અમેરિકા સ્પેશિયલ બાળકને જન્મ આપવા આવનારા સામે ટ્રમ્પની લાલ આંખ, નવો એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર કર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં તથાકથિતા બર્થ ટૂરિઝ્મને રોકવા તરફ એક મોટું પગલું ભર્યું છે. તેમણે બે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે, જેનો હેતુ ફક્ત બાળકોને અમેરિકન નાગરિકતા અપાવવા માટે વિદેશિયો દ્વારા અમેરિકા જઇને પ્રસુતિ કરાવવાની પ્રવૃત્તિને રોકવાનો છે, તેમજ જન્મજાત નાગરિકતાના અવકાશને મર્યાદિત કરવાનો છે.

ગુરુવારે હસ્તાક્ષર કરાયેલા એક આદેશમાંથી એક એવા વ્યક્તિઓને નિશાન બનાવે છે જેમાં વાણિજ્યિક રૂપે બર્થ ટૂરિઝ્મને પસંદ કરે છે અને તેમના બાળકને અમેરિકન નાગરિકતા અપાવવાના ઉદ્દેશ્ય સાથે અમેરિકા આવે છે. આ આદેશનો હેતુ આવા વ્યક્તિઓ માટે અમેરિકામાં પ્રવેશ પ્રતિબંધિત કરવાનો છે.

PTI ના અહેવાલ મુજબ, બીજો આદેશ એ લોકોની પરિભાષાનું વિસ્તરણ કરે છે, જેમને જન્મના આધારે અમેરિકા નાગરિકતા માટે અયોગ્ય માનવામાં આવશે. આમાં વિદેશી સરકારો વતી લોબિંગ કરનારા વિદેશી નાગરિકોના બાળકોનો સમાવેશ થાય છે. અમેરિકા સુપ્રીમ કોર્ટે 30 જૂનના રોજ ટ્રમ્પના એ એક્ઝિક્યુટિવ આદેશને ફગાવી દીધો હતો, જેમાં જન્મજાત નાગરિકતા સમાપ્ત કરવાનો પ્રયા, કરવામાં આવ્યો હતો. કોર્ટે એક સદીથી વધુ સમયથી અસ્તિત્વમાં બંધારણીય વ્યવસ્થાને સમર્થન આપતા કહ્ય હતું કે અમેરિકામાં જન્મેલા લગભગ દરેક વ્યક્તિ અમેરિકન નાગરિક હોય છે.

ટ્રમ્પે  અમેરિકાના રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં આદેશો પર હસ્તાક્ષર કર્યા પછી પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના 30 જૂનના ચૂકાદાની ટીકા કરી અને કહ્યું કે આ નવો નિર્ણય કેટલાક જરૂરી ફેરફારો કરવા માટે લેવામાં આવ્યો છે. જન્મજાત નાગરિકતા અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતો, એટલે અમે તેમાં ફેરફારો કરી રહ્યા છીએ.

શું છે અમેરિકાનો બંધારણમાં 14મો સુધારો?

આ દરમિયાન ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલર, વાણિજ્ય સચિવ હોવર્ડ લ્યુટનિક, અમેરિકા વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીર અને વ્હાઇટ હાઉસ સ્ટાફ સેક્રેટરી વિલ શાર્ફ હાજર હતા. 9 જુલાઈ, 1868ના રોજ બહાલી પામેલા અમેરિકા બંધારણના 14મા સુધારામાં અમેરિકામાં જન્મેલા અથવા કાયદેસર રીતે નાગરિકતા મેળવનારા તમામ વ્યક્તિઓને અમેરિકા નાગરિકતા આપવામાં આવી, જેમાં અગાઉ ગુલામ બનાવવામાં આવેલા લોકોનો પણ સમાવેશ થાય છે.

Trump1
aljazeera.com

ટ્રમ્પે કહ્યું કે, આ જોગવાઈ ગૃહયુદ્ધ પછી તરત જ બનાવવામાં આવી હતી. તેનો હેતુ ગુલામ લોકોના બાળકોને નાગરિકતા આપવાનો હતો, પરંતુ હવે શું થઈ રહ્યું છે? લોકો તેના આધાર પર વ્યવસાયો ઉભા કરી રહ્યા છે. ટ્રમ્પની ઇમિગ્રેશન વિરોધી નીતિઓ પાછળના મુખ્ય વ્યૂહરચનાકાર માનવામાં આવતા સ્ટીફન મિલરે કહ્યું કે લોકો પ્રવાસીઓ તરીકે અમેરિકા આવે છે, પરંતુ તેમનો વાસ્તવિક ઉદ્દેશ્ય અહીં બાળક પેદા કરવાનો છે, જેથી બાળક આપમેળે અમેરિકન નાગરિક બની જાય.

મિલરે કહ્યું કે, આ ખામીયુક્ત વ્યવસ્થાને કારણે એવા વ્યક્તિઓને સરકારી કલ્યાણ યોજનાઓ, ભવિષ્યમાં મતદાન અધિકારો અને એ બધા વિશેષાધિકાર મળા જાય છે જે માત્ર અમેરિકન નાગરિકો માટે હોવા જોઇએ. આ આદેશોમાં એવી ઘણી શ્રેણીઓની યાદી આપવામાં આવી છે જેમના બાળકોને અમેરિકન નાગરિકતા સંબંધિત દસ્તાવેજો જાહેર કરવા જોઈએ નહીં. આમાં એવા બાળકોનો સમાવેશ થાય છે જેમના માતા-પિતાએ એવી વ્યવસાયિક લેવડ-દેવડ કરી હોય, જેનો હેતું ગર્ભવતી મહિલાને અમેરિકા અથવા તે તેના પ્રદેશોમાંથી એકમાં પ્રસુતિ કરાવવા લાવવામાં આવી હોય.

