16GB RAM અને 1TB સ્ટોરેજવાળો સૌથી સસ્તો ફોન લોન્ચ

મોટોરોલાએ ભારતીય બજારમાં એક નવો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. કંપનીએ મોટોરોલા સિગ્નેચર લોન્ચ કર્યું છે, જેની કંપની છેલ્લા કેટલાક દિવસોથી સતત ટીઝ કરી રહી હતી. આ ફોન પ્રીમિયમ ફીચર્સ સાથે આવે છે અને તે સ્નેપડ્રેગન 8 Gen 5 પ્રોસેસર દ્વારા સંચાલિત કરવામાં આવે છે.

ફોન 16GB સુધીની RAM અને 1TB સુધીની સ્ટોરેજમાં આવે છે. તે 90W ચાર્જિંગ સપોર્ટ સાથે 5200mAh બેટરી દ્વારા સંચાલિત થાય છે. હેન્ડસેટની સાથે સિગ્નેચર ક્લબની ઍક્સેસ પણ આવે છે, જે એક લાઇફસ્ટાઇલ સપોર્ટ સેવા છે. તો ચાલો અમે તમને જણાવી દઈએ આ સ્માર્ટફોનની કિંમત અને અન્ય મુખ્ય સુવિધાઓ શું છે.

Motorola Signature
gadgets360.com

મોટોરોલા સિગ્નેચર 12GB RAM+ 256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે રૂ. 59,999થી શરૂ થાય છે. તેના 16GB RAM+ 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂ. 64,999 છે. ટોપ વેરિઅન્ટ 16GB RAM+ 1TB સ્ટોરેજ સાથે આવે છે, જેની કિંમત રૂ. 69,999 છે. આ ભારતમાં ઉપલબ્ધ સૌથી સસ્તો ફોન છે, જેમાં 16GB RAM+ 1TB સ્ટોરેજ મળે છે.

આ સ્માર્ટફોન HDFC અને Axis Bank કાર્ડ પર રૂ. 5,000 ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. ફોન પર એક્સચેન્જ બોનસ પણ મળી રહ્યું છે. જો કે, તમે ફક્ત બંનેમાંથી કોઈ પણ એક લાભ મેળવી શકો છો. તેનું વેચાણ 30 જાન્યુઆરીથી શરૂ થશે. તે Flipkart પરથી બે રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ થશે.

Motorola Signature
zeenews.india.com

Motorola Signature ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે આવે છે. આ ફોન Android 16 પર ચાલે છે. તેમાં 165Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે 6.8-ઇંચ સુપર HD LTPO AMOLED ડિસ્પ્લે અને 6,200 nits સુધીની પીક બ્રાઇટનેસ છે. તેનું ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 દ્વારા સુરક્ષિત છે. આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 8 Gen 5 પ્રોસેસર દ્વારા સંચાલિત થાય છે.

તેમાં 16GB સુધીની RAM અને 1TB સુધીની સ્ટોરેજ સાથે આવે છે. ફોન IP68+ IP69 રેટિંગ સાથે આવશે. સ્ક્રીન પ્રોટેક્શન માટે ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 આપવામાં આવ્યું છે. સ્માર્ટફોન એલ્યુમિનિયમ ફ્રેમ સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને 50 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ હશે.

Motorola Signature
zeenews.india.com

ફ્રન્ટમાં પણ 50 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. ચારેય લેન્સ સોની કંપનીના છે. હેન્ડસેટને પાવર આપવા માટે 5200 mAhની બેટરી આપવામાં આવી છે, જે 90 વોટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં 50 વોટ વાયરલેસ ચાર્જિંગ હશે. સ્માર્ટફોનમાં રિવર્સ ચાર્જિંગની સુવિધા પણ આપવામાં આવી છે.

About The Author

Top News

8 વર્ષની ઉંમરે બની ગયો AI સમિટનો કીનોટ સ્પીકર, જાણો કોણ છે રણવીર સચદેવા

ભારત અને વિદેશના ટેક નેતાઓ AI ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે રણવીર સચદેવા આ વૈશ્વિક કાર્યક્રમમાં સૌથી...
National 
8 વર્ષની ઉંમરે બની ગયો AI સમિટનો કીનોટ સ્પીકર, જાણો કોણ છે રણવીર સચદેવા

અભિષેક શર્મા વર્લ્ડ કપમાં એક પણ રન કેમ નથી બનાવી શક્યો? સુનિલ ગાવસ્કરે જણાવ્યું કારણ

T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ઓપનર અભિષેક શર્મા અત્યાર સુધી ત્રણ મેચમાં એક પણ રન બનાવી શક્યો નથી. વિશ્વનો નંબર-...
Sports 
અભિષેક શર્મા વર્લ્ડ કપમાં એક પણ રન કેમ નથી બનાવી શક્યો? સુનિલ ગાવસ્કરે જણાવ્યું કારણ

ગોરખપુરના મેડિકલ કેમ્પમાં ઓપરેશન પછી ચેપ લાગવાને કારણે 9 દર્દીઓની આંખો કાઢી નાંખવી પડી

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આવેલી ખાનગી હોસ્પિટલ, ન્યૂ રાજેશ હાઇ-ટેક હોસ્પિટલે એક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું. મોતિયાની સર્જરી કરાવ્યા...
National 
ગોરખપુરના મેડિકલ કેમ્પમાં ઓપરેશન પછી ચેપ લાગવાને કારણે 9 દર્દીઓની આંખો કાઢી નાંખવી પડી

Vivo V સીરિઝના 2 ફોન લોન્ચ, 6500mAh બેટરી, ZEISSનો કેમેરો, પણ કિંમત વધુ છે

Vivoએ ગુરુવારે (19 ફેબ્રુઆરી, 2026) ભારતમાં તેની V70 શ્રેણીના નવા ફોન લોન્ચ કર્યા. Vivo V70 Elite અને ...
Tech and Auto 
Vivo V સીરિઝના 2 ફોન લોન્ચ,  6500mAh બેટરી, ZEISSનો કેમેરો, પણ કિંમત વધુ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.