- Tech and Auto
- Amazfit Neo સ્માર્ટ વોચ ભારતમાં લોન્ચ, કિંમત એટલી કે તમે પણ ખરીદી શકશો
Amazfit Neo સ્માર્ટ વોચ ભારતમાં લોન્ચ, કિંમત એટલી કે તમે પણ ખરીદી શકશો
વેરેબલ ડિવાઈઝ મેકર Huamiએ ભારતમાં રેટ્રો સ્ટાઈલ સ્માર્ટ વોચ Amazfit Neo લોન્ચ કરી છે. તેની કિંમત 2499 રૂપિયા છે. કંપનીએ દાવો કર્યો છે કે આ વોચ 28 દિવસ સુધીનું બેટરી બેકઅપ આપશે. Amazfit Neoમાં મોનોક્રોમ ઓલવેઝ ઓન ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટ વોચમાં ફિઝીકલ બટન્સ આપવામાં આવ્યા છે, જે નેવિગેશન માટે યુઝ કરી શકાશે. આ સ્માર્ટ વોચ 5ATM સુધી વોટર રેસિસ્ટ છે. Amazfit Neoમાં હાર્ટ રેટ મોનિટર પણ આપવામાં આવ્યું છે, જે ઓટોમેટિક હાર્ટ રેટ મોનિટર કરશે. તેમાં પર્સનલ એક્ટિવિટી ઈન્ટેલિજન્સ ફીચર પણ આપવામાં આવ્યું છે.

Amazfit Neoનું વેચાણ ભારતમાં 1 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે. તે Amazon, Flipkart, Myntra, Paytm, Tata Click સહિત Amazfit વેબસાઈટ પરથી ખરીદી શકાશે. Amazfit Neoને બ્લેક, ગ્રીન અને રેડ કલર વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. આ વોચમાં ડીપ સ્લીમ મોનિટરના કેર રેપિડ આઈ મૂવમેન્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. Amazfit Neoમાં ત્રણ સ્પોર્ટ્સ મોડ્સ આપવામાં આવ્યા છે. તેમાં વોકિંગ, રનિંગ અને સાયકલિંગ સામેલ છે. તેની ડિસ્પ્લે 1.2 ઈંચની છે અને તે મોનોક્રોમ ડિસ્પ્લે છે. Amazfit Neoમાં Bluetooth 5.0ની કનેક્ટિવિટી આપવામાં આવી છે. તેને તમે એન્ડ્રોઈડ અથવા આઈફોનના સાથે કનેક્ટ કરી શકો છો. કંપની અનુસાર, તેમાં PAI અસેસમેન્ટ ફીચર પણ આપવામાં આવ્યું છે.


Amazfit Neo સ્માર્ટ વોચમાં 1.2 ઈંચની STN મોનોક્રોમ ઓલવેઝ ઓન ડિસ્પ્લે છે. આ સાથે જ આ વોચમાં કોલ અને મેસેજ નોટિફિકેશનની સુવિધા આપવામાં આવી છે. બેટરીની વાત કરીએ તો Amazfit Neoને 160 mAhની બેટરીનો સપોર્ટ મળ્યો છે, જે સિંગલ ચાર્જમાં 28 દિવસનું બેટરી બેકઅપ આપે છે.

બજેટ સેગમેન્ટમાં Amazfit Neo સ્માર્ટ વોચની સીધી ટક્કર હાલમાં જ લોન્ચ થયેલા Mi Band 5 સાથે છે. Mi Band 5ની કિંમત 2499 રૂપિયા છે. Mi Band 5માં 1.1 ઈંચની એમોલેડ ડિસ્પ્લે છે, જે Mi Band 4ની સ્ક્રીનની સરખામણીમાં 20 ગણી વધુ મોટી છે. આ ફિટનેસ બેન્ડમાં હાર્ટ રેટ, સ્લીપ મોનિટર કરવાવાળા સેન્સરથી લઈને PAI ટેકનિક સુધીની તમામ સુવિધા આપવામાં આવી છે. યુઝર્સ આ ટેકનિક દ્વારા પોતાને ફિટ રાખી શકશે. આ સાથે જ આ બેન્ડમાં 11 સ્પોર્ટ્સ મોડ આપવામાં આવ્યા છે, જેમાં યોગા, ઈન્ડોર સાયકલિંગ અને જંપ રોપ જેવી એક્સરસાઈઝ સામેલ છે.

