એરટેલ, વોડાફોન આઇડિયા કે Jio? જાણો કોણે કરી સૌથી વધુ કમાણી

ટેલીકોમ નિયામક સંસ્થા ટ્રાઇએ જાહેર કરેલા લેટેસ્ટ નાણાકીય આંકડાં મુજબ, ચાલુ નાણાકીય વર્ષનાં એપ્રિલથી જૂનનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં આવકની દૃષ્ટિએ મુંબઈ અંબાણી સંચાલિત રિલાયન્સ Jioએ ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાને પાછળ પાડી દીધી છે. એટલું જ નહીં કંપનીએ વાણિજ્યિક કામગીરી શરૂ કર્યાનાં ત્રણ વર્ષની અંદર ચાલુ વર્ષનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 10,900 કરોડની કમાણી કરીને ટેલીકોમ સેવાઓમાંથી સૌથી વધુ કમાણી કરનારી કંપની એટલે કે નંબર 1 ઓપરેટર બની ગઈ છે.

ટ્રાઇનાં જણાવ્યાં મુજબ, એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાની ટેલીકોમ સેવાઓમાંથી એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ (એજીઆર) અનુક્રમે રૂ. 10,701.5 કરોડ અને રૂ. 9,808.92 કરોડ હતી. ICICI સીક્યોરિટીઝે એનાં રિપોર્ટમાં જણાવ્યું હતું કે, “રિલાયન્સ Jioની એજીઆર (એનએલડી સહિત) વાર્ષિક ધોરણે 9 ટકા વધીને રૂ. 10,900 કરોડ થઈ હતી અને આ રીતે આવકની દૃષ્ટિએ નંબર 1 ઓપરેટર બની ગઈ છે. ત્રિમાસિક ધોરણે આવકમાં 5.2 ટકાની વૃદ્ધિની સરખામણીમાં એજીઆરમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે, જે માટે ઇન્ટરકનેક્ટ યુઝેજ ચાર્જીસ પર નુકસાનમાં ઘટાડો જવાબદાર છે. આ ઘટાડો ઓછી સુલભતા અને રોમિંગ ચાર્જીમાં જોવા મળે છે.” આ રીતે રિલાયન્સ Jio ટેલીકોમ સેવાઓમાંથી એજીઆરનો 31.7 ટકા બજારહિસ્સો ધરાવે છે. આ દૃષ્ટિએ ભારતી એરટેલે 30 ટકા બજારહિસ્સો જાળવી રાખ્યો છે, ત્યારે વોડાફોન આઇડિયાનો બજારહિસ્સો ઘટીને 28.1 ટકા થયો છે એવી જાણકારી ICICI સીક્યોરિટીઝે આપી હતી.

ઉદ્યોગનાં એજીઆર રિપોર્ટ કાર્ડ પર ICICI સીક્યોરિટીઝે જણાવ્યું હતું કે, આ વૃદ્ધિ વિસ્તૃત આધાર ધરાવે છે, જેમાં એકમાત્ર મુંબઈ સર્કલની એજીઆરમાં ઘટાડો થયો છે (વાર્ષિક ધોરણે 8 ટકાનો ઘટાડો) અને રાજસ્થાન સર્કલે એજીઆરમાં વાર્ષિક ધોરણે 28.5 ટકાની સૌથી વધુ કરી છે અને એની એજીઆર રૂ. 1,500 કરોડ થઈ છે.

ઉદ્યોગનાં સમીક્ષકોએ નોંધ્યું હતું કે, એજીઆરની દૃષ્ટિએ Jio 14 સર્કલમાં, એરટેલ ત્રણ સર્કલમાં અને વોડાફોન આઇડિયા 5 સર્કલમાં નંબર 1 હતી. આ જ ત્રિમાસિક ગાળામાં રિલાયન્સ Jio દેશમાં 33.13 કરોડ સબસ્ક્રાઇબર સાથે સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર બની ગઈ હતી, જેણે વોડાફોન આઇડિયાને પાછળ પાડી દીધી છે. વોડાફોન આઇડિયા જૂન, 2019નાં અંતે 32 કરોડ સબસ્ક્રાઇબર ધરાવતી હતી. આરઆઈએલનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ ચાલુ મહિનાની શરૂઆતમાં કંપનીની એજીએમમાં જણાવ્યું હતું કે, Jio અત્યારે 34 કરોડ મોબાઇલ સબસ્ક્રાઇબર ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ Jio કામગીરી શરૂ કર્યાનાં ત્રણ વર્ષની અંદર નંબર 1 ઓપરટેર બની ગઈ છે, જેણે સપ્ટેમ્બર, 2016માં અભૂતપૂર્વ વોઇસ અને ડેટા ઓફરો રજૂ કરીને અતિ સ્પર્ધાત્મક ટેલીકોમ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. એની સરખામણીમાં ભારતી એરટેલે વર્ષ 1995માં એની કામગીરી શરૂ કરી હતી, તો વોડાફોન આઇડિયા ગયા વર્ષે ઓગસ્ટમાં વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલરનાં મર્જર પછી અસ્તિત્વમાં આવી હતી.

 

About The Author

Related Posts

Top News

EVM, પોસ્ટલ બેલેટ, સ્ટ્રોંગ રૂમ... મતદાનથી લઈને ગણતરી સુધી શું છે પ્રોટોકોલ?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે, અને પરિણામો આવવાના હજુ બાકી છે. જોકે, મતદાન...
National 
EVM, પોસ્ટલ બેલેટ, સ્ટ્રોંગ રૂમ... મતદાનથી લઈને ગણતરી સુધી શું છે પ્રોટોકોલ?

આવા કેવા લોકો છે... સાસરે બર્થડેના નામે બોલાવી પિતા સાથે મળીને પત્નીએ જ પતિને પીવડાવ્યું મોતનું ડ્રિન્ક

ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મોટો ખુલાસો થયો છે, જેણે સસરા-જમાઈ અને પતિ-પત્ની વચ્ચેના સંબંધોને કલંકિત કર્યા છે. આ ખુલાસો...
National 
આવા કેવા લોકો છે... સાસરે બર્થડેના નામે બોલાવી પિતા સાથે મળીને પત્નીએ જ પતિને પીવડાવ્યું મોતનું ડ્રિન્ક

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સુરત, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા, CEO, સંબોધન

ભારતના કુલ જમીન વિસ્તારના માત્ર 6 ટકા ધરાવતા ગુજરાતે ઔદ્યોગિક ઉત્પાદન, નિકાસ અને રોકાણમાં દેશના અગ્રણી યોગદાનકાર્તા તરીકે સ્થાન મળ્યું...
Gujarat 
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સુરત, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા,  CEO, સંબોધન

નિકોબાર પ્રોજેક્ટ શું છે, જેના પર રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યા, સરકારે કહ્યું- રાષ્ટ્ર સુરક્ષા, અર્થતંત્ર માટે જરૂરી

ભારત સરકાર ગ્રેટ નિકોબાર ટાપુને આધુનિક દરિયાઈ અને આર્થિક કેન્દ્રમાં રૂપાંતરિત કરવાની એક મોટી યોજના પર કામ કરી રહી છે....
Science 
નિકોબાર પ્રોજેક્ટ શું છે, જેના પર રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યા, સરકારે કહ્યું- રાષ્ટ્ર સુરક્ષા, અર્થતંત્ર માટે જરૂરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.