ગીરની જાબાંઝ સિંહણ.... દેશના પ્રથમ મહિલા રેસ્ક્યૂ ફોરેસ્ટર રસીલા વાઢેર

ગીરની સિંહણ....ધ લાયન ક્વીન ઓફ ઈન્ડિયા જેવા બિરૂદ મેળવનાર રસીલાબેન વાઢેરે વન્યપ્રાણીઓના જીવ બચાવવા માટે અનેકવાર જીવ સટોસટ્ટીના ખેલ ખેલ્યા છે. એ પણ વન્યપ્રાણીઓના કોઈ પણ શાસ્ત્રીય જ્ઞાન વગર માત્ર હિંમત, અનુભવ અને કોઠાસૂઝના બળે સિંહ, દિપડા, મગર, અજગર વગેરે પ્રાણીઓના જીવા બચાવવા માટે 1000થી વધુ રેસ્ક્યૂ ઓપરેશન કર્યા છે. પુરૂષ પ્રધાન સમાજમાં અચરજ પમાડે તેવી વાત છે કે, સિંહ, દિપડા જેવા હિંસક પ્રાણીઓના રેસ્ક્યૂ ટીમમાં એક માત્ર મહિલા રસીલાબેન હતા. બાદમાં તેઓેએ રેસ્ક્યૂ ટીમના ટીમ લીડર તરીકે પણ ફરજ બજાવી. આ જાબાંઝ મહિલાએ બેખૌફ સિંહ, દિપડા સહિતના વન્યપ્રાણીઓના જીવ બચાવવા માટે તેમની મલમપટ્ટી પણ કરી છે. હાલમાં ગીરસોમનાથ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગની પ્રભાસ પાટણ રેન્જમાં આર.એફ.ઓ. તરીકે ફરજ બજાવી રહેલા રસીલાબેન વાઢેરને દેશના પ્રથમ મહિલા રેસ્ક્યૂ ફોરેસ્ટર બનવાનું માન પણ પ્રાપ્ત છે.

રસીલાબેન વાઢેરનું સાહસ અને હિંમત એક મિસાલ છે. તેઓ કહે છે કે, ચેલેન્જવાળી કામગીરી કરવી ગમે છે.... વેરાન જંગલમાં કે, વન્ય પ્રાણીઓના રેસ્ક્યૂ ઓપરેશનમાં ડર ક્યારેય લાગ્યો નથી... જો તમારા હિંમત અને આત્મવિશ્વાસ હોય તો અશક્ય લાગતા કામ પણ શક્ય બની જતા હોય છે. સાથે જ જો અપેક્ષાવિહિન કામ કરવામાં આવે તો અનેક મુશ્કેલીઓથી આપોઆપ બચી શકાય છે. રાજ્ય સરકારે પણ આજની મહિલાઓને આગળ વધવા માટે પોતાની જાતને નિડરતા અને ઉત્કૃષ્ટતા સાથે કામગીરી બજાવી શકે તેવી વ્યવસ્થા ગોઠવી છે.

જીવનમાં કોઈનું અનુકરણ કરવાની જરૂર નથી. પણ શ્રેષ્ઠ કાર્યોમાંથી પ્રેરણા અવશ્ય મેળવવી જોઈએ. હિંમતના અન્ય કોઈ સ્ત્રોત હોતા નથી તે માત્ર તમારી અંદરથી આવી શકે છે. જે તમને કંઈક અલગ કરવા માટે જુસ્સો પૂરો પાડે છે. 2007માં જ્યારે ગાર્ડ તરીકે વન વિભાગમાં જોડાઈ ત્યારે અમારા ડિવિઝનમાં હું એક માત્ર જ મહિલા હતી. 2007માં પહેલી જ વખત વન વિભાગમાં ગાર્ડ તરીકે મહિલાઓની ભરતી કરવામાં આવી હતી. મહિલા માટે આ ક્ષેત્ર નવુ જ હતું. શરૂઆતમાં મારી જેવી તમામ મહિલાઓને ફિલ્ડ કે, વન્ય પ્રાણીઓની રેસ્ક્યૂની કામગીરી સોંપવામાં ન આવતી હતી. મોટાભાગે ઓફિસ વર્ક જ સોંપવામાં આવતુ હતું. જે સ્વભાવીક પણ હતું. સીધી મહિલાઓને જોખમી કામગીરી સોંપી શકાય નહી.

જે તે સમયે સાસણ રેસ્ક્યૂ સેન્ટરના વેટરનરી ડોક્ટરે નોકરી છોડી દેતા, રેસ્ક્યૂ સેન્ટરની જવાબદારી મારા શીરે આવી હતી. ત્યારબાદ અન્ય વેટરનરી ડોક્ટરના માર્ગદર્શન મુજબ ઘણાં વન્યપ્રાણીઓને સારવાર આપી છે. એકવાર સારવાર દરમિયાન દિપડાએ હાથમાં બચકુ ભરી લેતા 15 જેટલા ટાકા આવ્યાં હતા. આમ, વન્યપ્રાણીઓ સારવાર અને રેસ્ક્યૂમાં ફાવટ આવી જતા ઘણાં કર્ચચારીઓથી માંડીને ઉચ્ચ અધિકારીઓને તાલીમ પણ આપવાની તક મળી છે. જો કે, વન્ય પ્રાણીઓના બિહેવ-વર્તન જાણવા માટે ત્રણેક વર્ષ જેટલો સમય લાગી જતો હોય છે. જો કે,રેસ્ક્યૂમાં ચોપડીયું જ્ઞાન બહુ કામ આવતું નથી...

