- World
- 5 જુલાઈ અંગે બાબા વેંગાએ એવી કંઈ આગાહી કરી છે કે આ જગ્યાએ લોકો ફ્લાઇટ્સ કેન્સલ કરી રહ્યા છે, ઘર છોડી...
5 જુલાઈ અંગે બાબા વેંગાએ એવી કંઈ આગાહી કરી છે કે આ જગ્યાએ લોકો ફ્લાઇટ્સ કેન્સલ કરી રહ્યા છે, ઘર છોડી રહ્યા છે

ભૂકંપ અને સુનામી જેવી કુદરતી આફતોનો સામનો કરી ચૂકેલું જાપાન આ દિવસોમાં ગભરાટમાં છે. જૂન-જુલાઈમાં પ્રવાસીઓથી ભરેલા જાપાનમાં કર્ફ્યુનું વાતાવરણ છે. તેનું કારણ પ્રલયની આગાહી છે. બાબા વેંગા(રિયા તાત્સુકી)એ આ આગાહી કરી છે, જેમણે વિશ્વમાં ઘણી વિનાશક ઘટનાઓની સચોટ આગાહી કરી છે. આ કારણોસર, બાબા વેંગાની ચેતવણીને હળવાશથી લેવામાં આવી રહી નથી. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં જાપાનમાં લાખો ફ્લાઇટ ટિકિટો રદ કરવામાં આવી છે.

જાપાની મનોવૈજ્ઞાનિક રિયા તાત્સુકીએ દાવો કર્યો છે કે, 5 જુલાઈએ જાપાનમાં મોટી આફત આવી શકે છે. ભૂકંપ અને સુનામીને કારણે આ દેશમાં ભારે વિનાશ થવાની સંભાવના છે. રિયો તાત્સુકીની તુલના બલ્ગેરિયાના અંધ પયગંબર બાબા વેંગા સાથે કરવામાં આવે છે. 5 જુલાઈ માટે માત્ર 3 દિવસ બાકી છે અને હવે તે હૃદયદ્રાવક આગાહી અંગે લોકોની ચિંતા વધી રહી છે.
જાપાનના ટાકોરા ટાપુ પર અકાસુકીજીમામાં આવેલા એક પછી એક ધરતીકંપે પણ લોકોના મનમાં ગભરાટ ફેલાવ્યો છે. અહીં મોટા ભૂકંપ અને પછી સમુદ્રમાં સુનામીની આગાહીને નિશ્ચિત માનીને લોકો સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરી ગયા છે.

20 જૂનથી છેલ્લા 40 દિવસમાં આ ટાપુ પર 700થી વધુ નાના-મોટા ભૂકંપ આવ્યા છે. આમાંના 50થી વધુ ભૂકંપ રિક્ટર સ્કેલ પર 3 થી 5 ની તીવ્રતાના હતા. અકાસુકીજીમા ટાપુ જ્વાળામુખી ઠંડો થવાને કારણે બન્યો છે. અહીંની ટેકરીઓ ભૂકંપ પ્રત્યે સૌથી સંવેદનશીલ માનવામાં આવે છે. જોકે હાલમાં અહીં 100થી પણ ઓછા લોકો રહે છે, પરંતુ સુનામીનો ભય હજુ પણ છે.
દરિયાઈ જ્વાળામુખી નિષ્ણાત યોકોસેના શબ્દોથી પણ આ આગાહી મજબૂત બને છે. તેમના મતે, રિક્ટર સ્કેલ પર 6ની તીવ્રતા સુધીનો ભૂકંપ આવી શકે છે. તેમણે ચેતવણી આપી છે કે, લોકોએ આગામી એક અઠવાડિયા સુધી સતર્ક રહેવું જોઈએ. તેમનું કહેવું છે કે, કાગોશિમા ટાપુઓ પર ધ્રુજારી લાવતી ભૂસ્તરશાસ્ત્રીય પ્રક્રિયાઓ જાપાનના પેસિફિક કિનારે મોટા ભૂકંપનું કારણ બને તેવી પ્રક્રિયાઓથી સંપૂર્ણપણે અલગ છે.

બાબા વેંગાની ઘણી આગાહીઓ સાચી પડી છે. તેમણે ઘણી આગાહીઓ કરી છે, જેમાં 2011માં જાપાનમાં આવેલા વિનાશક ભૂકંપ, કોરોના વાયરસ રોગચાળો, રાજકુમારી ડાયનાનું મૃત્યુનો સમાવેશ થાય છે. મંગા કલાકાર રિયા તાત્સુકીનું 1999નું પુસ્તક 'ધ ફ્યુચર આઈ સો' આવી આગાહીઓથી ભરેલું છે. આ પુસ્તકમાં, 5 જુલાઈએ જાપાનમાં આવનાર વિનાશક સુનામી વિશે ચેતવણી આપવામાં આવી છે.
Top News
સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?
ભાવનગરના મેયરે એમ કેમ કહ્યું- ભાજપના નેતાઓ દ્વારા તેમને દબાવવાની કોશિશ કરાઈ રહી છે
સુરત ડાયમંડ બૂર્સને ધમધમતું કરવા હર્ષ સંઘવીએ કેમ મેદાનમાં આવવું પડ્યું?
Opinion
