બજાજ જૂનમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ, ખર્ચો પેટ્રોલ કરતા અડધો

On

બજાજ ઓટોએ ભારતીય બજારમાં સૌથી સસ્તી 400cc મોટરસાઇકલ પલ્સર NS400G લોન્ચ કર્યા પછી ઐતિહાસિક જાહેરાત કરી છે. બજાજ ઓટો લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે જાહેરાત કરી છે કે, વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ 18 જૂને ભારતમાં લોન્ચ કરવામાં આવશે, જે ગ્રાહકોને સસ્તું અને વધુ સારી પ્રોડક્ટ્સ આપવાના વચન સાથે તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ સાથે રાજીવ બજાજે એમ પણ કહ્યું કે, બજાજની આવનારી CNG બાઇકની રનિંગ કોસ્ટ પેટ્રોલથી ચાલતી બાઇક કરતા ઓછી હશે અને તે પર્યાવરણ માટે પણ સારી છે.

ઘણા સમયથી, આપણે બધા સાંભળતા આવ્યા છીએ કે, બજાજ ઓટો ટુ-વ્હીલર ઉદ્યોગમાં કંઈક એવું કરવા જઈ રહી છે, જે આજ સુધી કોઈએ કર્યું નથી. હવે વિશ્વની પ્રથમ CNG બાઇક લાવવાની જાહેરાત પછી તે કન્ફર્મ થઇ ગયું છે. એવું માનવામાં આવે છે કે, તે પ્લેટિના શ્રેણી હેઠળ 100cc અથવા 110cc સેગમેન્ટમાં આવી શકે છે, જેની માઇલેજ ઘણી જબરદસ્ત હોવાની શક્યતા છે. બજાજની આવનારી CNG મોટરસાઇકલમાં CNG સિલિન્ડરનું સેટઅપ એવી રીતે કરી શકાય છે કે, લોકોને કોઇપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે અને પર્ફોર્મન્સ પણ સારું રહે.

બજાજ ઓટો દ્વારા CNG બાઈકનું લોન્ચિંગ ભારતમાં માત્ર ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા નથી, પરંતુ પર્યાવરણને પણ ફાયદો કરાવે છે. હકીકતમાં, તેના ઘણા ફાયદા હોઈ શકે છે, જેના વિશે અમે તમને એક પછી એક જણાવવા જઈ રહ્યા છીએ.

પેટ્રોલ કરતાં CNG ઘણું સસ્તું હોય છે, જેનાથી મોટરસાઇકલ ચલાવવા માટે ખર્ચો ઓછો થઇ શકે છે.

CNG સંચાલિત બાઈક પેટ્રોલ મોટરસાઈકલ કરતાં વધુ માઈલેજ આપી શકશે, જેનાથી ઈંધણનો ખર્ચ ઓછો થઈ શકે છે.

CNG પેટ્રોલ કરતાં ઓછું પ્રદૂષણ પેદા કરે છે, જેના કારણે હવાની ગુણવત્તા સુધરી શકે છે.

CNG મોટરસાઇકલ પેટ્રોલથી ચાલતી મોટરસાઇકલ કરતાં ઓછો અવાજ ઉત્પન્ન કરે છે, જેનાથી ધ્વનિ પ્રદૂષણ પણ ઓછું થાય થાય છે.

બજાજ ઓટોના માલિકે ભલે તેની CNG મોટરસાઇકલની લોન્ચિંગ તારીખની જાહેરાત કરી હોય, પરંતુ ઉત્પાદન વિશે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. એવા અહેવાલો છે કે, મોટરસાઇકલ CNG સિલિન્ડર સાથે આવશે, જે સીટની નીચે લગાવવામાં આવશે. મોટરસાઇકલમાં પેટ્રોલ ટાંકી પણ હશે, જે રાઇડર્સને તેમની જરૂરિયાત મુજબ ઇંધણનો વિકલ્પ પસંદ કરવાની મંજૂરી આપશે.

જોકે CNG બાઇકને લઈને લોકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે, પરંતુ તેને વ્યાપકપણે અપનાવવા માટે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. તેમાં CNG સ્ટેશનનો અભાવ, સિલિન્ડરનું મોટું કદ અને વજન અને પ્રારંભિક કિંમતમાં વધારો સામેલ છે. જો કે, બજાજની CNG મોટરસાઇકલ ભારતમાં પરિવહનના ભવિષ્યને બદલવાની ક્ષમતા ધરાવે છે.

Top News

PM મોદી અંગે Grok કે ChatGPTના જવાબો પર કેટલો ભરોસો કરાય? આ પ્રોફેસરની વાત તમને વિચારતા કરી દેશે

(પ્રોફેસર કિરણ પંડ્યા) હું એ સમજાવવાનો પ્રયત્ન પ્રયત્ન કરી રહ્યો છું કે કોઈપણ ચેટબોટના સકારાત્મક કે નકારાત્મક જવાબને બહુ ગંભીરતાથી...
Education 
PM મોદી અંગે Grok કે ChatGPTના જવાબો પર કેટલો ભરોસો કરાય? આ પ્રોફેસરની વાત તમને વિચારતા કરી દેશે

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.