ચંદ્રયાન-4 પણ રચશે ઇતિહાસ, આ વખત અંતરીક્ષમાં કરવા જઇ રહ્યા છે કમાલ, ISRO ચીફે..

ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સફળતાપૂર્વ ઉતારીને ઇતિહાસ રચી દીધો હતો. ભારત દુનિયાનો પહેલો દેશ હતો, જેને આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. 23 ઓગસ્ટ 2023ની એ તારીખ ઇતિહાસ બની ચૂકી છે. હવે ભારત ચંદ્રયાન-4ની તૈયારી કરી રહ્યું છે. તેને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. ISRO ખુશી બેગણી કરવા માટે મોટા પ્લાન પર કામ કરી રહ્યું છે. ISRO ચીફ સોમનાથે કહ્યું કે, ચંદ્રયાન-4 ચંદ્ર પરથી સેમ્પલ લઈને પાછું ધરતી પર પાછું ફરશે.

એટલું જ નહીં તે એક વખતમાં લોન્ચ કરવામાં નહીં આવે. તેને 2 હિસ્સામાં લોન્ચિંગના માધ્યમથી ચંદ્રની કક્ષામાં મોકલવામાં આવશે. ISRO ચીફે કહ્યું કે, ચંદ્રયાન-4ને 2 હિસામાં લોન્ચ કર્યા બાદ તેણે અંતરીક્ષમાં જ જોડવામાં આવશે. એક હિસ્સો અંતરીક્ષમાં મોકલ્યા બાદ બીજો હિસ્સો લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ બંને હિસ્સાને અંતરીક્ષમાં જ જોડવામાં આવશે. જો એમ થાય છે તો એ દુનિયાનો પહેલો એવો દેશ હશે જે આ કારનામું અંતરીક્ષમાં પૂરું કરશે.

ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-4ના લેન્ડર મોડ્યૂલને ISRO તૈયાર કરી રહ્યું છે, જ્યારે તેનું રોવર જાપાન દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે. ચંદ્રયાન-4 માટે ભારતની અંતરીક્ષ એજન્સી ISRO અને જાપાનની JAXA વચ્ચે સમજૂતી થઈ છે. તેને વર્ષ 2026 સુધી ચંદ્ર પર મોકલવાની તૈયારી છે. ચંદ્રયાન-4ની સાઇટને લઈને પણ ISROએ ખુલાસો કરી દીધો છે. ISROએ કહ્યું કે, તેની લેન્ડિંગ સાઇટ શિવ શક્તિ પોઈન્ટ પર હશે. ચંદ્રયાન-3ની લેન્ડિંગ પણ આ જગ્યા પર થઈ હતી. એવું એટલે કેમ કે ચંદ્રયાન-3એ લેન્ડિંગ બાદ ચંદ્ર પર ઘણા મહત્ત્વપૂર્ણ સ્થળોની શોધ કરી હતી. જેનાથી નવા મિશનમાં ખૂબ મદદ મળવાની છે.

ચંદ્રયાન-4નું લક્ષ્ય શું છે?

ચંદ્રયાન-4ના માધ્યમથી નમૂનાને ધરતી પર લાવવામાં આવશે. આ અગાઉ ચીન એમ કરી ચૂક્યું છે. ISRO ચીફે કહ્યું કે, અમે ચંદ્રયાન-4ની સંરચના પર આ પ્રકારે કામ કર્યું છે કે ચંદ્ર પરથી નમૂના પૃથ્વી પર કેવી રીતે લાવવામાં આવે? અમે તેના ઘણા પ્રક્ષેપણો સાથે કરવાના પ્રસ્તાવ રાખે છે કેમ કે અમારી વર્તમાન રોકેટ ક્ષમતા એક વખતમાં એમ કરવા માટે પૂરતું નથી. સોમનાથે કહ્યું કે, એટલે અમે અંતરીક્ષમાં ડોકિંગ ક્ષમતા (અંતરીક્ષ યાનના વિભિન્ન ભાગોને જોડવાની) આવશ્યકતા છે. આ ક્ષમતાનું પ્રદર્શન કરવા માટે અમારી પાસે આ વર્ષના અંતમાં સ્પેડેક્સ નામનું એક મિશન નિર્ધારિત છે.

About The Author

Related Posts

Top News

કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

IPL 2025મા કેએલ રાહુલનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ગત સીઝન સુધી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)નો હિસ્સો રહેલા...
Sports 
કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

Please, Thank You અને Sorryએ ત્રણ શબ્દો આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. આ વાત તમને કડવી જ...
Tech & Auto 
તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

T20 ક્રિકેટ લીગની વાત જ્યારે પણ આવે છે, ત્યારે સૌથી પહેલું નામ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આવે...
Sports 
બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ

ક્લીનરૂમ્સ કન્ટેનમેન્ટ્સના સંસ્થાપક અને CEO રવિકુમાર તુમ્મલાચર્લાએ એપ્રિલમાં રજાઓની લિસ્ટ લિંક્ડઇન પર શેર કરી છે. તેમણે દેશની સાર્વજનિક રજાના કેલેન્ડર...
ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.