- Tech and Auto
- છઠ્ઠુ ભણેલા મિકેનિકે ભંગારનો ઉપયોગ કરીને 70 હજારમાં બનાવી E-Bike, 60km...
છઠ્ઠુ ભણેલા મિકેનિકે ભંગારનો ઉપયોગ કરીને 70 હજારમાં બનાવી E-Bike, 60km...

આ મિકેનિકે 70 હજાર રૂપિયાનો ખર્ચ કરીને એક E-Bike તૈયાર કરી લીધી છે. આ E-Bike 15-20 રૂપિયામાં ફૂલ ચાર્જ થઈ જાય છે, ત્યારબાદ એ બાઇક ફૂલ ચાર્જ થવા પર 60-70 કિલોમીટર સુધી ચાલી શકે છે. આ અનોખુ કારનામું કરનાર વ્યક્તિનું નામ છે તાહિર મિયાં. તે બરેલીમાં SV ઇન્ટર કૉલેજ પાસે જોશી ઓટો કર્મા એક મિકેનિકના રૂપમાં કામ કરે છે. તાહિર માત્ર છઠ્ઠા ધોરણ સુધી ભણ્યો છે, પરંતુ તેની પાસે ઓટો મિકેનિકના ક્ષેત્રમાં કામ કરવાનો 23 વર્ષનો અનુભવ છે.
પોતાના આ અનુભવના દમ પર તેણે હવે ભંગાર થઈ ચૂકેલી એક બાઇકને E-Bikeમાં બદલી દીધી છે. તાહિરે લગભગ એક મહિનામાં આ E-Bikeને તૈયાર કરી છે. તેણે બાઈકના ચેસિસ નંબર બદલ્યા વિના, તેની બેટરી અને એન્જિનના પાર્ટ હટાવી દીધા. ત્યારબાદ તેણે તેમાં મોડિફિકેશન કરીને ઇ-રિક્ષાવાળી 5 બેટરી લગાવી. તેને લોડ ઓછું કરવા માટે આ ભંગાર બાઇકના પૈડાં પણ બદલી દીધા. બાઇક તૈયાર થયા બાદ લગભગ એક અઠવાડિયાથી તે રસ્તા પર દોડી રહી છે અને કોઈ પણ પ્રકારની પરેશાની નથી.
એક રિપોર્ટ મુજબ તાહિરનું કહેવું છે કે તેણે ઇ-રિક્ષાવાળી 5 બેટરી લગાવી છે. તેના પર લગભગ 16,500 રૂપિયા ખર્ચ થયા. આ બેટરીઓની એક વર્ષની ગેરન્ટી છે. આ આખી બાઇકને તૈયાર કરવામાં તેને 70 હજાર રૂપિયા લાગ્યા છે. તેને બાઇકને સુંદર બનાવવામાં કોઈ કસર છોડી નથી. તેનું કહેવું છે કે, તે આગળ પણ એવી બાઇક બનાવશે અને તેને અપગ્રેડ કરશે, જેથી તેના સુરક્ષા માનાંકોને હજુ સારા કરી શકાય. તેની સાથે જ તે આ બાઇકને તૈયાર કરવામાં આવનાર ખર્ચને પણ ઓછો કરશે.
જોશી ઓટો કેરના માલિક દેવેન્દ્ર જોશીનું કહેવું છે કે તાહિર મિયાં હંમેશાં કંઈક ને કંઈક પ્રયોગ કરતો રહે છે. આ જ કારણ છે કે તેનું મગજ નવા પ્રયોગ કરીને E-Bike તૈયાર કરી શક્યું. આ બાઇકને ઘર પર જ ખૂબ સરળતાથી ચાર્જ કરી શકાય છે. એ લગભગ બે થી અઢી કલાકમાં ફૂલ ચાર્જ થાય છે. તે ફૂલ ચાર્જ થવામાં લગભગ 15-20 રૂપિયાની વીજળી ખર્ચ થાય છે. એક વખત ચાર્જ કર્યા બાદ તે સરળતાથી 60-70 કિલોમીટર સુધી જાય છે. તાહિરે જણાવ્યું કે, આ E-Bikeની 50-60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સૌથી સારી છે.
Related Posts
Top News
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Opinion
