'દરેકનું એક દિવસ મૃત્યુ પણ થઇ જશે...'; ત્યાં જ પાછળથી ક્રોસ માથા પર પડતા ચર્ચના પાદરીએ જીવ ગુમાવ્યો

કેથોલિક ચર્ચમાં એક પાદરીનું માથા પર ભારે ક્રોસ પડતાં તેનું મૃત્યુ થયું. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે પાદરી પેટ્રિક આલ્ફ્રેડો સાંચેઝ મોલિનારી ધાર્મિક ઉપદેશ આપી રહ્યા હતા. અચાનક, તેમની પાછળ દિવાલ પરનો એક ભારે ક્રોસ તેમના માથા પર પડ્યો. તેમને માથામાં ગંભીર ઈજાઓ થઈ અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ ઘટના દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરના ગુઆયાકિલમાં બની.

Priest Dies
indiatoday.in

ચર્ચ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, શનિવારે પાદરી ચર્ચની વેદી નજીક ઉભા હતા અને શ્રદ્ધાળુઓને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની પાછળની દિવાલ પરનો એક ભારે લાકડાનો ક્રોસ અચાનક તેની જગ્યાએથી નીકળી ગયો અને સીધો તેમના પર પડ્યો. ક્રોસ સીધા પાદરીના માથા પર વાગ્યો, જેના કારણે ગંભીર ઈજાઓ થઈ. આ ઘટના દરમિયાન ચર્ચમાંથી પાદરીનું પ્રવચન લાઈવ પ્રસારિત થઈ રહ્યું હતું.

આ દુ:ખદ ઘટના પહેલા, પાદરી જીવન અને મૃત્યુ પર પ્રવચન આપી રહ્યા હતા. તેમના ધર્મોપદેશ દરમિયાન, તેમણે કહ્યું, 'અહીં હાજર આપણા દરેકનું એક દિવસ મૃત્યુ પણ થઇ જશે, તેથી, ક્યારેક આપણે જે વસ્તુઓ પર આપણો સમય વિતાવીએ છીએ તેનું મહત્વ એટલું વધુ નથી હોતું જેટલું મહત્વ આપણે ઈશ્વર સાથે વિતાવેલા સમયનું હોય છે.'

Priest Dies
hindi.news18.com

તેમના ઉપદેશમાં, તેમણે ઈસુ ખ્રિસ્તના ઉપદેશોનો ઉલ્લેખ કર્યો. ચર્ચમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને સંબોધતા, તેમણે તેમને વિનંતી કરી કે, તેઓ તેમના મોબાઇલ ફોન પર સ્ક્રોલ કરવામાં પોતાનો સમય બગાડે નહીં. તેના બદલે, તેઓએ ભગવાનની પૂજા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

ગ્વાયાક્વિલના આર્ચડાયોસીસે રવિવારે પાદરીના મૃત્યુની પુષ્ટિ કરી અને ઇન્સ્ટાગ્રામ પર એક સંદેશ પ્રકાશિત કર્યો, જેમાં જણાવ્યું હતું કે, પર્પેટુઓ સોકોરો ચર્ચમાં પાદરી તરીકે સેવા આપતા ફાધર પેટ્રિક આલ્ફ્રેડો સાંચેઝ હવે ભગવાનના ઘરે ચાલ્યા ગયા છે. આર્ચડાયોસીસે પણ દિવંગત પાદરીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી.

https://www.instagram.com/p/DepZjFABfB7/

શોક સંદેશમાં લખ્યું હતું, 'પ્રભુ, તેમને શાશ્વત શાંતિ આપો અને તમારી અનંત કૃપાથી તેમને આશીર્વાદ આપો. તેમના આત્માને શાંતિ મળે. એવી અમે પ્રાર્થના કરીએ છીએ.' સ્થાનિક કેથોલિક સમુદાય આ ઘટના પર શોક વ્યક્ત કરી રહ્યો છે. જીવંત પ્રસારણ દરમિયાન આ ઘટના જોનારા વિશ્વભરના લોકોએ પણ પાદરીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને શ્રદ્ધાંજલિ આપી.

About The Author

Related Posts

Top News

ઈઝરાયલમાં નેતન્યાહૂની ખુરશી જવાની છે, આરબ સાંસદોએ ગાદીને આપ્યું સમર્થન

ઈઝરાયેલના રાજકારણમાં એક મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. વર્તમાન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને સત્તાથી દૂર રાખવા માટે આરબ પાર્ટીઓએ એકજૂથ...
ઈઝરાયલમાં નેતન્યાહૂની ખુરશી જવાની છે, આરબ સાંસદોએ ગાદીને આપ્યું સમર્થન

પત્ની પિયરમાં બહુ વાત કરતી, પતિને ન ગમતા તેણે પિયરિયાઓને ઘરે બોલાવીને પત્ની સહિત 7ને પતાવી દીધા

બેંગલુરુમાં એક દિલને હચમચાવી નાખે તેવો બનાવ સામે આવ્યો છે, જ્યાં એક જ પરિવારના 7 લોકોની હત્યા કરવામાં આવી...
National 
પત્ની પિયરમાં બહુ વાત કરતી, પતિને ન ગમતા તેણે પિયરિયાઓને ઘરે બોલાવીને પત્ની સહિત 7ને પતાવી દીધા

સુરતના GST અધિકારીની કાર એક્સપ્રેસ વે પરથી પડી; 54 લાખ રોકડા અને ઘરેણાં મળ્યા

મધ્યપ્રદેશના રતલામમાં દિલ્હી-મુંબઈ 8-લેન એક્સપ્રેસ વે પર થયેલા માર્ગ અકસ્માતે પોલીસને પણ સ્તબ્ધ કરી દીધી છે. સુરતમાં તૈનાત GST ...
National 
સુરતના GST અધિકારીની કાર એક્સપ્રેસ વે પરથી પડી; 54 લાખ રોકડા અને ઘરેણાં મળ્યા

64 કરોડ રૂપિયાની ખાદ્ય ભેળસેળવાળી મીઠાઈ IAS તુકારામ મુંઢેએ જપ્ત કરી, કંઈ અને કેવી મીઠાઈ ખરીદવી તે અંગે તેમણે આપી સલાહ

IAS તુકારામ મુંઢેના નેતૃત્વ હેઠળના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ દિવાળી પહેલા એક મોટી પહેલ શરૂ કરી છે....
National 
64 કરોડ રૂપિયાની ખાદ્ય ભેળસેળવાળી મીઠાઈ IAS તુકારામ મુંઢેએ જપ્ત કરી, કંઈ અને કેવી મીઠાઈ ખરીદવી તે અંગે તેમણે આપી સલાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.