iPhone, સેમસંગને ટક્કર આપવા Vivoએ તેનો જબરદસ્ત ફોલ્ડ ફોન લોન્ચ કરી દીધો છે, કિંમત કંઈ ઓછી નથી

Vivoએ ભારતમાં તેનો નવો પ્રીમિયમ ફોલ્ડેબલ ફોન X Fold 6 લોન્ચ કર્યો છે. તેની કિંમત ₹2,19,999 રાખવામાં આવી છે. આ ફોનમાં 200MPનો ZEISS કેમેરા, 6900mAhની શાનદાર બેટરી અને નવું Dimensity 9500 Super Edition પ્રોસેસર આપવામાં આવ્યું છે. જોકે, મોટો પ્રશ્ન એ છે કે શું આટલો ખર્ચ કરીને Vivoનો આ ફોન Samsung Galaxy Z Fold8 Ultraની સરખામણીમાં વધુ સારો સોદો છે?

ગયા વર્ષ સુધી, કંપનીઓ ફોલ્ડેબલ સ્માર્ટફોનની કિંમત ₹1.5 લાખ સુધી રાખતી હતી. પરંતુ Appleએ આ ખેલ કરી દીધો. Appleએ ₹3 લાખની કિંમતનો ફોલ્ડેબલ ફોન લોન્ચ કર્યો અને ત્યારબાદ અન્ય કંપનીઓ પણ હવે તેમના ફોલ્ડેબલ ફોન ₹2 લાખથી વધુની કિંમતે લોન્ચ કરી રહી છે. Samsung પણ તેનો આગામી ફોલ્ડેબલ ફોન ₹2.5 લાખમાં લોન્ચ કરે તો તેમાં કોઈ નવાઈ નહીં હોય. ભારતમાં અગાઉના X Fold 5ની લોન્ચ કિંમત ₹1,59,999 હતી. નવા મોડેલની કિંમત તેનાથી લગભગ ₹60,000 વધારે છે.

Vivo X Fold 6ની કિંમત ₹2,19,999 રાખવામાં આવી છે. હાલમાં, કંપનીએ તેને માત્ર એક જ વેરિયન્ટમાં લોન્ચ કર્યો છે જેમાં 12GB RAM અને 512GB સ્ટોરેજ છે. ફોન માટે પ્રી-બુકિંગ 6 ઓક્ટોબરથી શરૂ થઈ ગયું છે, જ્યારે તેનું વેચાણ 13 ઓક્ટોબરથી Vivoના ઓનલાઇન સ્ટોર, Amazon, Flipkart અને પસંદગીના રિટેલ આઉટલેટ્સ પર શરૂ થશે.

Vivo-X-Fold-63
vivo.com

Vivo X Fold 6માં 200MPનો ZEISS મેઈન કેમેરા આપવામાં આવ્યો છે, જેમાં OIS અને ZEISS T કોટિંગનો સમાવેશ થાય છે. તેમાં 50MPનો અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 50MPનો 3x પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા પણ છે. ટેલિફોટો કેમેરા 100x સુધીના ડિજિટલ ઝૂમને સપોર્ટ કરે છે. જોકે 200MPનો આંકડો જરૂર મોટો છે, પરંતુ માત્ર વધું મેગાપિક્સેલને કેમેરાની ગુણવત્તાનું એકમાત્ર માપદંડ નથી. સેન્સરની સાઇઝ, લેન્સ, OIS, પ્રોસેસિંગ અને ZEISSની કલર ટ્યુનિંગ જેવા પરિબળો પણ ઈમેજની ગુણવત્તામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Vivoએ આ ફોલ્ડેબલ ફોનની કેમેરા ક્ષમતાઓ પર પણ ખૂબ કામ કર્યું છે. તે 4K 60fps ડોલ્બી વિઝન વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરી શકે છે અને V3+ ઇમેજિંગ ચિપનો ઉપયોગ કરે છે. એટલે કે આ માત્ર એવા લોકો માટે નથી, જેમને ફોલ્ડેબલ સ્ક્રીન જોઇએ છે, , પરંતુ એવા યુઝર્સ માટે છે જેઓ તેમના ફોનથી સક્રિયપણે ફોટા અને વીડિયો બનાવે છે.

ફોલ્ડેબલ ફોનમાં મોટી સ્ક્રીનનો લાભ તો મળે છે, પરંતુ બેટરી લાઇફ હંમેશાં એક પડકાર રહી છે. Vivoએ X Fold 6માં આ દિશામાં એક મોટો દાંવ ખેલ્યો છે અને તેમાં 6900mAhની બેટરી આપી છે. કંપનીનો દાવો છે કે ભારતમાં વેચાતા કોઈપણ ફોલ્ડેબલ ફોનમાં આ સૌથી મોટી બેટરી છે. તેની સાથે 80W વાયર્ડ અને 40W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ મળે છે. તે અગાઉના X Fold 5ની 6000mAh બેટરીની સરખામણીમાં આ એક મોટો બદલાવ છે. આનો અર્થ એ છે કે Vivoએ ફોનને માત્ર પાતળો બનાવવાનો પ્રયાસ કર્યો નથી, પરંતુ મોટી બેટરી ફિટ કરવા પર પણ પ્રાથમિકતા આપી છે.

