Hyundaiએ લોન્ચ કરી તેની નવી કાર Bayon, કિંમત ₹9.99 લાખથી શરૂ, જાણો શું છે ફીચર્સ

Hyundai Motor Indiaએ ભારતમાં તેની નવી SUV, Hyundai Bayon લોન્ચ કરી દીધી છે. તેની શરૂઆતી એક્સ-શૉરૂમ કિંમત ₹9.99 લાખ છે. આ નવી SUV Bayonને Hyundai Cretaથી નીચે રાખવામાં આવી છે. તેને કંપની કુલ સાત વેરિયન્ટ્સ HX2, HX3, HX3+, HX5, HX6, HX8 અને HX10 લઇને આવી છે. ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ HX5 વેરિયન્ટથી શરૂ થાય છે.

Hyundai Bayon ઘણા આકર્ષક રંગોમાં લાવવામાં આવી છે, જેમાં Fiery Red, Classy Blue, Classy Blue Matte, Atlas White, Titanium Black, Titanium Matte Black, Golden Bronze અને Ecotronic Greyનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, Fiery Red અને Atlas White રંગો સાથે બ્લેક રૂફવાળો 'ડ્યૂઅલ-ટોન' વિકલ્પ પણ મળશે.

Hyundai Bayon
hyundai.com

Hyundai Bayonની એક્સટીરિયર ડિઝાઈન

Hyundai Bayon કંપનીની નવી 'Art of Steel' ડિઝાઈન લેંગ્વેજ પર આધારિત છે. તેની એક્સટીરિયર ડિઝાઈનમાં શાર્પ બોડી લાઈન્સ, ફ્લેયર વ્હીલ આર્ચ અને સ્કેલ્પ્ટેડ બોડી પેનલ આપવામાં આવી છે. SUVને મજબૂત લુક આપવા માટે તેમાં એન્ગ્યુલર ડિઝાઈન, બોડી ક્લેડિંગ અને મોટા ફ્રન્ટ તથા રિયર બમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આની ડિઝાઈન તેને હ્યુન્ડાઇની હાલની SUV રેન્જથી ઓળખ આપવા પર કેન્દ્રીત છે.

H-Edge LED DRL સિગ્નેચર

ઇન્ટિગ્રેટેડ LED ટર્ન ઇન્ડિકેટર્સ

પ્રોજેક્ટર LED હેડલાઇટ્સ

LED રિવર્સિંગ લાઇટ્સ

નોન-કનેક્ટેડ ટેલલાઇટ્સ

વર્ટિકલ એરોલાઇટ હાઇ-માઉન્ટેડ સ્ટોપ લેમ્પ

17-ઇંચના એલોય વ્હીલ્સ

215-સેક્શન ટાયર

ડ્યૂઅલ-ટોન ORVMs

રૂફ રેલ્સ

આગળ અને પાછળના પાર્કિંગ સેન્સર્સ

360-ડિગ્રી કેમેરા

Hyundai Bayonનું ડાયમેન્શન

ડાયમેન્શનની વાત કરીએ તો તેમાં, Hyundai Bayonની લંબાઈ 4,245 mm, પહોળાઈ 1,810 mm અને ઊંચાઈ 1,605 mm છે. તેનો વ્હીલબેઝ 2,600 mm છે. આ SUVમાં ગ્રાઉન્ડ ક્લિયરન્સ 205 mm અને બૂટ સ્પેસ 505 લિટર છે. તેમાં 43 લિટરની ફ્યૂઅલ ટેન્ક આપવામાં આવી છે.

Hyundai Bayon
hyundai.com

Hyundai Bayonનું ઇન્ટિરિયર

Hyundai Bayonના ઇન્ટિરિયરમાં કંપનીની નવી ડિઝાઇન થીમ જોવા મળે છે, જેને ગ્લોબલ સ્પેક i20ના નવા ઇન્ટિરિયર લેઆઉટથી પ્રેરિત હોવાનું કહેવામાં આવ્યું છે. વેરિયન્ટ અનુસાર, તેમાં ઓલ બ્લેકઅથવા બ્લેક-એન્ડ-વાઇટ થીમનો વિકલ્પ મળશે. કેબિનમાં બ્લેક અને 'ઓલિવ ગ્રે' થીમ, પ્રીમિયમ લેધરેટ અપહોલ્સ્ટ્રી અને સોફ્ટ-ટચ એલિમેન્ટ્સ આપવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ્ય આધુનિક અને પ્રીમિયમ અનુભવ પ્રદાન કરવાનો છે.

