- Tech and Auto
- સસ્તો Realme P4 Lite 4G થયો લોન્ચ; 6300mAh બેટરીવાળા ફોનની કિંમત-ફીચર્સ વિશે વિગતવાર જાણો
સસ્તો Realme P4 Lite 4G થયો લોન્ચ; 6300mAh બેટરીવાળા ફોનની કિંમત-ફીચર્સ વિશે વિગતવાર જાણો
Realmeએ શુક્રવારે (20 ફેબ્રુઆરી, 2026) ભારતમાં તેનો નવીનતમ સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો. Realme P4 Lite 4G કંપનીનો નવો હેન્ડસેટ છે. આ ફોન 6300mAh બેટરી, 12GB સુધીની વર્ચ્યુઅલ રેમ અને Unisoc T7250 ઓક્ટા-કોર પ્રોસેસર સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ Realme સ્માર્ટફોન રિવર્સ વાયર્ડ ચાર્જિંગ સાથે આવે છે. નવા Realme P4 Lite 4Gની કિંમત અને સુવિધાઓ વિશે વિગતવાર જાણો.
Realme P4 Lite 4Gના 4GB RAM અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂ. 9,999 છે, જ્યારે 4GB RAM અને 128GB સ્ટોરેજ મોડેલની કિંમત રૂ. 11,999 છે. પ્રથમ સેલમાં, બંને ફોન રૂ. 1,000 બેંક ઓફર અને રૂ. 1,000 કૂપન ડિસ્કાઉન્ટ સાથે અનુક્રમે રૂ. 7,999 અને રૂ. 9,999માં ખરીદી શકાય છે. આ ડિવાઇસનું વેચાણ 24 ફેબ્રુઆરીથી ફ્લિપકાર્ટ, રિયલમીની વેબસાઇટ અને ઑફલાઇન સ્ટોર્સ પર શરૂ થશે.
રિયલમી P4 લાઇટ 4Gમાં 90Hz રિફ્રેશ રેટ સાથે 6.67-ઇંચ (720×1600 પિક્સેલ્સ) HD+ IPS LCD સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીન 450 નિટ્સ સુધી લાક્ષણિક બ્રાઇટનેસ આપે છે. હેન્ડસેટ 1.8GHz ઓક્ટા-કોર UNISOC T7250 12nm પ્રોસેસર આપવામાં આવ્યું છે, ફોનમાં Mali-G57 MP1 GPU આપવામાં આવ્યું છે.
આ સસ્તો રિયલમી ફોન 4GB RAM અને 64GB/128GB ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે આવે છે. સ્ટોરેજને માઇક્રોSD કાર્ડ દ્વારા 2TB સુધી વધારી શકાય છે. ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. હેન્ડસેટ રિયલમી UI 6.0 પર આધારિત એન્ડ્રોઇડ 15 પર ચાલે છે.
ફોનમાં મોટી 6300mAh બેટરી છે, જે 15W ફાસ્ટ ચાર્જિંગ અને 6W રિવર્સ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Realme P4 Lite 4Gમાં f/2.2 અપર્ચર સાથે 13MP રીઅર કેમેરા, LED ફ્લેશ અને Omnivision OV13B સેન્સર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં f/2.2 અપર્ચર સાથે 5-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ આપેલો છે. આ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર, 3.5mm ઓડિયો જેક અને અલ્ટ્રા-લિનિયર બોટમ-પોર્ટેડ સ્પીકર છે. ડિવાઇસનું માપ 167.2x 76.6x 7.94mm છે અને તેનું વજન 201 ગ્રામ છે.
Realme P4 Lite 4G સ્માર્ટફોન ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ (IP54) અને મિલિટરી-ગ્રેડ ટકાઉપણું (MIL-STD 810H) સાથે આવે છે. કનેક્ટિવિટી માટે, ડિવાઇસમાં ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 802.11ac, બ્લૂટૂથ 5.2, GPS, USB ટાઇપ-C પોર્ટ છે.

