ટેલિગ્રામના ફાઉન્ડર પાવેલ ડુરોવની ફ્રેન્ચ એરપોર્ટ પર ધરપકડ, જાણો શું છે કારણ

પેરિસ પાસે એક એરપોર્ટ પર દુનિયાભરમાં ખૂબ લોકપ્રિય એપ ટેલિગ્રામના અબજપતિ સંસ્થાપક અને CEO પાવેલ ડુરોવની ધરપકડ કરી લેવામાં આવી. 39 વર્ષીય પાવેલ ડુરોવ અજરબેજાનની રાજધાની બાકૂથી પેરિસ પહોંચ્યા હતા, પરંતુ એરપોર્ટ પર જ ફ્રાન્સિસી અધિકારીઓએ તેમને કસ્ટડીમાં લઈ લીધા. પ્રાપ્ત જાણકારી મુજબ મેસેજિંગ એપ સાથે જોડાયેલા કથિત ગુનાઓના કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે અને રવિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ટેલિગ્રામની ચીફની કેમ થઈ ધરપકડ:

ફ્રાન્સમાં સગીરો વિરુદ્વ હિંસાને રોકવા કામ કરનારી OFMINએ છેતરપિંડી, ડ્રગ્સ તસ્કરી, સાઇબરબુલિંગ, સંગઠિત ગુના અને આતંકવાદને પ્રોત્સાહન આપવા સહિત કથિત ગુનાઓની પ્રાથમિક તપાસમાં પાવેલ ડુરોવ માટે અરેસ્ટ વોરંટ જાહેર કર્યું હતું. પાવેલ ડુરોવ પર પોતાના પ્લેટફોર્મના ગુનાહિત ઉપયોગને રોકવા માટે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવાની શંકા છે. તપાસકર્તાઓમાંથી એકે કહ્યું કે, ટેલિગ્રામ પર ખૂબ ગરબડી ચાલી રહી છે. તેઓ હેરાન હતા કે પાવેલ ડુરોવ એ જાણતા પેરિસ આવ્યા કે તેઓ ત્યાં વોન્ટેડ છે અને તેમની ધરપકડ કરી શકાય છે.

ટેલિગ્રામ એપે ચમકાવ્યું પાવેલ ડુરોવનું નસીબ:

રશિયન મૂળના પાવેલ ડુરોવે આ મેસેજિંગ એપ ટેલિગ્રામની શરૂઆત કરી હતી. તેમની સંપત્તિ 15.5 અબજ ડૉલર આંકવામાં આવી હતી. આ એપ રશિયા, યુક્રેન અને પૂર્વી યુરોપના દેશોમાં ખૂબ લોકપ્રિય છે. ટેલિગ્રામને ફેસબુક, યુટ્યુબ, વૉટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક અને વિચેટ બાદ મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી એક માનવામાં આવે છે. તેનું લક્ષ્ય આગામી વર્ષે એક અબજ યુઝર્સ સુધી પહોંચવાનું છે.

રશિયાએ 2022માં યુક્રેન પર જ્યારે હુમલો કર્યો તો ટેલિગ્રામ એપ આ યુદ્ધ અને તેની સાથે જોડાયેલી ઘટનાઓ બાબતે બંને પક્ષો તરફથી અનફિલ્ટર્ડ અને ક્યારેક ક્યારેક ગ્રાફિક અને ભ્રામક સામગ્રીનો મુખ્ય સ્ત્રોત બની ગઇ છે. આ એપ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદોમીર ઝેલેન્સ્કી અને તેમના અધિકારીઓ માટે સંચારનું પસંદગીનું માધ્યમ બની ગઈ. તો ક્રેમલીન અને રશિયન સરકાર પણ પોતાના સમાચારોને પ્રસારિત કરવા માટે ઉપયોગ કરે છે. તે એ કેટલીક જગ્યાઓમાંથી એક બની ગઈ, જ્યાં રશિયા યુદ્ધ બાબતે સમાચાર પ્રાપ્ત કરી શકાય છે.

Top News

હાઇસ્પીડ ઇલેક્ટ્રીક રેલવે એન્જિન પ્લાન્ટ તૈયાર, ગુજરાતને થશે મોટો ફાયદો?

ગુજરાતના દાહોદમાં હાઇસ્પીડ ઇલેક્ટ્રીક રેલવે એન્જિન પ્લાન્ટ તૈયાર થઇ ગયો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મે 2025ના દિવસે...
National 
હાઇસ્પીડ ઇલેક્ટ્રીક રેલવે એન્જિન પ્લાન્ટ તૈયાર, ગુજરાતને થશે મોટો ફાયદો?

સુરતમાં ફરી એક યુવતી સગીરને ભગાડી ગઇ

સુરતમાં થોડા દિવસ પહેલા એક શિક્ષિકા તેની પાસે ટ્યુશનમાં ભણવા આવતા સગીર વિદ્યાર્થીને ભગાડી ગઇ હતી અને એ વાત ભારે...
Gujarat 
સુરતમાં ફરી એક યુવતી સગીરને ભગાડી ગઇ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 24-05-2023 દિવસ: શનિવાર મેષ: આજે તમારું મન કંઈક અંશે પરેશાન રહેશે, જેના કારણે તમે કોઈપણ કામ પર ધ્યાન કેન્દ્રિત...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સુપ્રીમ કોર્ટે EDને કેમ ખખડાવી, કહ્યું- તમે બધી મર્યાદા પાર કરી દો છો

તમિલનાડુ સ્ટેટ કોર્પોરેશનની સામે EDના દરોડાના કેસની સુનાવણી સુપ્રિમ કોર્ટમાં થઇ હતી. કેન્દ્ર સરકાર વર્સીસ રાજ્ય સરકાર. આ સુનાવણી ...
National 
સુપ્રીમ કોર્ટે EDને કેમ ખખડાવી, કહ્યું- તમે બધી મર્યાદા પાર કરી દો છો
Copyright (c) Khabarchhe All Rights Reserved.