- Tech & Auto
- મોબાઈલનો આવિષ્કાર કરનાર જ નથી કરતા તેનો ઉપયોગ, લોકોને આપી આ સલાહ
મોબાઈલનો આવિષ્કાર કરનાર જ નથી કરતા તેનો ઉપયોગ, લોકોને આપી આ સલાહ

આજના સમયમાં જેને જુઓ, તે મોબાઈલ ફોનમાં રચ્યો-પચ્યો રહે છે. લોકો પોતાની આસપાસની લાઈફ કરતા વધુ મોબાઈલમાં જ ઘૂસ્યા રહે છે. આ મોબાઈલનો આવિષ્કાર કરવાનો શ્રેય માર્ટિન કૂપરને આપવામાં આવે છે. તેમણે 1973માં મોબાઈલનો આવિષ્કાર કર્યો હતો. પરંતુ, હવે તેમણે જ પોતાના ઈન્ટરવ્યૂમાં લોકોનો તેનો ઉપયોગ ઓછો કરવાની રિક્વેસ્ટ કરી છે. આ ઈન્ટરવ્યૂએ તમામને સ્તબ્ધ કરી દીધા છે. હવે પ્રશ્ન એ થાય છે કે, જે વસ્તુને માર્ટિને પોતે બનાવી તેનો ઓછો ઉપયોગ કરવાની તેઓ રિક્વેસ્ટ શા માટે કરી રહ્યા છે?
હાલમાં જ BBC સાથે માર્ટિન એક ચેટ શો કરતા દેખાયા હતા. તેમા ઈન્વેન્ટર અને એન્જિનિયર માર્ટિને જણાવ્યું હતું કે, તેઓ પોતાના ચોવીસ કલાકમાં માત્ર પાંચ ટકા સમય જ મોબાઈલ ફોન જોવામાં ખર્ચ કરે છે. મૂળરીતે શિકાગોમાં રહેતા માર્ટિનને જ્યારે ઈન્ટરવ્યૂ વિશે પૂછવામાં આવ્યું તો તેઓ એ લોકોને શું કેહશે જે પોતાના દિવસનો મોટાભાગનો સમય મોબાઈલમાં ખર્ચ કરી દે છે. તેના પર માર્ટિને કહ્યું કે, તેઓ આવા લોકોને પોતાનો મોબાઈલ ફોન ઓફ કરીને પોતાનું જીવન થોડું જીવી લેવાની સલાહ આપશે.
મોબાઈલની દુનિયામાં 70નો દાયકો ખૂબ જ ક્રાંતિકારી હતો. તે સમયે મોટાભાગે કારની બેટરીથી ચાલતા ફોન લગાવવામાં આવી રહ્યા હતા. પરંતુ, માર્ટિને એવા ફોનને માર્કેટમાં ઉતાર્યો જે પોર્ટેબલ હતો. તેને તારની જરૂર નહોતી. આ ઉપરાંત, દરેક વ્યક્તિને અલગ-અલગ નંબર આપવાનો આઈડિયા પણ તેમનો જ હતો. આ સાથે જ સેલ ફોન ટાવરથી ફોનને ચલાવવાનો કોન્સેપ્ટ પણ માર્ટિન જ લઈને આવ્યા હતા.
માર્ટિન દ્વારા બનાવવામાં આવેલો પહેલો મોબાઈલ ફોન હાલના મોબાઈલ ફોન કરતા ખૂબજ અલગ હતો. તેની બેટરી 25 મિનિટ ચાલતી હતી. સાથે જ તેને ચાર્જ કરવામાં 10 કલાકનો સમય લાગતો હતો. પહેલો ફોન ખૂબ જ ભારે પણ હતો. તેનું વજન એક કિલો તેર ગ્રામ હતું. તેની લંબાઈ 10 ઈંચ વધુ હતી. માર્ટિનને હવે 50 વર્ષ બાદ એવુ લાગી રહ્યું છે કે, મોબાઈલ ફોનના કારણે લોકો પોતાનું જીવન નથી જીવી શકતા. તેમનો મોટાભાગનો સમય મોબાઈલમાં જ વીતી રહ્યો છે. તેમણે લોકોને મોબાઈલનો ઉપયોગ ઓછો કરવા અને પોતાના મિત્રો સાથે ભેગા મળીને વધુ સમય વિતાવવાની વાત કહી છે.