Redmi Note 15 Pro અને Pro Plus ભારતમાં લોન્ચ, 200 MP કેમેરા, 6580 mAh બેટરી, જાણો કિંમત

Redmi Note 15 Pro સીરિઝ 5Gને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ સીરિઝમાં Redmi Note 15 Pro 5G અને Redmi Note 15 Pro+ 5Gનો સમાવેશ થાય છે. મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો આ બંને જ સ્માર્ટફોન્સમાં ડ્યૂઅલ રીઅર કેમેરા સેટઅપનો છે. તો Pro વેરિયન્ટમાં મીડિયાટેક પ્રોસેસર છે, જ્યારે Pro Plus વેરિયન્ટમાં સ્નેપડ્રેગન પ્રોસેસર આપવામાં આવ્યું છે. ચાલો આગળ જાણીએ કયા મોડેલની કિંમત શું છે અને કયા ફોનમાં તમને કયા-કયા ફીચર્સ મળશે.

Redmi Note 15 Proની ભારતમાં કિંમત

Redmi સ્માર્ટફોનના 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 29,999 રૂપિયા છે. તો 8GB RAM/256GB વેરિયન્ટ માટે તમારે કિંમત 31,999 ખર્ચ કરવા પડશે. HDFC બેન્ક ક્રેડિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ EMI દ્વારા બિલ પેમેન્ટ કરવા પર 3,000 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે, જેથી પ્રો વેરિયન્ટ 26,999 રૂપિયા, જ્યારે પ્રો પ્લસ વેરિયન્ટ 34,999 રૂપિયાની શરૂઆતની કિંમતમાં મળી જશે. આ ફોનની ટક્કર Motorola Edge 60 Pro, Nothing Phone (3a) Pro અને OnePlus Nord CE5 5G જેવા સ્માર્ટફોન સાથે થશે.

REDMI-Note-15-Pro+-5G1
mi.com

Redmi Note 15 Pro Plus 5Gની ભારતમાં કિંમત

Redmi મોબાઇલ ફોનના 8GB RAM/256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 37,999 રૂપિયા, 12GB/256GB વેરિયન્ટની કિંમત 39,999 રૂપિયા છે, અને 12GB/512GB વેરિયન્ટની કિંમત 43,999 રૂપિયા છે. ફોન માટે પ્રી-બુકિંગ Amazon પર શરૂ થઈ ગયું છે, અને તમે ફોનને 1,999 રૂપિયામાં બુક કરી શકો છો. ઉપલબ્ધતાની વાત કરીએ તો ફોન 4 ફેબ્રુઆરીથી ખરીદી માટે ઉપલબ્ધ થશે. આ ફોનની Google Pixel 9A, Xiaomi 14 CIVI, અને realme 16 Pro+ 5G જેવા સ્માર્ટફોન સાથે ટક્કર થશે.

પ્રી-બુકિંગ કરનારા ગ્રાહકોને કંપની તરફથી બંને સ્માર્ટફોન સાથે એક વર્ષના સ્ક્રીન રિપ્લેસમેન્ટનો ફાયદો મળશે. આ ઉપરાંત, જે ગ્રાહકો Redmi Note 15 Pro+ પ્રી-બુકિંગ કરનારા ગ્રાહકોને કંપની મફતમાં Redmi Watch Move પણ આપશે.

REDMI-Note-15-Pro+-5G
mi.com

Redmi Note 15 Pro સ્પેસિફિકેશન્સ

આ ફોનમાં શાનદાર 6580 mAh બેટરીને ચાર્જ કરવા માટે 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોનના પાછળના ભાગમાં 200MP Samsung ISOCELL HP3 સેન્સર, 8MP અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ સાથે મળશે. સેલ્ફી માટે 20-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે, Redmi ફોનમાં MediaTek Dimensity 7400-Ultra પ્રોસેસર, 8GB RAM અને 256GB સુધી સ્ટોરેજ છે. તો આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.83-ઇંચ 1.5K રિઝોલ્યુશન ડિસ્પ્લે છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 નો પણ ઉપયોગ થયો છે.

REDMI-Note-15-Pro+-5G3
91mobiles.com

Redmi Note 15 Pro+ સ્પેસિફિકેશન્સ

આ ફોનમાં 6500mAhની બેટરીને ચાર્જ કરવા માટે 100W હાઇપરચાર્જ સપોર્ટ સાથે આવે છે, ફોન સાથે તમને ચાર્જર પણ કંપની સાથે આપવામાં આવશે. ફોનના પાછળના ભાગમાં 200-મેગાપિક્સલ સેમસંગ ISOCELL HP3 કેમેરા સેન્સર, 8-મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ આપાવામાં આવ્યો છે. પ્રો પ્લસ વેરિયન્ટમાં 20-મેગાપિક્સલ સેન્સરને બદલે 32-મેગાપિક્સલનો કેમેરા સેન્સર મળશે. આ હેન્ડસેટમાં સ્નેપડ્રેગન 7s Gen 4 ચિપસેટ, 12GB સુધીની RAM અને 512GB સુધીની સ્ટોરેજ છે. ફોનમાં 6.83 ઇંચ AMOLED ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ અને 3200 nits પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. કંપનીએ સ્ક્રીન પ્રોટેક્શન માટે ગોરિલા ગ્લાસ વિક્ટસ 2નો પણ ઉપયોગ કર્યો છે.

About The Author

Related Posts

Top News

Redmi Note 15 Pro અને Pro Plus ભારતમાં લોન્ચ, 200 MP કેમેરા, 6580 mAh બેટરી, જાણો કિંમત

Redmi Note 15 Pro સીરિઝ 5Gને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ સીરિઝમાં Redmi Note 15 Pro 5G અને ...
Tech and Auto 
Redmi Note 15 Pro અને Pro Plus ભારતમાં લોન્ચ, 200 MP કેમેરા, 6580 mAh બેટરી, જાણો કિંમત

સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર કેમ રોક લગાવી? હવે શું થશે?

સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ભેદભાવ રોકવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો પર ગુરુવારે...
National 
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર કેમ રોક લગાવી? હવે શું થશે?

અભિષેક, સૂર્યા, સેમસન નહીં, પણ ભારતની હાર પાછળ અસલી ગુનેગાર કોણ છે? ગંભીરની પ્રતિક્રિયાએ જણાવી દીધું

ન્યૂઝીલેન્ડે ચોથી T20માં ભારતને 50 રનથી હરાવીને સીરિઝની પહેલી જીત મેળવી. ભારતની હારનું સૌથી મોટું કારણ ભારતીય બેટ્સમેનોનું નબળું...
Sports 
અભિષેક, સૂર્યા, સેમસન નહીં, પણ ભારતની હાર પાછળ અસલી ગુનેગાર કોણ છે? ગંભીરની પ્રતિક્રિયાએ જણાવી દીધું

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે

(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી...
Opinion 
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.