વાવાઝોડુ ગુજરાતમાં ટકરાઇ રહ્યું હતું ત્યારે દ્વારકા મંદિરમાં શું થઇ રહ્યું હતું?

અરબી સમુદ્રમાં સર્જાયેલ ‘બિપરજોય’ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધ્યા બાદ દ્વારકામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.વાવાઝોડાંના લેન્ડફોલ પહેલા ગોમતી કિનારે ઉછળતા મોજાઓએ લોકોને ધ્રૂજાવી દીધા હતા પરંતુ ફરી એકવાર દ્વારકાની સુરક્ષા સુનિશ્ચિત થઇ છે. સમગ્ર શહેરમાં અને મંદિરમાં કોઈ મોટું નુકસાન થયું નથી.

ગુજરાતની ઐતિહાસિક દ્વારકા નગરીની સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં મહાઆફત બનીને આવેલું ‘બિપરજોય’ વાવાઝોડું હવે ગુજરાતમાંથી પસાર થઇ રહ્યું છે. જ્યારે આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે મોટું નુકશાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ હજુ સુધી કોઇ જાનહાનિ સામે આવી નથી, તો ભગવાન કૃષ્ણની નગરી દેવભૂમિ દ્રારકામાં પણ કોઇ નુકશાન થયું નથી.ઐતિહાસિક દ્વારકા મંદિરને પણ કોઇ નુકશાન થયું નથી.

શુક્રવારે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારકા મંદિર પહોંચ્યા હતા અને પૂજારીઓ સાથે મુલાકાત કરી અને રાત ભર ઉજાગરો કરનારા પૂજારીઓનો આભાર વ્યકત કર્યો હતો. મંદિરની મુલાકાત પછી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ભગવાન દ્વારકાધીશના આર્શીવાદ હમેંશા ગુજરાત પર રહ્યા છે. ‘બિપરજોય’ના તોફાનમાં રાજ્યમાં એક પણ વ્યકિતનું મોત થયું નથી.

બિપરજોયના તોફાની તાંડવને જોતા દ્વારકાધીશ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. ભક્તોને ઓનલાઈન દર્શન કરવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ જ્યારે ગુજરાત સુપર સાયક્લોન સામે લડી રહ્યું હતું, ત્યારે મંદિરમાં હાજર પૂજારી દ્વારકાધીશ મંદિરની અંદર હતા અને  રાજ્યના સુરક્ષાની કામના કરી રહ્યા હતા. મંદિરના પૂજારીઓ રાત્રે 12 વાગ્યા સુધી મંદિરમાં હાજર રહ્યા હતા. જ્યારે વાવાઝોડું લેન્ડફોલ થયું અને તેનો આખો હિસ્સો લેન્ડફોલમાંથી પસાર થયું ત્યારે તેમણેરાહતનો શ્વાસ લીધો હતો.

વાવાઝોડાથી રક્ષણ મેળવવા માટે લગાતાર કામના કરવામાં આવી હતી.’ બિપરજોય’ લેન્ડફોલ થયા પછી દ્વારકા મંદિર પહોંચેલા હર્ષ સંઘવીએ કહ્યું હતું કે,15મીની રાત પડકારોથી ભરેલી હતી. ભગવાન દ્વારકાધીશ અને સોમનાથ દાદાના હમેંશા ગુજરાત પર આર્શીવાદ રહ્યા છે. દ્વારકામાં એક પણ મોત થયું નથી. આખા રાજ્યમાં 22 પોલીસ કર્મી ઘવાયા છે,  એ બધાની સારવાર ચાલી રહી છે.

વાવાઝોડના ટકરાવા પહેલા તોફાની પવનોને કારણે દ્વારકાધીશ મંદિરની ટોચ પરન ધ્વજા પણ લહેરાવવામાં નહોતી આવી. ભારે પવન અને એલર્ટને કારણે મંદિર પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. મંદિર પ્રસાશને આ નિર્ણય શ્રધ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને લીધો હતો. જો કે શ્રધ્ધાળુઓને પુરો વિશ્વાસ હતો કે ભગવાન દ્વારકાધીશ જ દ્વારકાની રક્ષા કરશે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.