Royal Enfieldએ લોન્ચ કરી Guerrilla 450, એકથી એક ચઢિયાતા ફીચર્સ, જાણો કિંમત

On

દેશની પ્રમુખ પરફોર્મન્સ બાઇક નિર્માતા Royal Enfieldએ આખરે લાંબા ઇંતજાર બાદ નવી બાઇક Guerrilla 450 લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ નવી બાઇકને ગ્લોબલ માર્કેટમાં સ્પેનના બાર્સિલોનામાં આયોજિત એક ઇવેન્ટ દરમિયાન લોન્ચ કરી છે. આકર્ષક લુક અને શાનદાર એન્જિનથી લેસ Guerrilla 450ને કંપનીએ ભારતીય બજારમાં 2.39 લાખ રૂપિયા (એક્સ શોરૂમ)ની શરૂઆતી કિંમતમાં લોન્ચ કરી છે. આ બાઇક ભારતીય બજારમાં વેચાણ માટે 1 ઓગસ્ટ 2024થી ઉપલબ્ધ હશે. જો કે, કંપનીએ તેની સત્તાવાર બુકિંગ શરૂ કરી દીધી છે. કંપનીની વેબસાઇટ અને અધિકૃત ડિલરશિપના માધ્યમથી બુક કરાવી શકાય છે.

450cc સેગમેન્ટમાં આ Royal Enfieldની બીજી બાઇક છે. Guerrilla 450એ બાર્સિલોના, સ્પેનથી પોતાનું ગ્લોબલ ડેબ્યૂ કર્યું છે. 5 રંગોમા રજૂ કરવામાં આવી છે જેમાં બ્રાવા બ્લૂ, ગોલ્ડ ડિપ, પ્લાયા બ્લેક અને સ્મોક ફ્લેશ વેરિયન્ટમાં બરાવા બ્લૂ અને યલ્લો રિબન સામેલ છે, જ્યારે ડેશ વેરિયન્ટમાં ગોલ્ડ ડીપ અને પ્લાયા બ્લેક ઉપલબ્ધ છે એ સિવાય એનાલોગ વેરિયન્ટ સ્મોક અને પ્લાયા બ્લેક બંનેમાં ઉપલબ્ધ છે.

શેરપા 450 પ્લેટફોર્મ પર બેઝ્ડ આ પ્રીમિયમ મોડર્ન રોડસ્ટર બાઇકમાં કંપનીએ 452ccની ક્ષમતાનું સિંગલ સિલિન્ડર લિક્વિડ કુલડ શેરપ એન્જિન આપ્યું છે. આ એન્જિન 40Psનો પાવર અને 40Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેના એન્જિનમાં વોટર કુલ્ડ સિસ્ટમ આપવામાં આવી છે. જેમાં એક ઇન્ટિગ્રેટેડ વોટર પંપ, ટ્વીન પાસ રેડિએટર અને ઇન્ટરનલ બાઈપાસ આપવામાં આવ્યા છે. તેને 6 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. જેમાં આસિસ્ટ અને સ્લીપ ક્લચ પણ મળે છે.

એક્સ શૉરૂમમાં Guerrilla 450 એનાલોગ વેરિયન્ટની કિંમત 2.39 લાખ રૂપિયા છે, ડેશ વેરિયન્ટની કિંમત 2.49 લાખ રૂપિયા અને ફ્લેશ વેરિયન્ટની કિંમત 2.54 લાખ રૂપિયા છે. Guerrilla 450માં સ્ટેપ્ડ બેન્ચ સર, 11  લીટરનું ફ્યૂલ ટેન્ક અને ઇન્ટિગ્રેટેડ તેલ લેમ્પ સાથે LED હેડલાઇટ્સ આપવામાં આવી છે. તેમાં અપસ્વેપ્ટ સાઇલેન્સર અને સ્ટીલ ટ્વીન સ્પર ટ્યૂબલર ફ્રેમ મળે છે. ફ્રન્ટ સસ્પેન્શનમાં 43 મીમી ટેલિસ્કોપ ફોર્ક અને પાછળના હિસ્સામાં લિંકેજ ટાઇપ મોનો શોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. આ બાઇક 17 ઈંચના ફ્રંટ અને રિયર ટ્યુબલેસ ટાયર પર બેઝ્ડ છે. જેમાં સ્ટેબિલિટી માટે 1440 મીમીનું વ્હીલબેઝ આપવામાં આવ્યું છે.

Guerrilla 450માં કંપનીએ અલગ અલગ રાઇડિંગ મોડ આપ્યા છે. એ સિવાય એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ અને રાઈડ બાય બારે ટેક્નોલોજી તેને વધુ સારી બનાવે છે. પરફોર્મન્સ મોડ અને ઇકો મોડ થ્રોટલ રિસ્પોન્સ રાઇડર્સને અલગ અલગ રાઇડિંગ પરિસ્થિતિઓમાં સારું પરફોર્મન્સ પ્રદાન કરે છે. કંપનીનો દાવો છે કે આ બાઇક પોતાના સેગમેન્ટમાં બેસ્ટ પરફોર્મર છે. Guerrilla 450ના ઇન્ફોટેનમેન્ટ ટ્રિપર દેશમાં 4 ઈંચનું ઈન્ફોટેનમેન્ટ ક્લસ્ટર આપવા આવ્યું છે. તે GPX ફોરમેટમાં રુટ રેકોર્ડિંગ, મ્યૂઝિક કંટ્રોલ, હવામાનનું પૂર્વાનુમાન અને અન્ય તમામ જાણકારીઓ પ્રદાન કરે છે.

Royal Enfield વિંગમેન MIY ફીચર કનેક્ટિવિટીની વધુ એક લેયર જોડે છે, જેથી રાઇડિંગ એક્સપિરિયન્સને વધુ સારી બનાવે છે. ભારતીય બજારમાં Royal Enfield Guerrilla 450નો મુકાબલો મૂળ રૂપે Triumph Speed 450 અને હાર્લે ડેવિડસનની X440 જેવા મોડલો સાથે છે. આ બાઇક્સ 450 cc એન્જિન સેગમેન્ટમાં આવે છે અને તેની કિંમત પણ લગભગ એક સમાન છે. સ્પીડ 450ની કિંમત 2.34 લાખ રૂપિયા અને હાર્લે ડેવિડસન X-400ની કિંમત 2.40 લાખ રૂપિયાથી વધુ હોય છે. આ સેગમેન્ટમાં હીરો મોટોકોર્પની Marvick 440 પણ છે, જે સૌથી સસ્તી છે. તેની શરૂઆતી કિંમત 1.99 લાખ રૂપિયા છે.

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-03-2025 દિવસ: મંગળવાર મેષ: આજે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું પડશે, કારણ કે તેમાં ઘટાડો થવાની સંભાવના છે....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર...
National 
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન
Copyright (c) Khabarchhe All Rights Reserved.