Realmeએ લોન્ચ કર્યો 7200mAh બેટરી વાળો શાનદાર 5G ફોન, પણ કિંમત છે અધધધ

Realme એ વધુ એક શાનદાર સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Realme નો આ ફોન 7,200mAh ની શક્તિશાળી બેટરી સાથે આવે છે. આ ફોનમાં 50MP કેમેરા, 100W ફાસ્ટ ચાર્જિંગ સહિત ઘણા મજબૂત ફિચર્સ છે. ચીની કંપનીનો આ ફોન ગયા વર્ષે લોન્ચ થયેલા Realme GT6 નું અપગ્રેડ હશે. કંપનીએ હાલમાં આ ફોનને તેના સ્થાનિક બજારમાં એટલે કે ચીનમાં લોન્ચ કર્યો છે. ટૂંક સમયમાં, તેને ભારત સહિત વૈશ્વિક બજારમાં રજૂ કરવામાં આવી શકે છે.

realme2
realme.com

Realme GT 7 ની કિંમત

Realme નો આ ફોન અનેક સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન 12GB RAM + 256GB, 16GB RAM + 256GB, 12GB RAM + 512GB, 16GB RAM + 512GB અને 16GB RAM + 1TB સ્ટોરેજમાં રજૂ કરવામાં આવ્યો છે. તેના બેઝ વેરિઅન્ટની કિંમત CNY 2,599 (આશરે રૂ. 30,400) છે. તેનું ટોપ વેરિઅન્ટ CNY 3,799 (આશરે રૂ. 44,500) છે. આ સ્માર્ટફોન ગ્રેફિન આઈસ બ્લુ, ગ્રેફિન સ્નો વ્હાઇટ અને ગ્રેફિન નાઇટ બ્લેક રંગમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

realme'.1
gadgets360.com

Realme GT 7 ના ફિચર્સ

Realme નો આ  ફોન 6.78-ઇંચની FHD+ એટલે કે 1280 x 1280 પિક્સેલ રિઝોલ્યુશન OLED ડિસ્પ્લે સાથે આવે છે. આ ફોનનું ડિસ્પ્લે 144Hz હાઇ રિફ્રેશ રેટ ફીચરને સપોર્ટ કરે છે. ઉપરાંત, તે 6,500 nits સુધીની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં 2,600Hzનું ટચ સેમ્પલિંગ રેટ સપોર્ટ મળે છે.

આ ફોન MediaTek Dimensity 9400+ પ્રોસેસર સાથે આવે છે. તે 16GB સુધીની RAM અને 1TB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજને સપોર્ટ કરશે. આ Realme ફોન Android 15 પર આધારિત Realme UI પર કામ કરે છે. ગેમિંગ લવર્સ માટે ફોનમાં 7,700mm2 વેપર કૂલિંગ ચેમ્બર ફીચર હશે, જે ફોનને ઠંડુ કરવામાં મદદ કરે છે. તેમાં ડબલ લેયર કૂલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ ફોન AI ફીચરથી સજ્જ છે.

Realme નો આ સ્માર્ટફોન 7,200mAhની શક્તિશાળી  બેટરી અને 100W USB Type C ફાસ્ટ ચાર્જિંગ ફીચરને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનના પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. આ ફોનમાં 50MP મુખ્ય કેમેરા છે. ફોનનો પ્રાથમિક કેમેરા OIS એટલે કે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન ફીચરને સપોર્ટ કરે છે. ઉપરાંત, તેમાં 8MP અલ્ટ્રા વાઇડ કેમેરા હશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MP કેમેરા મળશે.

About The Author

Related Posts

Top News

કોહલી સાથેની તકરાર બાદ ટ્રેવિસ હેડના પરિવારને મળી ગાળો, પત્ની જેસિકાનું છલકાયું દર્દ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં 22 મે (શુક્રવાર)ના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ...
Sports 
કોહલી સાથેની તકરાર બાદ ટ્રેવિસ હેડના પરિવારને મળી ગાળો, પત્ની જેસિકાનું છલકાયું દર્દ

વલસાડમાં કેરીને ચોરોથી બચાવવા ખેડૂતે આંબાવાડીમાં હાઇટેક સિક્યોરિટી મુકાવી

વલસાડ જિલ્લામાં હાફુસ અને વલસાડી કેરી મુખ્ય પાક છે અને અત્યારે કેરીઓને લઈને પૂરબહાર છે, પરંતુ વાતાવરણમાં થતા ફેરફાર...
Gujarat 
વલસાડમાં કેરીને ચોરોથી બચાવવા ખેડૂતે આંબાવાડીમાં હાઇટેક સિક્યોરિટી મુકાવી

નેશનલ રેકોર્ડ બનાવ્યા પછી પણ ખેલાડીઓને રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી, થયા દુઃખી!

24 મે એ ફેડરેશન કપમાં દેવ મીણા અને કુલદીપ કુમાર માટે ગૌરવનો દિવસ હતો. બંને ખેલાડીઓએ પોલ વોલ્ટમાં રાષ્ટ્રીય રેકોર્ડ...
Sports 
નેશનલ રેકોર્ડ બનાવ્યા પછી પણ ખેલાડીઓને રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી, થયા દુઃખી!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 26-05-2026 વાર- મંગળવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.