આ ઉપરાંત, આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા વ્યક્તિઓના બાળકો, વિદેશી સરકારી કર્મચારીઓના બાળકો અને અમેરિકન પ્રદેશોમાં જન્મેલા એવા બાળકોનો સમાવેશ થાય છે, જેમને ફેડરલ કાયદા હેઠળ નાગરિકતા મળતી નથી. ઇમિગ્રેશન નિષ્ણાતોએ ટ્રમ્પના આ નવા એક્ઝિક્યુટિવ આદેશોની ટીકા કરતા તેમને ગેરબંધારણીય ગણાવ્યા છે.

US
ndtv.com

ન્યૂયોર્ક સ્થિત ઇમિગ્રેશન એટર્ની, સાયરસ મહેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા કહ્યું કે, ટ્રમ્પનો જન્મના આધાર પર નાગરિકતા અંગે નવો એક્ઝિક્યુટિવ ઓર્ડર સ્પષ્ટપણે ગેરબંધારણીય છે. જો કોઈ વ્યક્તિના માતા-પિતાએ અમેરિકામાં બાળકના જન્મને સુનિશ્ચિત કરવા વાણિજ્યિક લેવડ-દેવડ કરી હોય, તો તેના આધારે નાગરિકતા નકારવી એ 14મા સુધારાનું ઉલ્લંઘન કરે છે.

માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટીટ્યૂટ અનુસાર, સૌથી વ્યાપક વસ્તી ગણતરી-આધારિત અંદાજ છે કે બર્થ ટૂરિઝ્મને કારણે અમેરિકામાં વાર્ષિક 22,000 થી 26,000 બાળકોનો જન્મ થાય છે. જો કે, સત્તાવાર ડેટા અનુસાક કે 2024માં અમેરિકામાં વિદેશી સરનામાં ધરાવતી માતાઓથી ફક્ત 9,600 બાળકોનો જન્મ થયો હતો. અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન (ACLU)એ એક નિવેદનમાં, જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે પહેલાથી જ ચૂકાદો આપ્યો છે કે, જન્મના આધાર પર નાગરિકતા અમેરિકાના બંધારણ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે. એવો કોઈપણ એક્ઝિક્યુટિવ ઓર્ડર, જે આ અધિકાર પર હુમલો કરવાનો પ્રયાસ કરશે તેની એવી જ હાલત થશે જે રાષ્ટ્રપતિ ટ્રમ્પના અગાઉના આદેશની થઇ હતી.

About The Author

Related Posts

Top News

સુરતમાં મોટી ઘટના બનતા-બનતા રહી ગઈ, ગણપતિ બાપ્પાને જોવા હજારો લોકો ભેગા થયા, લોકોએ ચંપલ છોડી ભાગવું પડ્યું

ગણેશ ચતુર્થીનો હજી દોઢ મહિનો બાકી છે, તે પહેલા જ ગણેશજીના આગમનની શરૂઆત થઈ ગઈ છે. સુરતમાં સરકાર ગ્રુપ દ્વારા...
Gujarat 
સુરતમાં મોટી ઘટના બનતા-બનતા રહી ગઈ, ગણપતિ બાપ્પાને જોવા હજારો લોકો ભેગા થયા, લોકોએ ચંપલ છોડી ભાગવું પડ્યું

શું ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાટીદાર આંદોલન વધુ ભડકાવ્યું હતું? આનંદીબેન પટેલ પર લખાયેલ પુસ્તક ‘ચૂનૌતિયાં મુઝે પસંદ હૈ’માં થયો મોટો ઘટસ્ફોટ

ઑગસ્ટ 2015માં પાટીદાર અનામત આંદોલન થયું હતું.  આ આંદોલન ગુજરાતમાં પાટીદારસમુદાય દ્વારા અન્ય પછાત વર્ગ (OBC) નો દરજ્જો અને...
Gujarat 
શું ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાટીદાર આંદોલન વધુ ભડકાવ્યું હતું? આનંદીબેન પટેલ પર લખાયેલ પુસ્તક ‘ચૂનૌતિયાં મુઝે પસંદ હૈ’માં થયો મોટો ઘટસ્ફોટ

સુરત નવી સિવિલ હોસ્પિટલે વધુ 1 મૃતદેહનું સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરાયું: હવાઈ માર્ગે જૌનપુર મોકલાયો

માહિતી બ્યુરો:સુરત:શુક્રવાર: નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશના વતની એવા મૃતકની અંતિમવિધિ તેમના વતનમાં થઈ શકે તે...
Gujarat 
સુરત નવી સિવિલ હોસ્પિટલે વધુ 1 મૃતદેહનું સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરાયું: હવાઈ માર્ગે જૌનપુર મોકલાયો

ભારતમાં 8 કરોડથી વધુ યુવાનો બેરોજગાર, અભ્યાસ પૂરો થયો-નોકરી નથી, નીતિ આયોગનો રિપોર્ટ

NITI આયોગના એક નવા અહેવાલમાં ચિંતાજનક ખુલાસો થયો છે. ભારતમાં 15 થી 29 વર્ષની વયના આશરે 87 મિલિયન યુવાનો ન...
National 
ભારતમાં 8 કરોડથી વધુ યુવાનો બેરોજગાર, અભ્યાસ પૂરો થયો-નોકરી નથી, નીતિ આયોગનો રિપોર્ટ

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.