- Tech and Auto
- Vivo V સીરિઝના 2 ફોન લોન્ચ, 6500mAh બેટરી, ZEISSનો કેમેરો, પણ કિંમત વધુ છે
Vivo V સીરિઝના 2 ફોન લોન્ચ, 6500mAh બેટરી, ZEISSનો કેમેરો, પણ કિંમત વધુ છે
Vivoએ ગુરુવારે (19 ફેબ્રુઆરી, 2026) ભારતમાં તેની V70 શ્રેણીના નવા ફોન લોન્ચ કર્યા. Vivo V70 Elite અને Vivo V70 કંપનીના નવીનતમ સ્માર્ટફોન છે. Vivo V70 Elite અને Vivo V70 બંનેમાં 6500mAhની મોટી બેટરી, 50MPનો પ્રાથમિક રીઅર કેમેરા અને 256GB સ્ટોરેજ આપવામાં આવ્યા છે. આ Vivo ફોનમાં શું ખાસ છે? અહીંયા અમે તમને કિંમત અને ફીચર્સ વિશેની તમામ વિગતો બતાવી દઈએ.
Vivo V70 Eliteના 8GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂ. 51,999 છે. હાઇ-એન્ડ 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂ. 56,999 છે. જ્યારે 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ રૂ. 61,999માં ઉપલબ્ધ છે.
Vivo V70ના 8GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂ. 45,999 છે, જ્યારે 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂ. 49,999 છે. કંપની SBI, HDFC બેંક અને Yes Bank કાર્ડનો ઉપયોગ કરીને ખરીદી કરવા પર 10 ટકા કેશબેક ઓફર કરી રહી છે.
આ Vivo ફોનનું વેચાણ Flipkart અને Vivoના ઓનલાઈન સ્ટોર્સ પર શરૂ થશે. Vivo V70 Elite ઓથેન્ટિક બ્લેક, પેશન રેડ અને સેન્ડ બેજ રંગોમાં ઉપલબ્ધ છે, જ્યારે Vivo V70 લેમન યલો અને પેશન રેડ રંગોમાં ઉપલબ્ધ છે.
Vivo V70 Elite અને Vivo V70 ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. સ્માર્ટફોન Android 16-આધારિત OriginOS 6 પર ચાલે છે. કંપનીએ છ વર્ષ માટે સુરક્ષા અપડેટ્સ આપવાનું વચન આપ્યું છે. આ બંને ફોનમાં 6.59-ઇંચ (1,260×2,750 પિક્સેલ્સ) VM9 AMOLED ડિસ્પ્લે આપી છે, જેનો રિફ્રેશ રેટ 120Hz સુધી અને 5000 nits સુધીની ટોચની બ્રાઇટનેસ છે. કંપનીનો દાવો છે કે, આ ફોનમાં ધૂળ અને પાણી પ્રતિકાર માટે IP68+ IP69 રેટિંગ છે.
Vivo V70 Elite Qualcommના ઓક્ટા-કોર 4nm સ્નેપડ્રેગન 8s Gen 3 ચિપસેટ દ્વારા સંચાલિત છે. ફોનમાં 12GB સુધીની RAM અને 512GB સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. Vivo V70માં 2.8GHz પર ક્લોક કરેલ ઓક્ટા-કોર 4nm સ્નેપડ્રેગન 7 Gen 4 પ્રોસેસર છે. હેન્ડસેટમાં 8GB RAM અને 256GB સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ પણ છે.
જેમ કે અમે કહ્યું તે મુજબ, Vivo V70 Elite અને Vivo V70માં Zeiss-ટ્યુન્ડ ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં f/1.88 એપરચર અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સાથે 50-મેગાપિક્સલનો પ્રાઇમરી રીઅર કેમેરા છે. હેન્ડસેટમાં f/2.65 એપરચર સાથે 50-મેગાપિક્સલનો સુપર ટેલિફોટો કેમેરા અને f/2.2 એપરચર સાથે 8-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ લેન્સ પણ છે. સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે, f/2.0 એપરચર સાથે 50-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. 4K રિઝોલ્યુશન સુધી વિડીયો રેકોર્ડિંગ કરવું શક્ય છે.
Vivo V70 Elite અને V70 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે મોટી 65,000mAh બેટરી આપવામાં આવી છે. બંને હેન્ડસેટ 157.52×74.33×7.59mm માપે છે અને 194 ગ્રામ વજન ધરાવે છે.

Vivo V70 Eliteમાં એક્સીલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, E-કંપાસ, પ્રોક્સિમિટી સેન્સર, કલર ટેમ્પરેચર સેન્સર, ઇન્ફ્રારેડ (IR) બ્લાસ્ટર અને 3D અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. કનેક્ટિવિટી માટે, Vivo V70માં IR બ્લાસ્ટર અને ગાયરોસ્કોપ છે. Vivo V70 શ્રેણી પર કનેક્ટિવિટી વિકલ્પોમાં 5G, 4G LTE, USB ટાઇપ-C પોર્ટ, NFC, GPS અને GLONASSનો સમાવેશ કરવામાં આવ્યો છે.

