સમૃદ્ધ છે અને આ બીચ પર પણ સામાન્ય રીતે પ્રવાસીઓ પોતાનું અંગ પ્રદર્શન કરતા નજરે ચડે છે.

આ સિવાય કર્ણાટકના ગોકર્ણાનો પેરેડાઈઝ બીચ પણ ન્યૂડિટી માટે અત્યંત ચર્ચામાં રહે છે. કહેવાય છે કે હોડીવાળા પણ આ બીચ પર લઈ જતા શરમાય છે. આ બીચ પર લોકો ગ્રુપમાં સનબાથ લેતા નજરે ચઢે છે.

