- Tech and Auto
- કાર જેવું સ્કૂટર... 4 પૈડાથી બેલેન્સની ઝંઝટ ખતમ, સોફા જેવી આરામદાયક સીટ! કિંમત એક્ટિવા કરતા ઓછી
કાર જેવું સ્કૂટર... 4 પૈડાથી બેલેન્સની ઝંઝટ ખતમ, સોફા જેવી આરામદાયક સીટ! કિંમત એક્ટિવા કરતા ઓછી
ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉદ્યોગમાં હવે બે પૈડાંની સાથે સાથે ત્રણ પૈડાંવાળા અને ચાર પૈડાં વાળા વિવિધ પ્રકારના મોડેલો આવી ચુક્યા છે. આ ફક્ત સવાર માટે સંપૂર્ણપણે આરામદાયક જ નથી હોતી, પણ સવારી કરવા માટે પણ સરળ છે. આ લિસ્ટમાં એક નામ PEV હાઈરાઈડર ઉમેરાયુ છે. આ સ્કૂટરની અનોખી વિશેષતા એ છે કે તેમાં કાર જેવા ચાર પૈડાં મળે છે, જેના કારણે તેને બેલેન્સ કરવાની ઝંઝટ ખતમ થઇ જાય છે. એટલું જ નહીં, તેમાં કારની જેવી આરામદાયક સીટ, પગની જગ્યા અને બૂટ સ્પેસ જેવી ઘણી સુવિધાઓ મળે છે. એકંદરે, તે બે-પેસેન્જરવાળી કારની જેવું જ છે.
આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 600-વોટ બેટરી પેક ક્ષમતાનો વિકલ્પ મળે છે. હાઈરાઈડર ઇલેક્ટ્રિક સ્કૂટર બે બેટરી વિકલ્પોમાં ઉપલબ્ધ છે: લિથિયમ-આયન અને લીડ-એસિડ. બેઝ વેરિઅન્ટ એક ચાર્જ પર 60 Kmની રેન્જ આપે છે. તે 6 કલાકમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ થાય છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 25 Km પ્રતિ કલાક છે. તે 1000W મોટર દ્વારા સંચાલિત છે. સ્કૂટરની બેટરીને સ્ટાન્ડર્ડ પ્લગનો ઉપયોગ કરીને ઘરે ચાર્જ કરી શકાય છે.
આ ઇલેક્ટ્રિક ફોર-વ્હીલ સ્કૂટરની ડિઝાઇનની વાત કરીએ તો, તેમાં આગળ કાર જેવું બોનેટ આવે છે, તેની નીચે સ્કૂટરના વ્હીલ્સ અને મોટરને સેટ કરેલી છે. તેમાં આગળની તરફ LED DRL અને મલ્ટી-ફંક્શન હેડલાઇટ મળે છે. તેની પાછળની પ્રોફાઇલની વાત કરીએ તો, તે પાછળની સીટ નીચે મોટી બૂટ સ્પેસ આપે છે. એક મોટી રીઅર લાઇટ લગાવવામાં આવી છે, જે રાત્રે અને બ્રેક મારતી વખતે પાછળ આવતા વાહનને ચેતવણી આપે છે.
આ સ્કૂટરમાં બે મુસાફરો માટે સીટ છે. બંને સીટ આર્મરેસ્ટ સાથે આવે છે. તમારી સવારી અને બેસવાની સ્થિતિને અનુરૂપ તેમને આગળ કે પાછળ પણ ખસેડી શકાય છે. બંને સીટ એટલી આરામદાયક છે કે બાળકો પણ તેમના પર આરામથી બેસી શકે છે. સામાન લઈ જવા માટે પૂરતો લેગરૂમ પણ છે. સેન્ટર લોકીંગ કી અને બુટ સ્પેસ માટે અલગ કી આપવામાં આવે છે.
સ્કૂટરના આગળના ભાગમાં બોટલ હોલ્ડર અને સામાન મુકવા માટે ખુલ્લી ડિક્કી આપવામાં આવી છે. તેમાં લોન્ડ્રી બેગ લટકાવવા માટે હૂક પણ આપવામાં આવ્યું છે. પાછળના ભાગમાં એક બોક્સ પણ આપવામાં આવ્યું છે, જેની ક્ષમતા લગભગ 40 લિટર છે. જ્યારે પાછળની સીટ નીચે આશરે 50 લિટરની છુપાયેલી સ્ટોરેજ ક્ષમતા આપવામાં આવી છે. તેનું વજન 115 કિલો છે. તેમાં આગળની તરફ ડિસ્ક બ્રેક અને પાછળ ડ્રમ બ્રેક આપવામાં આવ્યા છે. તે સફેદ, કાળા અને લાલ રંગના વિકલ્પોમાં ઉપલબ્ધ છે.
આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમતની વાત કરીએ તો, તેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 92,000 છે. કંપની મોટર, બેટરી અને વાહન પર 3 વર્ષની વોરંટી આપે છે. આ સ્કૂટરના ચાર્જર પર કંપની કોઈ વોરંટી આપતી નથી. આ સ્કૂટર ચલાવવા માટે તમારે રજીસ્ટ્રેશન અને ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર પડશે. હાલમાં, ભારતીય બજારમાં આ સેગમેન્ટમાં અન્ય કોઈ વિકલ્પો ઉપલબ્ધ નથી.

