- World
- 8.8ની તીવ્રતાના ભૂકંપથી તબાહી મચી, જાપાન, રશિયા, અમેરિકામાં દરિયા કાંઠે મોટું સંકટ
8.8ની તીવ્રતાના ભૂકંપથી તબાહી મચી, જાપાન, રશિયા, અમેરિકામાં દરિયા કાંઠે મોટું સંકટ
રશિયાના કેમચટકા ક્ષેત્રમાં ખતરનાક ભૂકંપ આવ્યો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 8.8 માપવામાં આવી હતી. કેમચટકા રશિયાનો અંતરિયાળ પૂર્વીય પ્રદેશ છે, જે પ્રશાંત મહાસાગર તરફ ખુલે છે. હવે ભૂકંપ બાદ ત્યાં ત્સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. રશિયા સાથે-સાથે જાપાનમાં પણ ત્સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. US જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર, ભૂકંપ સમુદ્રની નીચે આવ્યો હતો, ત્યારબાદ જાપાન અને અમેરિકાની એજન્સીઓએ ત્સુનામી ચેતવણી જાહેર કરી છે. રશિયા-જાપાન ઉપરાંત, અમેરિકામાં કેલિફોર્નિયાના દરિયા કિનારે પણ ત્સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સમુદ્રમાં 3 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે. તેનાથી ઘણા વિસ્તારોમાં તબાહી મચી શકે છે.
ત્સુનામી ચેતવણીને કારણે જાપાનમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. લોકો સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા નજરે પડ્યા. આ તસવીર ઉત્તર જાપાનના ઇવાતે પ્રાંતના મિયાકોમાં એક સ્ટેશનની છે. 8.8 ની તીવ્રતાના ભૂકંપથી તબાહીની ઘણી તસવીરો સામે આવી છે. ક્યાંક ઇમારતો ધરાશાયી થઈ છે તો ક્યાંક દ્વિપો સાથે ટકરાઇ રહેલા ત્સુનામીના મોજા દેખાઈ રહ્યા છે. રશિયામાં એક કિન્ડરગાર્ટનની દીવાલ ધરાશાયી થઈ છે. સદનસીબે અંદર કોઈ બાળક નહોતું, બધા સમયસર બહાર આવી ગયા હતા. તો, જાપાનના હોક્કાઇડોના કુશિરોમાં ગાડીઓને ઊંચી જગ્યાઓ પર લઈ જવામાં આવી છે.
રશિયાના કુરિલ દ્વીપ સમૂહના સેવેરો-કુરિલ્સ્કમાં સમુદ્રમાં જોરદાર મોજા ઉછળતા જોવા મળ્યા. અહીં ત્સુનામીની શરૂઆત થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, રશિયાના કેમચટકામાં આ મહિને 5 વખત ભૂકંપ આવ્યા છે. 4 નવેમ્બર 1952ના રોજ કેમચટકામાં 9.0ની તીવ્રતાના ભૂકંપથી નુકસાન થયું હતું. જાપાનમાં ઘણી જગ્યાએ ત્સુનામીની શરૂઆત થઈ ગઈ છે. તસવીરમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે વિસ્થાપિત લોકો સમુદ્ર તરફ જોઈ રહ્યા છે.
https://twitter.com/TIgerNS3/status/1950430420530844072
આ તસવીર ઉત્તર જાપાનના મિયાગી પ્રાંતના ઇશિનોમાકીમાં હિઓરિયામા પર્વતની છે. હવાઈના હોનોલુલુમાં ત્સુનામીની ચેતવણી બાદ, લોકો સુરક્ષિત સ્થળોએ જતા નજરે પડ્યા, જેના કારણે ટ્રાફિક જામ જોવા મળ્યો. જાપાનમાં ત્સુનામીની ચેતવણીને ધ્યાનમાં રાખીને ફુકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. વર્ષ 2011માં આવેલા 9.0ની તીવ્રતાના ભૂકંપ અને ત્યારબાદ આવેલી ત્સુનામીના કારણે ફુકુશિમા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટને ભારે નુકસાન થયું હતું.
જાપાનમાં ત્સુનામીની ચેતવણી જાહેર કરાયા બાદ, લોકો ઉત્તર જાપાનના હોક્કાઇડોના કુશિરોમાં અસ્થાયી સ્થળાંતર સ્થળ પર ભેગા થઈ ગયા હતા. ઉત્તર જાપાનના હોક્કાઇડોના મુકાવા શહેરમાં ત્સુનામીથી બચવા માટે લોકો ફાયર સ્ટેશનની છત પર શરણ લેવા મજબૂર થઈ ગયા. જાપાનમાં ત્સુનામીની ચેતવણી બાદ કાનાગાવા પ્રાંતના ફુજીસાવા શહેરમાં બીચ એકદમ ખાલી થઈ ગયો છે. જાપાનના ફુજીસાવા શહેરમાં ત્સુનામીની ચેતવણીને કારણે પોલીસ બીચ ખાલી કરાવી રહી છે. જો કે ભૂકંપ બાદ એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં રશિયામાં એક ઓપરેશન થિએટરમાં ભૂકંપ આવ્યા બાદ પણ ડોક્ટરોએ ઓપરેશન શરૂ રાખ્યું હતું