રસીલાબેન સ્વીકારે છે કે, આ વન્યપ્રાણીઓના રેસ્ક્યૂની કામગીરીમાં મારી સાથી કર્મચારીઓ-અધિકારીઓનુ પણ એટલુ જ યોગદાન છે. રેસ્ક્યૂ કામગીરી ટીમ વર્ક સિવાય અશક્ય છે. હા...એક મહિલા હોવાના નાતે શ્રેય મને વધુ મળે છે. રેસ્ક્યૂનો પ્રથમ અનુભવ એટલો જ રોચક રહ્યો છે, ડેડકડી રેન્જના કાસીયા રાઉન્ડમાં એક સિંહણ શાહૂળીનો શિકાર કરવા જતા ઘવાઈ ગઈ હતી. કારણ કે, શાહૂડી શરીર એકદમ કાટાળું હોય છે. આ સિંહણ વધુ ઘાયલ થઈ ગઈ હોવાથી એકદમ આક્રમક બની ગઈ હતી. એકવાર સિંહણે તો અમારી ઉપર હુમલો પણ કરી દીધો હતો. જેથી એક સમયે તો રેસ્ક્યૂ ઓપરેશન બંધ કરવાનુ વિચાર્યું હતું. પણ ટીમ વર્કથી સાંજના પાંચ વાગ્યાથી શરૂ કરાયેલુ રેસ્ક્યૂ ઓપરેશન વહેલી સવારે સફળતાપૂર્વક પૂર્ણ કરાયું હતું. આમ, રેસ્ક્યૂની કામગીરી ખૂબ જહેમતની સાથે તમારી હિંમત અને ધીરજનુ પણ પરીક્ષણ કરે છે. હા...આ રેસ્ક્યૂ ટીમમાં હું એકમાત્ર મહિલા હતી.

રસીલાબેન કહે છે કે, રેસ્ક્યૂ વન્યપ્રાણીઓ જ્યારે માનવ વસવાટમાં પ્રવાસી જાય, કૂવામાં પડી જાય ઉપરાંત વન્યપ્રાણીઓ પણ ગૂટબાજી હોય છે તેવા સંજોગોમાં ઈનફાઈટમાં ઘાયલ થયા હોય વગેરે સંજોગોમાં વન્યપ્રાણીઓની રેસ્ક્યૂ કરવાનુ થતું હોય છે. 2007માં પ્રથમ વખત મહિલાઓની ગાર્ડની પોસ્ટ ભરતી કરવામાં આવી હતી. ત્યારે હું આ પોસ્ટ પર વન વિભાગમાં જોડાઈ હતી. ત્યારબાદ જ 2008માં સીધી ભરતીથી ફોરેસ્ટરની પોસ્ટ પર પસંદગી પામી હતી.

માળીયા હાટીના તાલુકાના ભંડૂરી ગામે જન્મેલા રસીલાબેન કહે છે કે, તેમના પરિવારમાં તેમને એક ભાઇ અને એક બહેન છે. નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી, અભણ માતા દુનિયાદારી જાણે નહી પણ કપરી આર્થિક પરિસ્થિતિ વચ્ચે મહેનત-મજૂરી કરી અમને ભણાવ્યા. વનવિભાગમાં અનાયાસે જોડાયાનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે કે, હું અને મારો ભાઇ સાથે વન વિભાગમાં ગાર્ડની પોસ્ટ માટે ફિઝિકલ ટેસ્ટ આપવા ગયા હતા. પરંતુ તેનાથી આ ટેસ્ટ ક્લીયર ન થઇ શકી. જેથી હું શારીરિક કસોટી આપવા તૈયાઈ થઈ. આમ, પણ સ્પોર્ટસમાં પહેલેથી રસ ધરાવતી હતી. દોડમાં તો રાષ્ટ્રીય કક્ષા સુધી રમી છું. એટલે ફિઝિકલ ટેસ્ટ કોઈ વધારે મુશ્કેલી વગર પાસ થઈ ગઈ. વન વિભાગની નોકરીમાં જોડાવાનો હેતુ તો માત્ર પરિવારને આર્થિક મદદરૂપ થવાનો હતો. નોકરી શરૂ કરી ત્યારે તો જંગલ, સિંહ કે વન્યપ્રાણીઓ વિશે કશું જાણતી ન હતી. પણ જવાબદારી અને અનુભવે ઘણું શીખવ્યું. રસીલાબેનને એક પુત્ર છે તેમના પતિ એસ.ટી વિભાગમાં સેવારત છે.

About The Author

Related Posts

Top News

Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

જો તમે પણ આ તહેવારોની સિઝનમાં નવા સ્માર્ટફોન વિશે વિચારી રહ્યા છો અને હેરી પોટરના ચાહક છો, તો Realme...
Tech and Auto 
Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન અને SIM કાર્ડ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયા છે; જોકે, તેના ઉપયોગમાં...
Tech and Auto 
SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે દિલ્હી, પંજાબ, ગોવા અને...
Politics 
કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો

જો તમે પણ દુકાનો, ફળ-શાકભાજીના સ્ટોલ કે મોટા મોલ્સમાં ઓનલાઇન પેમેન્ટ માટે Google Pay, PhonePe અથવા Paytm જેવી UPI ...
Business 
ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.