ચાઈનામાં લોન્ચ થઈ ગયો Apple Duo જેવો દેખાતો સ્માર્ટફોન, કિંમત ફક્ત 14 હજાર રૂપિયા

સ્માર્ટફોન નિર્માતા કંપની 'કૂલપેડ'એ તાજેતરમાં પાસપોર્ટ જેવો પહોળો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જેનું નામ 'કૂલપેડ કૂલ X વાઈડ' (Coolpad Cool X Wide) રાખવામાં આવ્યું છે. ચીનમાં આ ફોન માટે પ્રી-ઓર્ડર શરૂ થઈ ગયા છે. તેની સૌથી મોટી વિશેષતા તેની પહોળી ડિસ્પ્લે છે, જે તેને બજારમાં ઉપલબ્ધ સામાન્ય સ્માર્ટફોનથી અલગ બનાવી રહી છે. કંપનીનું કહેવું છે તે, આ એન્ડ્રોઇડ સ્માર્ટફોન સેગમેન્ટમાં આ પ્રકારની વાઇડ સ્ક્રીન ડિઝાઇનવાળો ફોન છે. આ ફોનની શરૂઆતી કિંમત માત્ર 999 યુઆન (લગભગ 14125 ભારતીય રૂપિયા) છે. તેની ડિલિવરી 8 નવેમ્બરથી શરૂ થશે. ચાલો, પહેલા ફોનના તમામ વેરિયન્ટ્સ અને તેની કિંમતો પર એક નજર કરીએ...

'કૂલપેડ કૂલ X વાઈડ'ની કિંમત

કિંમતની વાત કરીએ તો 'કૂલપેડ કૂલ X વાઈડ'ને ચીનમાં 3 વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તેમાં 8GB RAM + 128GB સ્ટોરેજ મોડેલની કિંમત 999 યુઆન (લગભગ 14125 રૂપિયા) છે, 8GB RAM + 256GB સ્ટોરેજ મોડેલની કિંમત 1,199 યુઆન (લગભગ 17000 રૂપિયા) છે, અને 12GB RAM + 256GB સ્ટોરેજ મોડેલની કિંમત 1,399 યુઆન (લગભગ 20000 રૂપિયા) છે. ગ્રાહકો આ ફોનને JD.com દ્વારા પ્રી-ઓર્ડર કરી શકે છે, અને તેની ડિલિવરી 8 નવેમ્બરથી શરૂ થશે. હાલમાં, કંપનીએ ભારત સહિત અન્ય બજારોમાં આ ફોન લોન્ચ કરવા અંગે કોઈ માહિતી આપી નથી.

Coolpad-Cool-X-Wide1Coolpad-Cool-X-Wide1

'કૂલપેડ કૂલ X વાઈડ'ની સ્પેસિફિકેશન્સ

સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો, 'કૂલપેડ કૂલ X વાઈડ'માં 6.38-ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો આસ્પેક્ટ રેશિયો 16:10 છે. સાથે જ તેમાં 90Hz સુધીની રિફ્રેશ રેટને પણ મળી રહી છે. ફોનની આ પહોળી ડિઝાઈન વીડિયો જોવા, ઈ-બુક્સ વાંચવા અને અન્ય વિવિધ કાર્યો માટે એક અનોખો અનુભવ પ્રદાન કરી શકે છે. તેનું ડાયમેન્શન 150.3 x 94.5 x 8.95 mm છે.

આ ફોન સામાન્ય સ્માર્ટફોન કરતા વધુ પહોળો છે, જ્યારે તેની ઊંચાઈ ઓછી છે. આ કારણે તેની ડિઝાઈન બજારમાં ઉપલબ્ધ લાંબા અને પાતળા સ્માર્ટફોનથી અલગ જોવા મળે છે. તેમાં MediaTek Helio G99 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જેની સાથે LPDDR4X RAM અને UFS 2.2 સ્ટોરેજ મળી રહ્યું છે.

Coolpad-Cool-X-Wide2
gsmarena.com

આ ડિવાઇસમાં 12GB સુધીની RAM અને 256GB સુધીનું ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે. આ ઉપરાંત, TF કાર્ડની મદદથી સ્ટોરેજને 256GB સુધી વધારી શકાય છે. જોકે, Helio G99 પ્રોસેસર માત્ર 4G નેટવર્કને જ સપોર્ટ કરે છે, જેનો અર્થ છે કે આ સ્માર્ટફોનમાં 5G કનેક્ટિવિટી નથી.

ફોટોગ્રાફી માટે, આ ડિવાઇસમાં 50MPનો કેમેરો આપવામાં આવ્યો છે. તેમાં 4,600mAhની બેટરી છે. કંપનીએ હજુ સુધી ચાર્જિંગ સ્પીડ અથવા ફ્રન્ટ કેમેરા વિશે સંપૂર્ણ વિગતો જાહેર કરી નથી. Coolpad પોતાના Cool X Wideને એક નવા ફોર્મ ફેક્ટર વાળા સ્માર્ટફોન તરીકે લોન્ચ કર્યો છે. આ અગાઉ, Huaweiએ પણ 'Pura X View' નામનો વાઈડ-સ્ક્રીન સ્માર્ટફોન રજૂ કર્યો હતો.

About The Author

Related Posts

Top News

આ યુવક શેરડીના કુચામાંથી પ્રોડક્ટ બનાવી આજે કરોડોની કમાણી કરે છે

  અયોધ્યામાં જન્મેલા એક યુવાનની સ્ટોરી પ્રેરણાદાયક છે.અયોધ્યામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી લંડન જઇને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું અને અમેરિકા રહેવા વેદ...
Business 
આ યુવક શેરડીના કુચામાંથી પ્રોડક્ટ બનાવી આજે કરોડોની કમાણી કરે છે

ચાઈનામાં લોન્ચ થઈ ગયો Apple Duo જેવો દેખાતો સ્માર્ટફોન, કિંમત ફક્ત 14 હજાર રૂપિયા

સ્માર્ટફોન નિર્માતા કંપની 'કૂલપેડ'એ તાજેતરમાં પાસપોર્ટ જેવો પહોળો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જેનું નામ 'કૂલપેડ...
Tech and Auto 
ચાઈનામાં લોન્ચ થઈ ગયો Apple Duo જેવો દેખાતો સ્માર્ટફોન, કિંમત ફક્ત 14 હજાર રૂપિયા

આ તો હજુ એક શરૂઆત છે... RBI આપશે વધુ એક ઝટકો, પરંતુ રેપો રેટ વધારવા પર MPC સહમત નથી

ફુગાવાને નિયંત્રિત કરવા માટે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ને વ્યાજ દરમાં વધુ વધારો કરવો પડી શકે છે...
Business 
આ તો હજુ એક શરૂઆત છે... RBI આપશે વધુ એક ઝટકો, પરંતુ રેપો રેટ વધારવા પર MPC સહમત નથી

ધમકી, ફોર્મ ભરવા જતા રોકવાનો આરોપ લાગતા સુપ્રીમ કોર્ટના આદેશ પછી ચૂંટણી પંચે આંધ્ર પ્રદેશમાં ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરી

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી, આંધ્રપ્રદેશ રાજ્ય ચૂંટણી પંચે 100 શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULB)માં ચૂંટણી સ્થગિત કરી દીધી...
National 
ધમકી, ફોર્મ ભરવા જતા રોકવાનો આરોપ લાગતા સુપ્રીમ કોર્ટના આદેશ પછી ચૂંટણી પંચે આંધ્ર પ્રદેશમાં ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.