TVS Jupiter 125નું નવું વેરિયન્ટ 'DT SXC' થયું લોન્ચ, શાનદાર માઇલેજ...સ્માર્ટ ફીચર્સ! આ છે કિંમત

TVS મોટર કંપનીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવિટી દર્શાવી. કંપનીએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર એક પછી એક અનેક ટીઝર રિલીઝ કર્યા. જેમાં Jupiter 125નું નવું વર્ઝન બતાવવામાં આવ્યું હતું. ચાલો કંઈ નહીં, ટીઝરની આ શ્રેણી હવે Jupiter 125ના નવા વેરિઅન્ટ 'DT SXC'ના લોન્ચ સાથે સમાપ્ત થઈ ગઈ છે. કંપનીએ બજારમાં તેના સૌથી વધુ વેચાતા સ્કૂટર 'TVS Jupiter 125'નું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. આ નવા વેરિઅન્ટમાં કેટલીક ખાસ સુવિધાઓ શામેલ કરવામાં આવી છે અને તેની શરૂઆતની કિંમત 88,942 રૂપિયા (એક્સ-શોરૂમ) છે.

TVS Jupiter 125 DT SXC
ndtv.com

જોકે દેખાવ અને ડિઝાઇનની દ્રષ્ટિએ, આ સ્કૂટર મોટાભાગના અન્ય વેરિઅન્ટ્સ જેવું જ છે. પરંતુ કેટલાક કોસ્મેટિક અપગ્રેડ આપવામાં આવ્યા છે જે તેને બાકીના સ્કુટર કરતા અલગ પાડે છે. તેમાં બે નવા ડ્યુઅલ-ટોન રંગોનો વિકલ્પ છે, જેમાં આઇવરી બ્રાઉન અને આઇવરી ગ્રે રંગનો સમાવેશ થાય છે. આ સાથે, કંપનીએ ફ્લેટ સિંગલ-પીસ સીટ જેવા જ સ્વરવાળા ડ્યુઅલ-ટોન આંતરિક પેનલ્સ પણ ઉમેર્યા છે. નજીકથી નિરીક્ષણ કરવા પર, તેમાં 3D પ્રતીક અને બોડી-કલર ગ્રેબ રેલ પણ દેખાય છે.

TVS Jupiter 125 DT SXC
aajtak.in

આ નવા વેરિઅન્ટની કિંમત મિડ-સ્પેક ડિસ્ક વેરિઅન્ટ કરતા 3,500 રૂપિયા વધારે છે અને તેમાં નવી સુવિધાઓ શામેલ છે. તેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે આવેલો કલર LCD ડિસ્પ્લે છે. આ ઉપરાંત, તેમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશનની સુવિધા પણ છે. આ નવા વેરિઅન્ટના લોન્ચ સાથે, જ્યુપિટર હવે કુલ ચાર વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. તેના બેઝ વેરિઅન્ટની કિંમત 80,740 રૂપિયાથી શરૂ થાય છે અને ટોપ વેરિઅન્ટ સ્માર્ટ કનેક્ટ માટે 92,001 રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે.

TVS જ્યુપિટર 125ના વેરિઅન્ટ અને કિંમત: ડ્રમ-એલોય-રૂ. 80,740, ડિસ્ક-રૂ. 85,442, DT SXC-રૂ. 88,942, SmartXonnect-રૂ. 92,001.

TVS Jupiter 125 DT SXC
91wheels.com

TVS Jupiter 125માં, કંપનીએ 124.8 cc ક્ષમતાનું સિંગલ-સિલિન્ડર એન્જિન આપ્યું છે. જે 8 hp પાવર અને 11 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન કન્ટીન્યુઅસ વેરિયેબલ ટ્રાન્સમિશન (CVT) સાથે જોડાયેલું છે. કંપનીનો દાવો છે કે, તેના એન્જિનને એવી રીતે ટ્યુન કરવામાં આવ્યું છે કે તેનું પિક-અપ પહેલા કરતા પણ સારું થઈ ગયું છે, તેમજ તેનું માઈલેજ પણ 15 ટકા વધ્યું છે. જોકે, કંપનીએ કોઈ માઈલેજના આંકડા શેર કર્યા નથી.

TVS Jupiter 125 DT SXC
91wheels.com

આ સુવિધાઓ ઉપલબ્ધ છે: LED હેડલેમ્પ, સેગમેન્ટમાં સૌથી લાંબી સીટ, સ્માર્ટ ડિજિટલ કન્સોલ, કોલ અને SMS એલર્ટ, રીઅલ ટાઇમ એવરેજ માઈલેજ સૂચક, લો-ફ્યુઅલ વોર્નિંગ લેમ્પ, ફ્રન્ટ ફ્યુઅલ ફિલિંગ સેટઅપ, 33 લિટર અંડરસીટ સ્ટોરેજ, 2 લિટર ફ્રન્ટ ગ્લોવ બોક્સ.

TVS Jupiter 125 DT SXC
aajtak.in

હાર્ડવેરની વાત કરીએ તો, આ સ્કૂટરમાં આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં ટ્વીન શોક એબ્સોર્બર સસ્પેન્શન છે. તેનું વજન 108 કિલો છે અને તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 163 mm છે. નવી Jupiterમાં, કંપનીએ આગળ અને પાછળના ભાગમાં મોટા ટાયર આપ્યા છે. 33 લિટર અંડરસીટ સ્ટોરેજ અને ફ્રન્ટમાં 2 લિટર વધારાનું સ્ટોરેજ પણ આપવામાં આવ્યું છે. જ્યુપિટર 125ની સ્પર્ધા સુઝુકી એક્સેસ 125, હીરો ડેસ્ટિની 125, હોન્ડા એક્ટિવા 125 અને યામાહા ફેસિનો જેવા મોડેલો સાથે છે.

About The Author

Related Posts

Top News

ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આખરે 23 દિવસ પછી 16 જુલાઇએ શપથ લીધા હતા. સાથે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ...
Gujarat 
ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈ, 2025થી શરૂ થવા જઈ રહ્યું છે. વિરોધ પક્ષોનું ગઠબંધન INDIA બ્લોક, ચોમાસુ...
National 
મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ  રમાઇ હતી. આ દિલ ધડક મેચમાં ભારતીય ટીમને 22...
Sports 
લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા

મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતના રાજકારણમાં ચર્ચામાં છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીમાં ચૂંટણી લડવા માટે...
Gujarat 
કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.