ભાવનગરમાં તણાઈ ગઈ બકરીઓ, બચાવવા જતા પિતા-પુત્રના મોત

ગુજરાતના ભાવનગરમાં ચક્રવાતી તોફાન બિપરજૉયે એક પરિવારની ખુશીઓ છીનવી લીધી. વરસાદના કારણે નાળામાં પડેલી બકરીઓને બચાવવા જતા પિતા અને પુત્રના મોત થયા છે. આ બંને જણા નાળામાં તણાઈ ગયેલી બકરીઓને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, તે સમયે આ દુર્ઘટના બની હતી.

ગુજરાતમાં બિપરજૉય તોફાનના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે. દરમિયાન, ભાવનગરમાં ગુરુવારે એક નાળામાં ફસાયેલી પોતાની બકરીઓને બચાવતી વખતે એક વ્યક્તિ અને તેના દીકરાનું મોત થઈ ગયુ. ચક્રવાત ગુરુવારે કચ્છ જિલ્લામાં પહોંચ્યા બાદ ભાવનગર સહિત ગુજરાતના ઘણા હિસ્સાઓમાં ભારે વરસાદ પડ્યો છે. તેમજ, કચ્છ જિલ્લામાં ચક્રવાતી તોફાનના કારણે વાવાઝોડું અને ભારે વરસાદ પડ્યો. તેને કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણરીતે અસ્ત-વ્યસ્ત થઈ ગયુ. જિલ્લામાં મોટી સંખ્યામાં ઝાડ ઉખડી ગયા. ઘણા વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ અને સમુદ્રની પાસે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા.

ભાવનગરમાં મામલતદાર એસ. એન. વાલાએ જણાવ્યું કે, ગુરુવારે સવારથી થયેલા વરસાદ બાદ સીહોર શહેરની પાસે ભંડાર ગામમાંથી પસાર થતા એક નાળાની ઉપરથી પાણી વહેવા માંડ્યું. વાલાએ કહ્યું કે, અચાનક પાણી આવવાથી બકરીઓનું ઝુંડ નાળામાં ફસાઈ ગયુ. પ્રાણીઓને બચાવવા માટે 55 વર્ષના રામજી પરમાર અને તેમનો દીકરો રાકેશ પરમાન (22) નાળામાં ઘૂસી ગયા. જોકે, તેઓ પાણીમાં તણાઈ ગયા. તેમના શવોને થોડે દૂરથી બહાર કાઢી લેવામાં આવ્યા.

અધિકારીએ કહ્યું કે, 22 બકરીઓ અને એક ઘેટાંનું પણ મોત થઈ ગયુ. અધિકારીઓએ કહ્યું કે, આ ઉપરાંત રાજ્યમાં ક્યાંય બીજેથી ચક્રવાત સંબંધી મોતની જાણકારી નથી મળી. તેમજ માંડવી (કચ્છ જિલ્લા)માં તોફાનની અસરના કારણે ઘણા વિસ્તારોમાં ઝાડ ઉખડી ગયા તો કેટલાય વિસ્તારોમાં વીજળી જતી રહી. તેમજ, સમુદ્ર કિનારે સ્થિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ જાણકારી મળી છે.

માંડવી શહેરમાં સંપૂર્ણરીતે વીજળી ગુલ રહી. ભારે પવનના કારણે જખૌ-માંડવી રોડની સાથો સાથ માંડવી શહેરમાં ઘણા ઝાડ પડી ગયા. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ કહ્યું હતું કે, અત્યારસુધી ચક્રવાતના કારણે કોઈના પણ મોતના સમાચાર મળ્યા નથી. તેમણે કહ્યું કે, હવાની સ્પીડ ખૂબ જ વધારે છે. હાલ દરેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. પરંતુ, સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે સંવાદદાતાઓને કહ્યું હતું કે, અમને મામૂલી નુકસાન થયુ છે જેમ કે, 200 વીજળીના થાંભલા ઉખડી ગયા છે, 250 ઝાડ પડી ગયા છે અને અમે સુરક્ષાની દ્રષ્ટિએ પાંચ તાલુકાઓમાં વીજળીની સપ્લાઈ બંધ કરી દીધી છે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.