ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

લાવાએ ભારતમાં તેની યુવા શ્રેણીનો નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. લાવા યુવા સ્ટાર 2એ કંપનીનો એક નવો હેન્ડસેટ છે અને તે 4G કનેક્ટિવિટી સાથે આવે છે. નવો લાવા સ્માર્ટફોન ગયા વર્ષે એટલે કે 2024માં લોન્ચ થયેલા યુવા સ્ટારનું અપગ્રેડેડ વેરિઅન્ટ છે. લાવા યુવા સ્ટાર 2માં 6.75 ઇંચની HD+ LCD સ્ક્રીન, 5000mAh મોટી બેટરી અને 13MP રીઅર કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તો આવો અમે tamane આ લાવા સ્માર્ટફોન સંબંધિત બધી વિગતો જણાવી દઈએ...

લાવા યુવા સ્ટાર 2 સ્માર્ટફોનમાં 6.75-ઇંચ (720 x 1600 પિક્સેલ્સ) HD+ LCD સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 60 Hz છે. સુરક્ષા માટે 2.5D ગ્લાસ આપવામાં આવ્યો છે. આ હેન્ડસેટમાં ઓક્ટા-કોર UNISOC પ્રોસેસર આપેલું છે.

Lava Yuva Star 2
gizmochina.com

લાવાનો આ એન્ટ્રી-લેવલ સ્માર્ટફોન 4GB રેમ અને 64GB ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે આવે છે. માઇક્રોSD કાર્ડ દ્વારા સ્ટોરેજ 512 GB સુધી વધારી શકાય છે. આ હેન્ડસેટ એન્ડ્રોઇડ 14 Go એડિશન સાથે આવે છે.

લાવા યુવા સ્ટાર 2 સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. ફોટોગ્રાફી માટે, તેમાં 13-મેગાપિક્સલનો પ્રાઇમરી રીઅર કેમેરા, સેકન્ડરી AI કેમેરા અને LED ફ્લેશ આપવામાં આવ્યા છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ હેન્ડસેટમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપેલો છે. ડિવાઇસમાં ધાર પર ફિંગરપ્રિન્ટ સેન્સર મળે છે. હેન્ડસેટમાં 3.5mm ઓડિયો જેક, FM રેડિયો અને નીચેની તરફ સ્પીકર આપવામાં આવ્યું છે.

Lava Yuva Star 2
gizmochina.com

કંપનીએ દાવો કર્યો છે કે, યુવા સ્ટાર 2 સ્માર્ટફોન ધૂળ અને પાણી પ્રતિરોધક છે. ડિવાઇસને પાવર આપવા માટે, 5000mAh બેટરી આપવામાં આવી છે, જે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે, હેન્ડસેટમાં ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 802.11 AC, બ્લૂટૂથ 4.2, GPS અને USB ટાઇપ-C પોર્ટ જેવા ફીચર્સ આપેલા છે.

લાવા યુવા સ્ટાર 2 સ્માર્ટફોન 6,499 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ફોન રેડિયન્ટ બ્લેક અને સ્પાર્કલિંગ આઇવરી રંગોમાં આવે છે. કંપની આ ફોન સાથે 1 વર્ષની વોરંટી આપી રહી છે અને ડોરસ્ટેપ સર્વિસ પણ મફત છે. આ હેન્ડસેટ દેશભરના રિટેલ આઉટલેટ્સ પર વેચાણ માટે પહેલાથી જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

About The Author

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.