બ્લેક/ઓલિવ ગ્રે ઇન્ટિરિયર થીમ

પ્રીમિયમ લેધરેટ અપહોલ્સ્ટરી

સોફ્ટ-ટચ એલિમેન્ટ્સ

Nvidia, Perplexity અને SoundHound AIની ટેકનોલોજીથી લેસ કર્વ્ડ પેનોરેમિક ડિસ્પ્લે

ગ્લોબલ i20 થી પ્રેરિત ડ્યૂઅલ 12.3-ઇંચ ડિસ્પ્લે

વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે

19 કંટ્રોલર્સ અને સોફ્ટવેર-ડિફાઇન્ડ વ્હીકલ (SDV) ટેકનોલોજી માટે OTA અપડેટ્સ

500 થી વધુ વૉઇસ કમાન્ડ સાથે 70 થી વધુ ફીચર્સવાળી બ્લૂલિંક ટેલિમેટિક્સ સિસ્ટમ

મ્યૂઝિક કંટ્રોલ માટે ફિઝિકલ સ્વિચ

ઓટોમેટિક ક્લાયમેટ કંટ્રોલ

વર્ટિકલ AC વેન્ટ્સ અને વર્ટિકલી-ઓરિએન્ટેડ AC કંટ્રોલ્સ

આગળની વેન્ટિલેટેડ સીટ્સ

પાવર્ડ ડ્રાઇવર સીટ

સ્પોર્ટી સ્ટીયરિંગ વ્હીલ, જેમાં માત્ર ટિલ્ટ એડજસ્ટમેન્ટની સુવિધા

સ્ટીયરિંગ વ્હીલ પર ડ્રાઇવ મોડ સિલેક્ટર

 CVT ગિયરબોક્સ સાથે પેડલ શિફ્ટર્સ

પેનોરેમિક સનરૂફ

LED રીડિંગ લાઇટ્સ અને સનગ્લાસ હોલ્ડર

સબવૂફર સાથે 8-સ્પીકરવાળી બોસ ઓડિયો સિસ્ટમ

એમ્બિયન્ટ લાઇટિંગ

2-સ્ટેપ રિક્લાઇનિંગ રીઅર સીટ્સ

રીઅર AC વેન્ટ્સ

રીઅર સેન્ટર આર્મરેસ્ટ.

Hyundai Bayon
hyundai.com

Hyundai Bayonનું એન્જિન

Hyundai Bayonમાં 1.5-લીટર, ચાર-સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યા છે. આ એ જ એન્જિન છે જેનો ઉપયોગ કંપની Cretaમાં પણ કરે છે. આ એન્જિન 115 PSનો પાવર અને 144 Nmનો ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન માટે તેમાં 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને iVTનો વિકલ્પ મળે છે. લોન્ચ દરમિયાન કંપનીએ પેટ્રોલ મોડલ અંગે દાવો કર્યો છે કે તે 18.6 kmpl સુધીની રેન્જ આપશે.

હ્યુન્ડાઈ બેયોન માટે 1.5-લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન પર આધારિત CNG પાવરટ્રેન પણ લઇ આવશે. જોકે, લોન્ચની ટાઇમલાઇન, કિંમત, રેન્જ અને CNG વેરિઅન્ટ સાથે સાથે સંબંધિત વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તો, 1.0-લીટર ટર્બો પેટ્રોલ એન્જિનની ઓફરની પુષ્ટિ કરવામાં આવી નથી.