Vivo-X-Fold-67'
vivo.com

આટલી મોટી બેટરી હોવા છતા Vivoએ ફોનને ખૂબ જ પાતળો રાખવામાં સફળતા મેળવી છે. ખોલવામાં આવે ત્યારે X Fold 6ની જાડાઈ લગભગ 4.4mm હોય છે અને બ્લેક મોડેલનું વજન 228 ગ્રામથી શરૂ થાય છે. આ ફોનમાં 8.02-ઇંચની 2K+ LTPO AMOLED ઇનર સ્ક્રીન અને 6.51-ઇંચની કવર સ્ક્રીન આપવામાં આવી છે. બંને સ્ક્રીન 1Hz થી 120Hz સુધીના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે અને તેની પીક બ્રાઇટનેસ 5,000 નિટ્સ સુધીની હોવાનું જણાવવામાં આવ્યું છે. એટલે કે બંધ કરીને નોર્મલ બાર સ્માર્ટફોનની જેમ ઉપયોગ કરી શકાય છે અને ખોલતા જ તે લગભગ નાના ટેબ્લેટ જેવો અનુભવ આપે છે. Vivo X Fold 6એ Android 17 પર બેઝ્ડ OriginOS 7 સાથે આવે છે. આ વખતે, કંપનીએ ફોલ્ડેબલ ફોનની મોટી ડિસ્પ્લેને માત્ર એક મોટી સ્ક્રીનને માત્ર એક મોટી માનવાને બદલે તેને એક કાર્યક્ષમ મશીન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

આ ફોનમાં Origin Workbench અને Multi-Split Screen જેવા ફીચર્સ છે, જેનાથી એકસાથે અનેક એપ્સ ચલાવી શકાય છે; કંપનીના જણાવ્યા અનુસાર, સ્ક્રીન પર એક મુખ્ય એપ સાથે અન્ય ચાર એપ્સ પણ ચલાવી શકાય છે. 'AI Cross-App Drag' દ્વારા બીજી એપ્સ વચ્ચે ટેક્સ્ટ અથવા અન્ય માહિતી ખેંચીને લઇ જવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. આ ઉપરાંત, તેમાં Desktop Mode, AI Recorder, AI Captions, AI File Manager અને AI Reader જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

About The Author

Top News

અંબાલાલ પટેલની આગાહી: શું ખેલૈયાઓની મજા બગાડશે મેઘરાજા?

ગુજરાતમાં વરસાદે જાણે કે વિદાઇ લઈ લીધી હોય વરસાદ પછીનો તડકો અને બફારો અનુભવાઈ રહ્યો છે. અને હવે આગામી થોડા...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી: શું ખેલૈયાઓની મજા બગાડશે મેઘરાજા?

ડોનાલ્ડ ટ્રમ્પે કેમ એવો દાવો કર્યો કે, 'ઇસ્લામ ફ્રાન્સ દેશ પર કબજો કરવા માંગે છે'

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને સ્થળાંતર અને ઇસ્લામ સાથે જોડી દીધો છે. તેમણે જણાવ્યું હતું કે...
World 
ડોનાલ્ડ ટ્રમ્પે કેમ એવો દાવો કર્યો કે, 'ઇસ્લામ ફ્રાન્સ દેશ પર કબજો કરવા માંગે છે'

iPhone, સેમસંગને ટક્કર આપવા Vivoએ તેનો જબરદસ્ત ફોલ્ડ ફોન લોન્ચ કરી દીધો છે, કિંમત કંઈ ઓછી નથી

Vivoએ ભારતમાં તેનો નવો પ્રીમિયમ ફોલ્ડેબલ ફોન X Fold 6 લોન્ચ કર્યો છે. તેની કિંમત ₹2,19,999 રાખવામાં આવી છે....
iPhone, સેમસંગને ટક્કર આપવા Vivoએ તેનો જબરદસ્ત ફોલ્ડ ફોન લોન્ચ કરી દીધો છે, કિંમત કંઈ ઓછી નથી

સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર બંનેએ એકબીજા સામે જોયું પણ નહીં! ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ ખરાબ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં મંગળવારે ખુબ મોટા ફેરફારો થયા. હરમનપ્રીત કૌરે બધા ફોર્મેટમાં કેપ્ટનશીપ છોડી દીધી. ત્યારપછી BCCIએ સ્મૃતિ...
Sports 
સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર બંનેએ એકબીજા સામે જોયું પણ નહીં! ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ ખરાબ
Copyright (c) Khabarchhe All Rights Reserved.