Hyundai Bayon
hyundai.com

Hyundai Bayonના સેફ્ટી ફીચર્સ

Hyundaiની આ નવી SUV Bayonમાં 35 સ્ટાન્ડર્ડ અને 85 સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. Bayonને 5-સ્ટાર BNCAP ક્રેશ સેફ્ટી રેટિંગને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. તેના સ્ટ્રક્ચરમાં 69 ટકા હાઇ-સ્ટ્રેન્થ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

હાઇવે ડ્રાઇવિંગ આસિસ્ટ (HDA)

નેવિગેશન-બેઝ્ડ સ્માર્ટ ક્રૂઝ કંટ્રોલ ઝોન (NSCC-Z)

નેવિગેશન-બેઝ્ડ સ્માર્ટ ક્રૂઝ કંટ્રોલ કર્વ (NSCC-C)

સરાઉન્ડ વ્યૂ મોનિટર (SVM)

બ્લાઇન્ડ-સ્પોટ વ્યૂ મોનિટર (BVM)

ADAS સિસ્ટમ માટે 3 રડાર

12 પાર્કિંગ સેન્સર

6 એરબેગ્સ

ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC)

હિલ-સ્ટાર્ટ આસિસ્ટ કંટ્રોલ (HAC)

રોલઓવર સેન્સર

ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS)

ચારેય વ્હીલ્સ પર ડિસ્ક બ્રેક્સ

69% એડવાન્સ્ડ મલ્ટી-ગ્રેડ હાઇ-સ્ટ્રેન્થ સ્ટીલનો ઉપયોગ.

Hyundai SmartSense લેવલ 2 Pro ADAS હેઠળ 23 એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટેન્સ ફીચર્સ. તેના BNCAP ક્રેશ ટેસ્ટ રેટિંગ પરિણામો 2026ના અંત સુધીમાં આવવાની આશા છે.

About The Author

Related Posts

Top News

Hyundaiએ લોન્ચ કરી તેની નવી કાર Bayon, કિંમત ₹9.99 લાખથી શરૂ, જાણો શું છે ફીચર્સ

Hyundai Motor Indiaએ ભારતમાં તેની નવી SUV, Hyundai Bayon લોન્ચ કરી દીધી છે. તેની શરૂઆતી એક્સ-શૉરૂમ કિંમત ₹9.99...
Tech and Auto 
Hyundaiએ લોન્ચ કરી તેની નવી કાર Bayon, કિંમત ₹9.99 લાખથી શરૂ, જાણો શું છે ફીચર્સ

શું 27 તારીખે નેતન્યાહુ PMની ખુરશી ગુમાવશે, જાણો ઇઝરાયેલમાં વડાપ્રધાનની ચૂંટણી કેવી રીતે યોજાય છે?

ઇઝરાયેલમાં નવા નેસેટ એટલે કે સંસદની ચૂંટણી માટે 27 ઓક્ટોબરે સંસદીય ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં વધતા જતા...
World 
શું 27 તારીખે નેતન્યાહુ PMની ખુરશી ગુમાવશે, જાણો ઇઝરાયેલમાં વડાપ્રધાનની ચૂંટણી કેવી રીતે યોજાય છે?

પંચાયત ચૂંટણીમાં મહિલા ઉમેદવાર હારી ગયા, છતા ગ્રામજનોએ ભેગા મળીને 25 લાખ રૂપિયા તેમને આપ્યા

રાજસ્થાન પંચાયત ચૂંટણીના પરિણામો પછી ક્યાંક ખુશી અને ક્યાંક ઉદાસી જોવા મળે છે. જીતનારાઓના ઘરોમાં ઉજવણીનો માહોલ હોય છે, ...
National 
પંચાયત ચૂંટણીમાં મહિલા ઉમેદવાર હારી ગયા, છતા ગ્રામજનોએ ભેગા મળીને 25 લાખ રૂપિયા તેમને આપ્યા

જાણો બંગાળની ખાડીમાંથી આવી રહેલા ચક્રવાતનું નામ 'અર્નબ' કેવી રીતે પડ્યું? શું ગુજરાતમાં અસર થશે?

ચક્રવાત 'અર્નબ' ભારતનાં પૂર્વ કિનારા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના કારણે ઓડિશા અને આંધ્ર પ્રદેશે...
National 
જાણો બંગાળની ખાડીમાંથી આવી રહેલા ચક્રવાતનું નામ 'અર્નબ' કેવી રીતે પડ્યું? શું ગુજરાતમાં અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.